સલાડ ખાવાના ફાયદા!

ઘણા લોકોના મનમાં સવાલ થાય છે કે, કાચું ખાવું એટલે કે રાંધ્યા વગરનો ખોરાક ખાવો સારો ગણાય? સલાડ ખાવાથી શું ફાયદો થાય? તે ખાવું યોગ્ય છે? જો તમારા મનમાં પણ આવા સવાલો થઈ રહ્યા હોય, તો આજે આ લેખના મારફતથી તેના જવાબ મળી જશે. તો આવો જાણીએ આજના લેખમાં તમારા માટે શું ખાસ છે?
જણાવી દઈએ કે, સલાડ ખાવાના અઢળક ફાયદા થાય છે. તેનાથી પાચન વહેલું થાય. સલાડ એટલે રાંધ્યા વગરનું કાચુ ખાવાનું જે ખાવાથી ખોરાકનું પ્રાકૃતિક બંધારણ નથી તૂટતું.
કાચું ખાવાથી એસીડીટી, કબજિયાત, કમરનો દુ:ખાવો, માથાનો દુ:ખાવો, અપચો, લોહીની બીમારી, બ્લડપ્રેશર, ડાયાબિટીસ, ડાયાલીસીસ, સાંધાનો વા, થાઇરોઇડ, સ્ત્રી રોગ, ચામડીના રોગ, એલર્જી, કાયમી શરદી, ખરજવું, સોરાયસીસ, વધારે પડતું ભોજન વગેરે સમસ્યાઓથી સુરક્ષા થાય છે.
મિત્રો કાચું ખાવાથી ફાયદા તો ઘણા થાય છે, પણ કોઈપણ વસ્તુનો અતિરેક ન કરવો. તેને સલાડ તરીકે અને ઓછી ભુખ હોય ત્યારે લઇ શકાય. તમને માફક આવતું હોય તો કોઈ જ વાંધો નથી. પણ બધું અચાનક બંધ કરીને સીધું જ કાચું ખાવાનું શરૂ કરી દેવું યોગ્ય નથી. માત્ર કાચું ખાઈને દિવસ ન કાઢશો. પરંતુ દિવસમાં એકવાર એક પ્લેટ સલાડ અવશ્ય ખાજો. કોઈ પણ પ્રયોગ કરતા પહેલા ડોક્ટર અને નિષ્ણાંતની સલાહ જરૂર લો.

Leave a Reply

*