ટીચરે એક ગધેડા સામે એક ડોલ પાણી અને એક બોટલ દારુ મૂકી.
ગધેડો બધું પાણી પી ગયો.
પછી ટીચરે બાળકોને પૂછ્યું કે, આના પરથી તમને શું શીખ મળી?
બાળકો: જે દારુ નથી પીતા તે ગધેડા છે.
***
તેણીએ મને પૂછ્યું, તું મને ક્યાં સુધી પ્રેમ કરશે?
મેં પણ કહી દીધું, જ્યાં સુધી મારી પત્નીને ખબર નહિ પડે ત્યાં સુધી.
***
જેઠાલાલ: આજે ગરમી થોડી વધારે છે નઈ!
દયા: હા મને પણ ગરમી લાગી રહી છે.
જેઠાલાલ: ચાલ તો અગાસી પર જઈને થોડી ઠંડી હવા ખાઈએ.
દયા: ટપ્પુના પપ્પા તમે પહોંચતા થાવ, હું પ્લેટ અને ચમચી લઈને આવું છું.
– હોશંગ શેઠના
Latest posts by PT Reporter (see all)
- પટેલ અગિયારીએ179મી સાલગ્રેહની ઉજવણી કરી - 5 October2024
- ભીખા બહેરામ કુવાના 15માં વર્ષની પરંપરાગત ઉજવણી – આવા રોજ પર 180મું જશન અને હમબંદગી – - 5 October2024
- Dadysett Atash Behram Celebrates Salgreh - 5 October2024