Your Moonsign Janam Rashi This Week –
06th February – 12th February, 2021

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

તમને 13મી એપ્રિલ સુધી શુક્રની દિનદશા ચાલશે તમારા અટકેલા કામો પૂરા કરી શકશો. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. થોડીઘણી ભાગદોડ કરવાથી વધુ ધન કમાઈ શકશો. શુક્રની કૃપાથી ધનનો ખર્ચ વધુ કરવા છતાં ધનની મુશ્કેલી નહીં આવે. જે પણ કમાશો તેમાંથી ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. ફેમીલીનો સાથ મળશે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.ભણજો.

શુકનવંતી તા. 06, 09, 10, 11 છે.

Venus’ rule till 13th April helps you complete your stalled works. There will be financial progress. With a little extra effort you will be able to earn a lot of money. Despite an increase in your expenses, there will be no financial strain, with Venus’ grace. Ensure to invest from your earnings. Your family members will be supportive. Pray to Behram Yazad daily.

Lucky Dates: 06, 09, 10, 11.


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

રાહુની દિનદશા ચાલુ હોવાથી રોજબરોજના કામો કરવામાં ખુબ મુશ્કેલી આવશે. તબિયતનું ધ્યાન રાખજો નહીં તો મુશ્કેલીમાં આવશો. તમારી નાની બેદરકારી મોટી મુસીબતમાં મૂકી દેશે. ખોટા વિચારોમાં ખોવાયેલા રહેશો. ડોકટરની પાછળ વધુ ખર્ચ થશે. આવક આવ્યા પહેલા ખર્ચનું લીસ્ટ તૈયાર થઈ જશે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુુકનવંતી તા. 07, 08, 09, 12 છે.

Rahu’s ongoing rule could pose a lot of challenges in your daily chores. You are advised to take good care of your health to avoid health-related issues. The slightest carelessness on your part could land you in a lot of trouble. You could end up spending on medical expenses. Your mind will be occupied with negative thoughts. Your list of expenses will be ready even before your income comes in. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 07, 08, 09, 12.


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

21મી ફેબ્રુઆરી સુધી ગુરૂની દિનદશા ચાલશે. હાલમાં તમને માન-ઈજ્જત આપનાર વ્યક્તિઓ વધી જશે. મિત્રો તમારો સાથ આપી સેલ્ફ કોન્ફીડન્સ વધારી દેશે. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. કોઈ ગરીબની મદદ કરી શકશો. ગુરૂની કૃપાથી ધનલાભ થશે. ધર્મનું કામ કરી શકશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 06, 07, 10, 11 છે.

Jupiter’s rule till 21st February will bring in an increase in the number of people who appreciate and respect you. The support from your friends will boost your self-confidence. Financial progress will be ongoing. You will be able to help someone underprivileged. With Jupiter’s grace, you will come into good wealth. You will be able to perform religious works. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 06, 07, 10, 11.


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

23મી માર્ચ સુધી ગુરૂની દિનદશા ચાલશે. તમોને શારીરિક બાબતમાં ચિંતા નહીં આવે. મનથી ખુબ આનંદમાં રહેશો. નાણાંનો સદ ઉપયોગ કરી શકશો. ફેમીલી મેમ્બરને સાચી સલાહ આપી તેમનું દિલ જીતી લેશો. ફેમીલી સાથે નાની મુસાફરીનો પ્લાન બનાવી શકશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 08, 09, 10, 12 છે.

Jupiter’s rule till 23rd March ensures that you will not have to worry as regards your physical health. You will live with great mental peace. You will be able to employ your finances gainfully. You will win over family members with your sincere advice. You could be looking to make a short travel plan with your family. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 08, 09, 10, 12.


LEO | સિંહ: મ.ટ.

05Leo

23મી ફેબુ્રઆરી સુધી શનિની દિનદશા ચાલશે. નાની બાબતમાં મુશ્કેલીમાં આવશો.  અચાનક તબિયત બગડી જાય તેવા હાલના ગ્રહો છે. આવકમાં વધારો થવાની જગ્યાએ ઘટાડો થશે. શનિ તમારા હાથે ખોટો ખર્ચ કરાવશે. સરકારી કામમાં સફળતા નહીં મળે. સાંધાના કે માથાના દુખાવાથી પરેશાન થશો. દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 06, 07, 08, 11 છે.

Saturn’s rule till 23rd February could get you in trouble over petty matters. Your health could suddenly deteriorate. You could end up with losses instead of profits. You could end up making unnecessary expenses. You will not be successful in government-related work. You could suffer from joint-pain or head-aches. Pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 06, 07, 08, 11.


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

17મી ફેબ્રુઆરી સુધી બુધની દિનદશા ચાલશે. ધન બચાવીને સારી જગ્યાએ ઈનવેસ્ટમેન્ટ કરજો. ધનનો સારી જગ્યાએ ઉપયોગ કરી શકશો. મીઠી જબાન વાપરી બીજાના દીલ જીતી લેશો. જે પણ કામ કરશો તેમાં સફળતા મળશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 07, 08, 09, 10 છે.

Mercury rules you till 17th February. You are advised to save money and invest it fruitfully. You will be able to employ your funds in a good place. You will win over the hearts of others with your sweet words. You will be successful in all that you do. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 07, 08, 09, 10.


LIBRA | તુલા: ર.ત.

07Libra

તમને બુધની દિનદશા ચાલુ હોવાથી તમારૂં કામ પૂરૂં કરી બીજાનું દિલ જીતી લેશો. નવા મિત્રોની મુલાકાત ભવિષ્યમાં ફાયદો અપાવશે. ઉપરીવર્ગની સલાહથી તમારા અગત્યના કામ સહેલાઈથી કરી શકશો. બીજાના મદદગાર થઈને રહેશો. સારા સમાચાર મળવાના ચાન્સ છે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 06, 08, 11, 12 છે.

Under Mercury’s rule, you will be able to complete your work and win over others. Making new friends will bear beneficial fruit in the future. You will be able to do your important tasks well with advice from your senior colleagues. You will be of help to others. You will receive good news. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 06, 08, 11, 12.


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

21મી ફેબ્રુઆરી સુધી મંગળની દિનદશા ચાલશે. તમારા લીધેલા ડીસીઝનમાં ક્ધફયુઝ થઈ જશો.ખોટા વિચારો આવતા રહેશે. વાહન ચલાવતા હોતો વાહન સંભાળીને ચલાવજો, એકસીડન્ટ થવાના ચાન્સ છે. તાવ-માથાના દુખાવાથી પરેશાન થશો. ભાઈ-બહેન સાથે મતભેદ થવાના ચાન્સ છે. મંગળને શાંત કરવા ‘તીર યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 07, 09, 11, 12 છે.

Mars’ rule till 21st February will bring in confusions as regards your decisions. Your mind will get filled with negative thoughts. Ensure to drive/ride your vehicles with great caution as you could meet with an accident. You could suffer from fever or headaches. Squabbles with siblings could take place. To pacify Mars, pray the Tir Yasht.

Lucky Dates: 07, 09, 11, 12.


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

તમારા મનની વાત જેને કહેવા માંગતા હો તો કહી દેજો. તમારા કામ પૂરા કરવા માટે સમય નહી જુઓ. મનને શાંત રાખવામાં સફળ થશો. તમારા દરેક કામમાં સફળતા મળશે. ઘરવાળાને કામમાં મદદ કરશો. તેમની ડિમાન્ડ પૂરી કરી શકશો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 06, 07, 08, 10 છે.

Ensure to speak up what’s on your mind to the one you wish to communicate with. You will lose track of time in trying to complete your tasks. You will be able to be mentally at peace. You will be successful in all your endeavours. You will be helpful to your family members and cater to their wants. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 06, 07, 08, 10.


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

તમને શીતળ ચંદ્રની દિનદશા થરૂ થયેલી . બગડેલા કામો સુધારી શકશો. નાની મુસાફરી કરી શકશો. તમારી આવકમાં વધારો થશે. જો કોઈ વ્યકિત તમારાથી નારાજ થયેલી હશે તો તમે મીઠી જબાન વાપરીને પોતાના બનાવી શકશો. નાણાકીય બાબતમાં ધીરે ધીરે સારા સારી થતી જશે. બીજાને ખુશ રાખી પોતે પણ સુખી થશો. આજથી 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 09, 10, 11, 12 છે.

With the onset of the Moon’s rule, you will be able to resolve any works that need help. You will be able to make short travel-trips. A gain in your income is predicted. You will be able to win over all those who have been upset with you, with your sweet words. There will be gradual financial progress. You will feel great contentment by making others happy. Starting today, pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 09, 10, 11, 12.


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

તમારે છેલ્લુ અઠવાડિયું મોજશોખમાં પસાર કરવાનું બાકી છે. આ અઠવાડિયામાં ખર્ચ પર થોડો કાપ મુકજો. મનપસંદ વ્યક્તિને તમારા મનની વાત કહી દેજો. કોઈ પણ જાતની લેતી-દેતી કરવી હોય તો તે વ્યક્તિ પાસે એક મહિનાનો સમય માંગી લેજો. સરકારી કામો જલદીથી પૂરા કરી લેજો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 06, 07, 08, 10 છે.

This is your last week of fun and entertainment. Ensure to have a strong hold over your expenses this week. Speak your mind with your favourite person. Ensure to ask for one month’s grace period from anyone with whom you mean to do transactional business. Complete your government-related work quickly. Pray to Behram Yazad daily.

Lucky Dates: 06, 07, 08, 10.


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

તમને ભરપુર સુખ આપનારી શુક્રની દિનદશા  ચાલુ હોવાથી દુશ્મન પણ તમને માનથી જોશે. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. ફસાયેલા નાણા પાછા મેળવવા થોડી ભાગદોડ કરવાથી પાછા મેળવી શકશો. નવા કામમાં સફળતા મળશે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 08, 09, 11, 12 છે.

Under the contentment-providing rule of Venus, even your detractors will grow respect for you. Financial progress will continue. You will be able to retrieve your stuck finances with a little added effort. You will be successful in your new ventures. Pray to Behram Yazad daily.

Lucky Dates: 08, 09, 11, 12.

 

Leave a Reply

*