Your Moonsign Janam Rashi This Week –
20th February – 26th February, 2021

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમને દરેક બાજુથી સારા સમાચાર   મળતા રહેશે. જે પણ કામ કરશો તેમાં ફત્તેહના ડંકા વગાડીને રહેશો. નવા કામ કરવામાં સફલતા મળશે. મનની વાત કહ્યા વગર સામેની વ્યક્તિ સમજી જશે. તબિયતમાં સારો સુધારો થતો જશે. ફસાયેલા નાણા પાછા મેળવી શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 20, 21, 22, 23 છે

Venus’ ongoing rule will bring you good news from all quarters. You will be extremely successful in all your endeavours. New projects will be fruitful. People will understand what’s in your mind without your having to voice it. Health will improve greatly. You will be able to retrieve your bad debts. Pray to Behram Yazad daily.

Lucky Dates: 20, 21, 22, 23.


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

રાહુની દિનદશા ચાલુ હોવાથી તમે કોઈને સલાહ આપશો તો તે વ્યક્તિ તમારી વાત માનશે નહીં. ઘરવાળા ઈમોશનલ બની તમને પરેશાન કરી નાખશે. નાણાકીય બાબતમાં ખૂબ ખેચતાણ રહેશે. ખર્ચનું પ્રમાણ વધવાથી ખોટા વિચારો આવશે. પ્રેમી-પ્રેેમીકામાં મતભેદ પડવાના ચાન્સ છે એકબીજાના વિચાર નહીં મળે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુુકનવંતી તા. 22, 24, 25, 26 છે.

Rahu’s ongoing rule will have people rejecting your sincere advice. Family members could end up being emotionally trying. Financial strain is indicated. Increase in expenditures might have your mind entertaining wrongful thoughts. Squabbles between couples could take place due to mental incompatibility. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 22, 24, 25, 26.


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

આજનો દિવસ ગુરૂની દિનદશામાં પસાર કરવાનો બાકી છે. તમે  કોઈના મદદગાર બની રહેશો. કાલથી રાહુની દિનદશા આવતા 42 દિવસમાં રાહુ તમારા દિવસની ભુખ અને રાતની ઉંઘ બન્ને ઉડાવી દેશે.તમને પોઝીટીવ વિચાર નહીં આવે. જે પણ કામ કરશો તેમાં સફળતા નહીં મળે. રોજના કામોથી કંટાળી જશો. ઉપરી વર્ગથી ખોટી રીતે પરેશાન થશો. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુુકનવંતી તા. 20, 21, 23, 24 છે.

Today marks the last day under Jupiter’s rule; you could end up being of help to another. Rahu’s rule starting tomorrow, for the next 42 days, will rob you of your hunger and your sleep. You will not get positive thoughts. You will not be successful in all your endeavours. You will feel lethargy in doing your daily chores. Your senior colleagues could wrongfully harass you. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 20, 21, 23, 24.


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમારા હાથથી કોઈની ભલાઈનું કામ થઈ જશે. જાણતા અજાણતા તમે કોઈના મદદગાર બની જશો. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. અચાનક ધનલાભ થવાના ચાન્સ છે. તમારી આવકમાં વધારો થશે. તમારા કામમાં જશ મળશે. બીજાઓ તમારા કામના વખાણ કરશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 21, 22, 25, 26 છે.

Jupiter’s ongoing rule will have you do a noble deed for another. You will, advertently or inadvertently, become someone’s helper. Financial stability and progress is indicated. You could be the recipient of unexpected wealth. Your income will increase. You will receive fame in your work. Others will praise your work greatly. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 21, 22, 25, 26.


LEO | સિંહ: મ.ટ.

05Leo

પહેલા 3 દિવસ શનિની દિનદશામાં પસાર કરવાના બાકી છે. તબિયતની ખાસ સંભાળ રાખજો. સાંધાના તથા માથાના દુખાવાથી પરેશાન થશો. 23મીથી ગુરૂની દિનદશા તમારા તમામ દુ:ખને દુર કરીને સુખ આપશે. તબિયતમાં પણ સુધારો આવશે. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 20, 22, 23, 24 છે.

You have the last three days remaining under Saturn’s rule. Take special care of your health. You could suffer from headaches or joint-pains. Jupiter’s rule, starting from the 23rd of February, takes away all the misery and the pain and brings you contentment. Health will improve. Financial progress is indicated. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 20, 22, 23, 24.


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

23મી માર્ચ સુધી શનિની દિનદશા ચાલુ હોવાથી તબિયતની ખાસ સંભાળ લેજો. તમારા કામકાજમાં મુશ્કેલીઓ આવશે. ઘરમાં કોઈપણ ઈલેકટ્રોનીક કે લોખંડની ચીજ વસ્તુ લેવાની ભુલ કરતા નહીં. ઘરમાં વડીલવર્ગની ચિંતા સતાવશે તેમના માટે બેદરકાર રહ્યા તો મોટી મુસીબતમાં આવી જશો.  દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 21, 22, 23, 24 છે.

Saturn’s rule till 23rd March suggests that you take great care of your health. You could face challenges in your work. Avoid purchasing any electronic or iron items for the house. The elderly at home could pose worries. Not taking action towards the same could land you in a huge mess. Pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 21, 22, 23, 24.


LIBRA | તુલા: ર.ત.

07Libra

18મી માર્ચ સુધી બુધની દિનદશા ચાલશે. તમે વાણીયા જેવા બની જશો. ને ને સારી જગ્યાએ ઈનવેસ્ટ કરશો. મીઠી જબાન વાપરી પારકાને પોતાના કરશો. જે પણ પ્લાન કરશો તેના મુજબ કામ કરી સમય બચાવશો. તમારા કામ સહેલાઈથી પૂરા કરી શકશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 20, 23, 25, 26 છે.

Mercury’s rule till 18th March will make you very money-minded and will invest in good options. You will be able to win over strangers with your sweet words. If you do your work as per plan you will be able to save good time. You will be able to complete your tasks smoothly. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 20, 23, 25, 26.


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

આજનો શનિની દિનદશામાં પસાર કરવાનો  બાકી છે. આજે તમને ખુબ આળસ આવશે. ઘરવાળા તમને ઈરીટેટ કરી નાખશે. કાલથી બુધની દિનદશા આવતા 56 દિવસમાં તમારી આળસ દૂર કરી તમારા કામમાં સફળ બનાવી દેશે. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. રોકાયેલા નાણા પાછા મેળવી શકશો. બુધની વધુ કૃપા મેળવવા દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 21, 23, 24, 25 છે.

Today is the last day under Saturn’s rule and hence you could feel very lethargic. Family members could be very irritating. Mercury’s rule starting tomorrow, for the next 56 days, will bring you success in all your endeavours. Financial progress is indicated. You will be able to retrieve your bad debts. To gain the blessings of Mercury, pray the Tir Yasht daily.

Lucky Dates: 21, 23, 24, 25.


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

છેલ્લા ત્રણ દિવસ તમે શાંતિમાં પસાર કરી શકાો. ત્રણ દિવસમાં ઘરમાં જોઈતી ચીજ વસ્તુ વસાવી લેજો. 23મીથી 28 દિવસ માટે શરૂ થતી મંગળની દિનદશા નાની બાબતમાં પરેશાન કરશે. તમારા સારા કામને બગાડી દેશે. મંગળને કારણે શાંતિ ગુમાવી દેશો. તબિયતમાં ધ્યાન આપવું પડશે. દરરોજ 34મુ નામ ‘યા  બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 20, 21, 22, 25 છે.

You have 3 days remaining to spend in peace – ensure to make all your house purchases during this time. Mars’ rule, starting from the 23rd February, for the next 28 days, will pose challenges even in petty matters. It will ruin good projects. You will lose your peace of mind. Pay special attention to your health. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 20, 21, 22, 25.


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી તમારો સેલ્ફ કોન્ફીડન્સ વધતો જશે. તમારા કરેલ કામની અંદર તમારી કદર થશે. ઘરમાં નવા મહેમાન આવવાના ચાન્સ છે. તમે કરેલા કામમાં બીજાઓ વખાણ કરતા થાકશે નહીં. નવા મિત્રો તરફથી લાભ થશે. ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 22, 23, 24,26 છે.

The ongoing Moon’s rule increases your self-confidence. You will receive appreciation for your works. You could expect new visitors. People will not tire of praising you for your work. New friends will prove beneficial. Ensure to make investments. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 22, 23, 24,26.


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

સુર્યની દિનદશા ચાલુ હોવાથી 4થી માર્ચ સુધી માથાનો બોજો વધતો જશે. નાના કામ કરવામાં પણ મુશ્કેલી આવશે. મનગમતી વ્યકિત નાની બાબતથી નારાજ થશે. સરકારી કામ કરવામાં સફળતા નહીં મળે. વડીલવર્ગની તબિયતનું ધ્યાન આપજો. તેમના માટે બેદરકાર બનતા નહીં. દરરોજ 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 20, 21, 24, 25 છે.

The ongoing rule of the Sun will cause increasing mental tensions till the 4th of March. You will find doing small tasks also challenging. A favourite person will get upset over a petty issue. You will not be successful in government-related works. Ensure to take care of the health of the elderly – do not be careless about their wellbeing. Pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.

Lucky Dates: 20, 21, 24, 25.


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

શુક્રની દિનદશ ચાલુ હોવાથી જે પણ ડીસીઝન લેશો તેને પૂરા કરતા વાર નહીં લાગે.  મોજશોખ પાછળ ખર્ચ વધી જવા છતાં નાણાકીય  મુશ્કેલી નહીં આવે. લગ્ન કરવા માગતા હશો તો મનગમતું લાઈફ પાર્ટનર મળવાના ચાન્સ છે. કામકાજને વધારવા થોડીઘણી ભાગદોડ કરવી પડશે. અચાનક ધનલાભ થવાના ચાન્સ છે.દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 21, 22, 23, 26 છે.

Venus’ ongoing rule will help you deliver on all your decisions. Despite an increase in your expenses over fun and entertainment, you will not face any financial strain. Those looking to get married will be able to find their ideal life partner. You will need to put in some effort to expand your business. A sudden windfall is predicted. Pray to Behram Yazad daily.

Lucky Dates: 21, 22, 23, 26.

Leave a Reply

*