Your Moonsign Janam Rashi This Week –
27th February – 05th March, 2021

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

શુક્રની દિનદશા ચાલુ હોવાથી ગામ-પરગામથી મનને આનંદ મળે તેવા સમાચાર જાણવા મળશે. નાની મુસાફરી કરી શકશો. તમારા કામ સાથે બીજાના કામ પૂરા કરવામાં મદદગાર થશો. 13મી એપ્રિલ સુધી મનગમતી ચીજ વસ્તુ વસાવી શકશો. નાણાકીય મુશ્કેલી નહીં આવે. શુક્રની કૃપાથી તબિયતમાં સારો સુધારો થતો જશે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 27, 28, 01, 02 છે

Venus’ ongoing news brings in good news from abroad. You will be able to make short trips. You will be helpful to others in completing their tasks. You will be able to purchase all items of your choice up to the 13th of April. There will be no financial strain. Your health will improve well. Pray to Behram Yazad daily.

Lucky Dates: 27, 28, 01, 02.


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

છેલ્લુ અઠવાડિયું રાહુની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. તમારા સાચુ બોલવાથી કોઈને ખોટું લાગી જશે. બીજાનું ભલુ કરવા જતા તમારૂં ખરાબ થઈ જશે. બને તો તમારા કામથી કામ રાખજો. સીધા ચાલતા હશો તો પણ પાછળથી કોઈ ધકકો મારી જશે. તેવા હાલના ગ્રહો છે. માથાના દુખાવાથી પરેશાન થઈ જશો. પાક પરવરદેગારની બંદગી વધુ કરજો. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુુકનવંતી તા. 02, 03, 04, 05 છે.

One last week remains under the rule of Rahu. Your speaking the truth could end up pinching someone. You will end up spoiling things for yourself if you try to help others. Try to mind your own business. You could get knocked out from your own lane by others, so be careful. You could suffer from headaches. Ensure to ask the universe for God’s kind graces. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 02, 03, 04, 05.


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

રાહુએ તમને પોતાની જાળમાં ફસાવી દીધા છે. તમારા કામ સમય પર પૂરા નહીં કરી શકશો. તબિયતની ખાસ સંભાળ રાખજો. તમારી નાની ભુલ મોટી મુશ્કેલીમાં મુકશે. ખાવાપીવામાં ધ્યાન રાખજો. એસીડીટી કે કોન્સ્ટીપેશનથી પરેશાન થશો. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુુકનવંતી તા. 27, 28, 03, 04 છે.

With Rahul ruling you, it might not be possible to complete your tasks in time. Take extra care of your health. Even a small mistake could land you in big trouble. Pay special attention to your diet. You could end up suffering from acidity or constipation. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 27, 28, 03, 04.


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

ગુરૂ જેવા ગ્રહની દિનદશા ચાલુ હોવાથી ધર્મના કામ કરી ખુબ આનંદમાં આવશો. ચેરીટીના કામ કરી શકશો. ગુરૂની કૃપાથી બીજાના મદદગાર બની તેની ભલી દુવા મેલવશો. નાણાકીય બાબતની અંદર સારા સારી રહેવાથી ભવિષ્ય માટે ઈનવેસ્ટમેન્ટ કરી શકશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 02, 03, 04, 05 છે.

Jupiter’s ongoing rule indicates that you will find great contentment in doing religious works. You will be inclined towards charitable works too. You will receive the blessings of those you help. Financially things will be on the upswing and you will be able to make investments for the future. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 02, 03, 04, 05.


LEO | સિંહ: મ.ટ.

05Leo

તમને ગુરૂની દિનદશા 21મી એપ્રિલ સુધી ચાલશે. થોડી મહેનત કરી તમારા અધૂરા કામ પૂરા કરી શકશો. જીવનસાથી શોધતા હશો તો તમારી પસંદગીની વ્યક્તિ મલવાના ચાન્સ છે. ફેમીલી મેમ્બરને સાચી સલાહ આપવાથી તેઓને માર્ગદર્શન મલશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 28, 01, 03, 04 છે.

Jupiter’s rule till 21st April suggests that with a little extra effort you will be able to complete your unfinished tasks. Those seeking for a life partner will find their ideal mate. You will be able to show a family member the right path with your sincere advice. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 28, 01, 03, 04


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

23મી માર્ચ સુધી શનિની દિનદશા ચાલશે. તમારા અગત્યના કામ કરવામાં સફળ નહીં થાવ. શનિને કારણે તમે થોડા આળસુ બની જશો. વડીલવર્ગની તબિયતની ખાસ દરકાર લેવી પડશે. તમારી તબિયતનું પણ ધ્યાન રાખજો. સાંધાના તથા બેક પેનથી પરેશાન થશો. દવા અને ડોકટર પાછળ ખર્ચ વધી જશે. દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 27, 02, 04, 05 છે.

Saturn’s rule till the 23rd of April indicates that your important works will not be successful. You could get lethargic. Ensure to take special care of the elderly. Take care of your health as well. You could suffer from joint-pain and back-ache. Your medical expenses could go up. Pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 27, 02, 04, 05.


LIBRA | તુલા: ર.ત.

07Libra

18મી માર્ચ સુધી તમારી રાશિના માલીક શુક્રના મિત્ર બુધની દિનદશા ચાલશે. તમારા અગત્યના કામ પૂરા કરી શકશો. બુધ્ધિવાપરી મુશ્કેલીભર્યા કામ સહેલા બનાવશો. નાણાકીય બાબતમાં સારા સારી થશે. ઈનવેસ્ટમેન્ટઅવશ્ય કરજો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 28, 01, 02, 03 છે.

Mercury’s rule till 18th March helps you complete important tasks effectively. You will be able to smoothly tackle any challenges by using your intelligence. Financial progress is indicated. Ensure to make investments. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 28, 01, 02, 03.


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

તમને બુધની દિનદશા ચાલુ હોવાથી નાણા કમાવવા માટે મુશ્કેલી નહીં આવે. તમારી આવકમાંથી થોડા પૈસા બચાવજો. ઈનવેસ્ટમેન્ટ કરવાથી ભવિષ્યમાં ફાયદો થશે. તમારા કરેલ કામમાં કોઈ ભુલ નહીં શોધી શકે. મિત્રોનો સાથ સહકાર મળી રહેશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 27, 03, 04, 05 છે.

Mercury’s ongoing rule enables you to earn more money. Ensure to save some money from your earnings. Investments will prove helpful in the future. Your work will be faultless. Friends will be supportive. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 27, 03, 04, 05.


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

21મી માર્ચ સુધી મંગળ જેવા ગરમ ગ્રહની દિનદશા ચાલશે. તમારા ગુસ્સા પર કાબુ નહીં રાખી શકો. નાની બાબતમાં ઈરીટેટ થશો. તમારા દુશ્મન તમારા સીધા સ્વભાવાનો ફાયદો લેશે. માથાનો દુખાવો, તાવ, શરદી ખાંસીથી પરેશાન થશો. ખોટી ભાગદોડ કરવા કરતા ઘરમાં શાંતિથી બેસજો. દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 28, 01, 02, 04 છે.

Mars’ rule over you till 21st March will cause you to lose control over your temper. You will get irritated over minor issues. Your detractors could take advantage of your straightforwardness. You could suffer from headaches, cold and cough. Instead of unnecessarily running around, try to stay at home in peace. Pray the Tir Yasht daily.

Lucky Dates: 28, 01, 02, 04.


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

23મી માર્ચ સુધી ચંદ્રની દિનદશા ચાલશે. તમારા કામકાજ પૂરા કરી શકશો. મુસાફરી કરવાનો ચાન્સ છે. તમારા હાથથી કોઈની ભલાઈનું કામ થઈ જશે. નાણાકીય મુશ્કેલી દૂર કરી શકશો. મનથી આનંદી રહેશો સાથે સાથે ઘરવાળાને સુખ શાંતિ આપી શકશો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 27, 28, 03, 05 છે.

The Moon’s rule till 23rd March, helping you to complete all your work efficiently. Travel is on the cards. You will do a good deed for another. You will be able to rise above financial problems. By staying happy and peaceful, you will also give your family members mental peace. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 27, 28, 03, 05.


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

4થી માર્ચ સુધી સુર્યની દિનદશા ચાલશે. માથાનો બોજો ઘટવાની જગ્યાએ વધી જશે. આખોમાં બળતરા થશે. ઘરમાં ઈલેકટ્રીકનો સામાન લેતા નહીં. સરકારી કામમાં સફળતા નહીં મળે. ઉતરતી સુર્યની દિનદશા વડીલવર્ગની તબિયત બગાડી નાખશે. અઠવાડિયાનો છેલ્લો દિવસ શાંતિમાં પસાર કરી શકશો.દરરોજ 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 24, 01, 03, 05 છે.

The Sun’s rule till 4th March could end up increasing your mental tensions. You could suffer from burning eyes. Avoid making any electrical purchases for the house. You might not be successful in your government-related works. The descending rule of the Sun could take a toll on the health of an elderly family member. You will be able to spend the last day of the week in peace. Pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.

Lucky Dates: 24, 01, 03, 05.


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

14મી માર્ચ સુધી શુક્રની દિનદશા ચાલશે. તમારા કામ પૂરા કરવા માટે બીજાની મદદ મળી જશે. ઓપોઝીટ સેકસ સાથેના મતભેદ દૂર કરી શકશો. ખર્ચ પર કાબુ નહી રાખી શકો. પરંતુ નાણાકીય મુશ્કેલી નહીં આવે. જોઈતા નાણા મેળવી લેશો.દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 27, 28, 03, 04 છે.

Venus’ rule till 14th March indicates that you will get help from others to complete your own works. You will be able to clear any misunderstandings with the opposite gender. Though you will not be able to hold down your expenses, there will be no financial strain. You will be able to get all the required finances. Pray to Behram Yazad daily.

Lucky Dates: 27, 28, 03, 04.

Leave a Reply

*