નવરોઝ 2021 – આશા અને નવીકરણની ઉજવણી

ઉત્સવોથી આશા અને આનંદ મળે છે. તેઓ બંધન અને જોડાણ માટેની તકો ખોલે છે. નવરોઝનો વસંત પર્વ કોઈ અપવાદ નથી. તે એક નવો દિવસ (નવ = ન્યુ અને રોજ = દિવસ), નવી શરૂઆત અને એકદમ નવા જીવનનો આરંભ કરે છે.
આશા એ ખૂબ શક્તિશાળી અને સકારાત્મક સાધન છે. તે આપણને અશક્યને હાંસલ કરવાની પ્રેરણા આપે છે અને મુશ્કેલ સમય દરમિયાન આગળ વધવામાં પણ મદદ કરે છે. કેટલીકવાર તમે સાંભળેલું ગીત અથવા તમે વાંચેલું કોઈ પુસ્તક આશા લાવી શકે છે. પરંતુ તે તહેવારો છે જે જીવનમાં આશા લાવે છે, અંધકાર અને નિરાશા વચ્ચે.
ઉત્તરીય ગોળાર્ધમાં, નવરોઝ ઠંડી શિયાળાની ઋતુના અંતનો સંકેત આપે છે અને કુદરત જીવનમાં પાછું ફરે છે વસંત સાથે પોતાને નવીકરણ કરે છે.
આપણે શું કરવાની આશા રાખી શકીએ?
આ છેલ્લાં 12 મહિનાઓ આપણામાંના મોટાભાગના લોકો માટે પડકારજનક હતા અને રોગચાળો હજી પણ આસપાસ છે, અને આપણે ફકત આશા સાથે આગળ વધી રહ્યા છે. આ બ્રહ્માંડના મહાન રહસ્યોને આપણે જાણી શકીએ તેવો કોઈ રસ્તો નથી. સાચું કહું તો, આપણને એ પણ ખબર હોતી નથી કે કોઈ પણ આફત દરમિયાન કેટલાક મરી જાય છે, કેટલાક ખરાબ રીતે વિકલાંગ થઈ જાય છે અને કેટલાક બચી જાય છે. એક જરથોસ્તી તરીકે આપણે દુ:ખ, ગરીબી, રોગ, ભુખને એક અનિષ્ઠતા તરીકે જોઈએ છીએ. એક આશા જ છે જે સંપૂર્ણ વિશ્ર્વમાં પૂર્ણતા લાવી શકે છે.
એક સાચો જરથોસ્તી પુછશે નહીં કે અહુરા મઝદા નિર્દોષોને સજા કેમ આપી રહ્યા છે અથવા માતા સમાન કુદરત શા માટે બદલો લઈ રહી છે? સાચા જરથોસ્તીનો પ્રતિસાદ હશે – હા, આપણને રોગચાળો થયો છે હવે તેનું સમાધાન કેમ કરવું.જેમ કે ભારતના સીરમ ઇન્સ્ટિટ્યૂટના સાયરસ અને આદર પુનાવાલાએ આ જ કર્યું છે – તેઓએ એક પોસાય તેવી રસી વિકસાવી છે જેનાથી જીવન બચાવી શકાશે. ફક્ત રાષ્ટ્રીય નહીં, પણ વૈશ્વિક સ્તરે. તે રોગચાળો માટે સાચે જ જરથોસ્તીનો પ્રતિસાદ છે!
નિરાશા વચ્ચે આશા!
જરથોસ્તી તરીકે, આપણી ફરજ નિરાશાની વચ્ચે આશા લાવવી, પીડા હોય ત્યાં રાહત આપવી અને ખોવાયેલી અથવા નાશ પામેલી બધી બાબતોનું પુનર્ગઠન કરવું છે. હકીકતમાં, આપણા પવિત્ર ગ્રંથો સ્પષ્ટપણે ખાતરી આપે છે કે ફક્ત આશાની પ્રથા દ્વારા જ દુષ્ટતાનો નાશ થશે અને અપૂર્ણતા પર પૂર્ણતા પ્રાપ્ત થશે.
જરથોસ્તીઓ માને છે કે માનવી વ્યક્તિગત અને સામૂહિક સ્તરે કરવામાં આવતી નૈતિક પસંદગીઓ અનુસાર સુખ કે દુ:ખ મેળવે છે. સાસાનીયન સમયમાં તે અહુરા મઝદા (ભગવાન) સારા અને ખૂબ શક્તિશાળી હતા અને અહરીમન અથવા દુષ્ટતા જે અહુરા મઝદાની રચના નહોતી અને સમયના અંતે, સાસાનીયન સમયમાં પણ એક વિચારસરણી ઉભરી આવી. આ વિચારસરણી અનુસાર, અહુરા મઝદાને મૃત્યુ, રોગ, વેદના અથવા દુ:ખ માટે દોષિત ઠેરવી શકાય નહીં.
આદરબાદ માહરેસ્પંદનું શાણપઉં
શાપુર હોરમઝદના (309-379એ ડી.), સમયના માહરેસ્પંદના દીકરા આદરબાદ બીન જે મોબેદાનના મોબેદ અને વડા પ્રધાન હતા. તે મહાન લૌકિક અને આધ્યાત્મિક ડહાપણ ધરાવનાર માણસ હતા. ઘણી વાર, જ્યારે સારા લોકોમાં ખરાબ વસ્તુઓ થાય છે, ત્યારે આપણે ભગવાનને સવાલ કરવાનું શરૂ કરીએ છીએ. આદરબાદ માહરેસ્ંપદે સલાહ આપી છે કે પ્રતિકૂળતા સમયે સંતુષ્ટ રહેવું અને આપત્તિ સમયે ધીરજ રાખવી. જીવન પર વિશ્વાસ ના રાખો, પરંતુ સારા કાર્યોમાં વિશ્વાસ રાખો, તે કહેતા હતા.
જ્યારે આપણા જીવનમાં કંઈક નકારાત્મક થાય છે, ત્યારે આપણે નકારાત્મક વલણ સાથે સકારાત્મક પરિવર્તનની અપેક્ષા રાખી શકીએ નહીં. મુદ્દો એ નથી કે આપણે જીતીએ કે હારીએ પરંતુ આપણે કેવી રીતે લડીએ છીએ અથવા આપણે કેવી રીતે જવાબ આપીશું.
આપણા સકારાત્મક વિચારો, અને દિલાસો આપતા શબ્દો અને આપણા સારા કાર્યો દ્વારા મજબૂત અને ઉત્સાહી જરથોસ્તી ઉભરી શકે છે. ખરેખર, આપણે બધા આશા અને ખુુશહાલીની શરૂઆત કરવામાં ભૂમિકા ભજવી શકીએ છીએ અને બીજું, આશા આપણાં સકારાત્મક વલણ અને ક્રિયાઓથી વસ્તુઓ વધુ સારી બનાવશે.
પ્રાચીન ઝોરાસ્ટ્રિયનનું શાણપણ એ છે કે મૃત્યુ સિવાયની દરેક વસ્તુનો ઉપાય છે, દુષ્ટતા સિવાયની દરેક વસ્તુની આશા છે, બસ સારી વિચારધારા દ્વારા જીવવું!

About - નોશીર એચ.દાદરાવાલા

Leave a Reply

*