માસિના હોસ્પિટલની નવીનતમ એમએચબી 60 અથવા માસિના હાર્ટ બ્રેઇન 60 પ્રિઝર્વેશન પ્રોજેકટ એ ઇમર્જન્સી રિસ્પોન્સ સુવિધા છે જે શંકાસ્પદ હાર્ટ એટેક અથવા સ્ટ્રોકથી પીડાતા દર્દીઓ માટે આરોગ્ય સેવા માટેના કોલ દ્વારા સક્રિય કરવામાં આવે છે. સમર્પિત હેલ્પલાઇન નંબર 9833333611 આ પ્રોજેકટનો મુખ્ય મુદ્દો હશે. આ નંબર પર કોલ કરવાથી ડોકટરની સાથે, સંપૂર્ણ સજ્જ એડવાન્સ લાઇફ સપોર્ટ એમ્બ્યુલન્સ આ ઘટના સ્થળે આવીને દર્દીને આ નંબર પર કોલ કર્યાના એક કલાકમાં માસિના હોસ્પિટલમાં સ્થાનાંતરિત કરશે.
આ પ્રોજેકટની મુખ્ય સુવિધાઓ એક સંપૂર્ણ સજ્જ અદ્યતન કાર્ડિયાક કેર સુવિધા, ન્યુરો આઇસીયુ, કેથ લેબ, સીટી-સ્કેન સેન્ટર ઉપલબ્ધ છે જે વર્ષના 24/7 – 365 દિવસ છે. આ સેવા મુંબઇ શહેરમાં દર્દીની જરૂરિયાતના આધારે બનાવવામાં આવી છે, અને સેવા ક્ષેત્ર કોલાબાથી ચેમ્બુર સુધીનો રહેશે.
દર્દીઓ માટે, હાર્ટ એટેક અથવા સ્ટ્રોકનો ભોગ બન્યાના પ્રથમ કલાકમાં આપવામાં આવતી સારવાર, જેને ગોલ્ડન અવર તરીકે પણ ઓળખવામાં આવે છે, સમયસર જીવન બચાવવા અને નુકસાન નિયંત્રણ ક્રિયાઓ લેવા માટે નિર્ણાયક છે. તાત્કાલિક તબીબી ઉપચારની અસર વ્યક્તિના અસ્તિત્વ પર પડે છે.
આ સમર્પિત નંબરને ઘરે અથવા સાર્વજનિક સ્થળો અથવા ઓફિસો અને તમારા વ્યક્તિગત ફોન્સ પર હાથમાં રાખવાથી, તમે આ તમામ વિલંબને ટાળશો અને જીવન બચાવી શકશો.
જ્યારે ભારત અને મુંબઇ રોગચાળોનો સામનો કરી રહ્યા છે, જ્યારે કોવિડ 19 પછીની અસરો હજુ પૂરી થઈ નથી. જેએમએમએ કાર્ડિયોલોજી મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે કોવિડથી સારા થયેલા 78% દર્દીઓના હૃદયમાં અસામાન્યતા છે જ્યારે 60% લોકોને મ્યોકાર્ડિયલ ઈનફલેમેશન છે. તેમાં અધ્યયનના વિષયોમાં, ટ્રોપોનિસ, રક્ત એન્ઝાઇમનું ઉચ્ચ સ્તર પણ જોવા મળ્યું.
અમે તમને આ નંબર એમએચબી 60 અને હેલ્પલાઇન 9833333611 યાદ રાખવા અને તમારા મોબાઇલ પર સેવ કરવા વિનંતી કરીએ છીએ.
- પટેલ અગિયારીએ179મી સાલગ્રેહની ઉજવણી કરી - 5 October2024
- ભીખા બહેરામ કુવાના 15માં વર્ષની પરંપરાગત ઉજવણી – આવા રોજ પર 180મું જશન અને હમબંદગી – - 5 October2024
- Dadysett Atash Behram Celebrates Salgreh - 5 October2024