હૈદરાબાદના બાઇ માણેકબાઈ એન. ચીનોય અગિયારીના હમબંદગી જૂથે 15 મી ફેબ્રુઆરી, 2021 ના રોજ તેમની પંદરમી વર્ષગાંઠની ઉજવણી કરી. આ જૂથ 2007થી દર સોમવારે, કોઈ વિરામ લીધા વિના હમબંદગીનું આયોજન કરે છે.
અગિયારીમાં હમબંદગીનું સંચાલન એરવદ મહેરનોશ ભરૂચા દ્વારા કરવામાં આવે છે. જે છેલ્લાં પંદર વર્ષથી સંચાલન કરી રહ્યા છે. હમબંદગી પછી, એરવદ ભરૂચાએ જરથુસ્ત્રના ઉપદેશો પર વકતવ્ય આપ્યું. આ પછી ફરીદા આંટીયા દ્વારા પ્રખ્યાત ઝોરાસ્ટ્રિયન હસ્તીઓ તથા સંતો માટેની રમત રમાડવા માટે આવી હતી.
ફરામ દેસાઈનો આભાર કારણ તેમના પ્રયત્નોને લીધે રોગચાળા દરમ્યાન હમબંદગી ઓનલાઈન ઝુમ દ્વારા આજ સુધી ચાલુ રાખવામાં આવી હતી. ઓનલાઈન ઈવેન્ટમાં ભારત અને વિશ્વભરના સારી સંખ્યાના જરથોસ્તીઓ હાજરી આપતા હતા.
પારસી ગીત છૈયે અમે જરથોસ્તી ગીત ગાય, નાસ્તાનો આનદં માણી એક આનંદી સાંજની સમાપ્તી કરી હતી. પીપલ્સ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લિ.ના સૌજન્યથી.
સૌજન્ય: કેરફેગર આંટીયા
- નવરોઝ મુબારક! - 18 March2023
- જમશેદી નવરોઝ એક નવી જાગૃતિ - 18 March2023
- આજની હાઈ-ફાઈ અને વાઈ-ફાઈ જનરેશનને શું ખબર કે 80-90ના જમાનામાં પણ કેવી જાતની કોમ્પ્યુટર ટેકનોલોજીઓ હતી! - 18 March2023