દેશ વિદેશ સહિત વિવિધ દાતાઓના ઉમદા યોગદાનને કારણે મઝગાંવ, મુંબઇમાં સ્થિત પટેલ અગિયારીનું તાજેતરમાં નવીનીકરણ કરવામાં આવ્યું, 20 ફેબ્રુઆરી 2021ના રોજ સવારે જશનની પવિત્ર ક્રિયા કરવામાં આવી હતી અગિયારીના ટ્રસ્ટીઓ, બોમ્બે પારસી પંચાયત (બીપીપી) ના ભૂતપૂર્વ ટ્રસ્ટી શ્રીમતી અરનવાઝ જાલ મિસ્ત્રી અને વર્તમાન બીપીપી ટ્રસ્ટી, નોશીર એચ. દાદરાવાલાએ આ જશનમાં હાજરી આપી હતી.
અગિયારીએ સપ્ટેમ્બર, 2020 માં 175 વર્ષ પૂરા કર્યા હતા અને મરહુમ એરવદ નરીમાન દલાલે પંથકી તરીકે 50 વર્ષ સમર્પિત સેવા આપી હતી. તેમના નિધન પછી, તેમની નિષ્ઠાવાન અને સમાન સમર્પિત પત્ની, બખ્તાવર દલાલ, એરવદ કેરફેગર અને એરવદ ઝુબીન દલાલની સહાયથી અગિયારીનું સંચાલન કરી રહ્યા છે.
Latest posts by PT Reporter (see all)
- પટેલ અગિયારીએ179મી સાલગ્રેહની ઉજવણી કરી - 5 October2024
- ભીખા બહેરામ કુવાના 15માં વર્ષની પરંપરાગત ઉજવણી – આવા રોજ પર 180મું જશન અને હમબંદગી – - 5 October2024
- Dadysett Atash Behram Celebrates Salgreh - 5 October2024