એક્સવાયઝેડ કરાચીના અરદેશીરર્સ એસિસના ફન ઈવેન્ટસ

એકસવાયઝેડના કરાચી પ્રકરણનો આંતરરાષ્ટ્રીય જૂથ અરદેશીરર્સ એસિસ, તેના નવા જૂથોમાંનો એક છે, જે લોકડાઉન દરમિયાન, જુલાઈ 2020માં, થયો હતો. આ નાના પણ ઉત્સાહી જૂથે ટૂંકા ગાળામાં કેટલીક મનોરંજક અને આશ્ચર્યજનક ઘટનાઓનું આયોજન કર્યું છે! ડિસેમ્બર 2020માં, અરદેશીરર્સ એસિસએ ક્રિસ્મસ હેમ્પરનો પ્રોજેકટ હાથ ધર્યો હતો, ક્રિસમસ હેમ્પરમાં મનપસંદ ટ્રીટની વસ્તુઓ ભેટ આપીને તેમના ગ્રેન્ડ પેરેન્ટસ અને વરિષ્ઠ સંબંધીઓ અને પડોશીઓને આશ્ચર્યજનક રીતે ખુશ કર્યા હતા. હાથથી બનાવેલા શુભેચ્છા કાર્ડ અને અંગત વિતરણે સિનિયરોનેે ખુબ ખુશ કર્યા હતા.
કરાચી અને વિદેશમાં વસતા કરાચી જરથોસ્તીઓ વચ્ચે, અરદેશીરર્સ એસિસ મન્થલી ન્યુઝલેટર ઓનલાઈન પણ મોકલે છે. તેમાં બાનુ મંડળ વેબસાઇટ તથા ટીમ એકસવાયઝેડ અને અન્ય ઇન્ટરગ્રુપમાં કરવામાં આવેલ કેટલીક પ્રવૃત્તિઓ ફોટા સાથે મોકલવામાં આવે છે.
27મી માર્ચ, 2021 ના રોજ, 32 બાળકો, 5 સ્વયંસેવકો અને થોડા નિષ્ણાત પતંગ ચગાવનાર પેરેન્ટસોએ એક્સવાયઝેડ બસન્ટ સ્પ્રિંગ ફંડેની ઉજવણી કરી. બસંત એ સ્થાનિક વસંત પર્વ છે જ્યાં લોકો પરંપરાગત રીતે પીળા અને નારંગી રંગના પોશાક પહેરે છે. એક કુંભાર બાળકો સાથે રેઈન્બો રંગની સુંદર કૃતિ બનાવે છે. બાળકોએ પતંગ નમૂનાઓ ડિઝાઇન કરવા અને પતંગ ઉડાવવાની મજા લીધી હતી. ફંડેનો પેરેન્ટસો દ્વારા બનાવેલા સ્વાદિષ્ટ નાસ્તા જમવાની સાથે પૂરો થયો હતો.

Leave a Reply

*