Your Moonsign Janam Rashi This Week –
03rd April – 09th April, 2021

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

શુક્રની દિનદશા ચાલુ હોવાથી ઘરવાળોનો ભરપુર સાથ સહકાર મળીને રહેશે. ઓપોઝીટ સેકસ સાથેના મતભેદ ઓછા થઈ જશે. ધણી ધણીયાણી એકબીજાની વાત ઈશારાથી સમજી જશે. નાણાકીય બાબતમાં સારા સારી રહેશ પણ પૈસા નહીં બચાવી શકશો. તેમ છતાં કોઈની મદદની જરૂરત નહીં પડે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 04, 05, 08, 09 છે.

Venus’ ongoing rule will bring you ample support from family members. Misunderstandings with the opposite gender will decrease. Couples will understand each other without the need for words. Financially, things will be good but you might not be able to save money. Despite that, you will not need external financial help. Pray to Behram Yazad daily.

Lucky Dates: 04, 05, 08, 09.


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

તમને શુક્રની દિનદશા ચાલુ હોવાથી મોજશોખ પાછળ ઘરવાળાને રાજી રાખવા માટે ખર્ચ કરવામાં કોઈ કસર નહીં મુકો. તમારાથી બનશે એટલી બીજાને મદદ કરવામાં આગળ પડતો ભાગ લેશો. જીવન સાથી મેળવવા માંગતા હો તો સારો સમય હોવાથી પસંદગીની વ્યક્તિ મળી રહેશે. કામકાજનો બોજો ઓછો કરી શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુુકનવંતી તા. 03, 04, 06, 07 છે.

Venus’ rule makes you spend lavishly on fun and entertainment for your family members. You will be the first to try and help out another as much as you can. This is an auspicious time for those seeking a life-partner – you will find an ideal mate. You will be able to lessen the work load. Pray to Behram Yazad daily.

Lucky Dates: 03, 04, 06, 07.


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

આજથી તમને શુક્રની દિનદશા શરૂ થયેલી છે. 16મી જુન સુધીમાં તમારા માથા પરનો બોજો ઉતારી દેવામાં સફળ થશો. થોડી મહેનત કરવાથી અધુરા રહેલા કામ ફરી ચાલુ કરી શકશો. રીસાયેલ મીત્ર કે પતિ-પત્નીને મનાવી લેશો. ધનની સારા સારી થતી જશે. આજથી ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુુકનવંતી તા. 05, 06, 07, 08 છે.

Venus’ rule starting today till 16 June will help reduce all your mental worries. A little effort will help you restart your unfinished work project. You will be able to win over your angry friend or spouse. Financial prosperity is indicated. Starting today, pray to Behram Yazad daily.

Lucky Dates: 05, 06, 07, 08.


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

4થી મે સુધી રાહુની દિનદશા તમારા દિવસની ભુખ અને રાતની ઉંઘ બન્ને ઉડાવી દેશે. માથાનો બોજો ઘટવાની જગ્યાએ વધી જશે. રાહુને કારણે કોઈ પાસે ઉધાર પૈસા લેવાનો વખત આવશે. બીજાને મદદ કરતા તમારી હાલત ખરાબ થશે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 03, 04, 06, 07  છે.

Rahu’s rule till 4th May will steal your appetite and your sleep. Instead of decreasing, your mental worries will increase. Rahu’s rule could have you borrowing money from another. Trying to help another will be harmful to you. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 03, 04, 06, 07.


LEO | સિંહ: મ.ટ.

05Leo

21મી એપ્રિલ પહેલા ધર્મ કે ચેરીટીના કામો કરવામાં મુશ્કેલી નહીં આવે. ગુરૂની કૃપાથી જે પણ ધન કમાશો તેમાંથી થોડુ ધન સારા કામ પાછળ ખર્ચ કરી શકશો. ઘરનું વાતાવરણ સારૂં થતું જશે. તમારા અગત્યના કામો પહેલા કરી લેજો. એકસ્ટ્રા ધન કમાઈ શકશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 03, 04, 05, 06 છે.

Till the 21st of April, you will be able to indulge in works of religion and charity. Under Jupiter’s influence you will be able to employ a part of your funds towards philanthropy. The atmosphere at home will improve more. Ensure to complete all your important works. You will be able to earn extra income. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 03, 04, 05, 06.


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

હવે તો તમને દયાળુ ગુરૂની દિનદશા ચાલુ હોવાથી જે પણ કામ હાથમાં લેશો તેને પૂરા કરીને મુકશો. તમારા સેલ્ફોન્ફીડન્સમાં વધારો થશે. સારા ખરાબ માણસોને ઓળખી શકશો. મનને શાંતિ મળે તે માટે પ્રાર્થનામાં વધુ સમય પસાર કરજો. કોઈ સારા સમાચાર મળવાના ચાન્સ છે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા.06, 07, 08, 09 છે.

Under Jupiter’s rule, you will ensure to complete all tasks that you are committed to. Your self-confidence will get a boost. You will be able to distinguish between good and bad people. To get peace of mind, invest more of your time in prayer. Good news is expected. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 06, 07, 08, 09.


LIBRA | તુલા: ર.ત.

07Libra

23મી એપ્રિલ સુધી શનિની દિનદશા ચાલશે. તમારા કામ સમય પર પુરા નહીં કરી શકો. જ્યાં કામ કરતા હશો ત્યાંના લોકો સાથ નહીં આપે તેનું દુ:ખ થશે. શનિ તમને આળસુ બનાવી દેશે. નાણાકીય બાબતમાં ખેચતાણ રહ્યા કરશે. ખોટા ખર્ચથી પરેશાન થશો. ધણી-ધણીયાણીમાં નાની બાબતમાં મતભેદ પડયા કરશે. ભુલ્યા વગર ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 03, 04, 05, 06 છે.

Saturn’s rule till 23rd April might not allow you to complete your work in time. Your colleagues will not be supportive and this could hurt you. Saturn induces lethargy in you. You could feel financially strained. Unnecessary expenses could upset you. Couple could end up squabbling over petty matters. Ensure to pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 03, 04, 05, 06.


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

બુધની દિનદશા ચાલુ હોવાથી તમારા મુશ્કેલીભર્યા કામ સહેલા બનાવશો. થોડી મીઠી જબાન વાપરી તમારા ફસાયેલા નાણા પાછા મેળવી શકશો. આડોશી પાડોશી સાથેના સંબંધોમાં સુધારો થશે. થોડી બચત કરી ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 04, 06, 07, 08 છે.

Mercury’s ongoing rule makes even your difficult tasks easy for you to accomplish. You will be able to retrieve your stuck finances using sweet language. Relations with neighbours will improve. Ensure to save money and make investments. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 04, 06, 07, 08.


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

18મી મે સુધી બુધની દિનદશા ચાલશે તમારી સાથે કામ કરનારનો સાથ મળતો રહેશે. ફેમિલી મેમ્બર સાથે ગેટ ટુ ગેધર થવાથી તેઓ આનંદમાં આવશે. નાણાકીય બાબતમાં ફાયદો થશે. નકામા ખર્ચ પર કાબુ રાખી ઘરવાળાની ડિમાન્ડ પુરી કરી તેમનું દિલ જીતી લેશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 03, 05, 08, 09 છે.

Mercury’s rule till 18th May brings you a lot of support at the workplace. Your family members will relish a get together with happiness. Financially, you will make profits. Keeping control over unnecessary expenses and taking care of your family members, will have you winning them over. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 03, 05, 08, 09.


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

21મી એપ્રિલ સુધી મંગળની દિનદશા ચાલશે. વાહન ચલાવતા હો તો સંભાળીને ચલાવજો. એકસીડન્ટ થવાના ચાન્સ છે. નાની વાતમાં ગુસ્સો આવશે. તમારા દુશ્મનો જાણી જોઈને તમને ગુસ્સો અપાવશે. બને તો આંખ અને કાન ખુલ્લા રાખજો અને ઓછું બોલવાનું રાખજો. દરરોજ ‘તીર યશ્ત’ભણજો.

શુકનવંતી તા. 04, 05, 06, 07 છે.

Mars’ rule till 21st April suggests that you need to be very careful plying your vehicles as you could meet with an accident. You could get enraged over small issues. Your detractors will purposely try to get you angry. Keep your eyes and ears open, but try to speak minimum. Pray the Tir Yasht daily.

Lucky Dates: 04, 05, 06, 07.


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

23મી એપ્રિલ સુધી ચંદ્રની દિનદશા ચાલશે. તમારા અગત્યના કામ પર વધુ ધ્યાન આપીને પુરા કરી શકશો. ઘરવાળા તથા મિત્રોનું દિલ જીતી શકશો. તમારી પાસે મદદ માગવા આવનારની મદદ કરવામાં કોઈ કસર નહીં મૂકો. તમને ગમતી વ્યક્તિને મનની વાત કહી દેજો. ચંદ્ર તમારા મનને સ્થિર બનાવી દેશે. દરરોજ 34મું નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 03, 06, 08, 09 છે.

The Moon’s rule till 23rd April helps you complete your important tasks with great focus. You will win over the hearts of your friends and family members. You will go all out to help those to come to you seeking help. Speak out what’s on your mind to your favourite person. The Moon’s influence brings stability to the mind. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 03, 06, 08, 09.


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

તમારે પહેલા 3 દિવસ જ સુર્યના તાપમાં પસાર કરવાના બાકી છે. 5મી એપ્રિલ સુધી સુર્યની દિનદશા તમને માનસિક રીતે પરેશાન કરશે. 6ઠ્ઠી એપ્રિલથી 50 દિવસ ચંદ્રની દિનદશા તમારા અશાંત મનને શાંત બનાવશે. આંખમાં બળતરાની તકલીફ ઓછી થતી જશે. તમારા ડીસીઝનમાં કોઈ પણ જાતના ચેન્જીસ નહીં કરતા. 96મુ નામ ‘યા રયોમંદ’ સાથે ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 03, 04, 09, 10 છે.

You have 3 days remaining under the rule of the Sun – you will feel mentally tensed till the 5th of April. Starting 6th April, the Moon’s rule for the next 50 days, brings all the needed calmness for your troubled mind. Eye-burns will reduce. Avoid making any changes to your decisions. Pray both – the 96th Name, ‘Ya Rayomand’, along with the 34th Name, ‘Ya Beshtarna’ – 101 times, daily.

Lucky Dates: 03, 04, 09, 10.

Leave a Reply

*