હું છું તમારૂં વહાલુ પારસી ટાઈમ્સ

હું પારસી ટાઈમ્સ, મારી 10મી સાલગ્રેહમાં મારા વાંચકોનું ભાવભીનું વેલકમ! 30મી એપ્રિલ 2011માં હું અસ્ત્વિમાં આવેલું. મારા જન્મદાતા હતા કેરસી રાંદેરિયા. મારા સ્વાગત માટે પારસી ટાઈમ્સમાં કામ કરતા લોકો તૈયાર હતા. એ વખતે મારો લોગો એટલે કે માસ્ટર હેડ બનાવવમાં સરોશ દારૂવાલાએ ભરપુર રસ દેખાડેલો મને હજુ પણ યાદ છે તેવણ મારા માસ્ટર હેડ પણ પારસી પાઘડી પણ પહેરાવેલી.
મારા એડીટર બન્યા ફ્રેયાન ભાઠેના. એમનો સ્વભાવ થોરો ખાટો મીઠો! પણ મને રજૂ કરવામાં ખૂબ મહેનત લીધેેલી એવણે. પહેલા પાના પર ઈરાનશાહ ઉદવાડાનો લેખ હતો. અંદર રાશિ, રતન તાતા, ઈનવેસ્ટમેન્ટ ઘણું જ બધું હતું. ધીરે ધીરે હું વધવા લાગ્યું પછી એમા મરણ, દારા ખોદાયજી, બાગ દોડ, યંગ એન્ડ ફી, ઓલ્ડ એન્ડ વાઈસ, પુરવીન દુબાશની મોઢામાં પાણી આવી જાય તેવી રેસીપીઓ, ધાર્મિક બાબતો, તમે ગોડ અને ગુસ્તાદ તો વાંચ્યું જ હશે. મરહુમ દોરડી સાહેબ ખરેખર એટલું સરસ લખતા કે તેમની કોલમ વાંચતા જાણે આંખની સામે પિકચરની જેમ બધું આવી જતું. પોલાદ બાબાની વાતો તો તમને યાદ છે ને! અને ગુજરાતીમાં મમયજીની મુસાફરી તો તમે સૌએ વાંચી જ હશે. બાગદોડમાં આપણા જેટલા પણ પારસી બાગો છે તેમની માહિતી આવતી. અને આપણા દારા ખોદાયજી ઈરાનના ઈતિહાસ વિશે જણાવતા ફકત તેઓજ નહીં પરંતુ નોશીર દાદરાવાલા પણ પારસી ઈતિહાસ અને ધાર્મિક બાબતોની જાણકારી આપતા! એ વખતની આપરી ખાસ કોલમ હતી ડીયર મમયજીની જેમાં પારસી ધાર્મિક બાબતો માટે સવાલ જવાબ લખાતા! જે વાંચકો ખુબ ગમતા. પારસી સમુદાયમાં મારૂં નામ વધ્યું. લોકો મને વાંચવા લાગ્યા.
તા. 6ઠ્ઠી ફેબ્રુઆરી 2016માં
અમારા એડીટર સાહેબાએ પારસી ટાઈમ્સને છેલ્લુ બાય બાય કહ્યું અને અમારા નવા એડીટર અનાહિતા સુબેદારનું પારસી ટાઈમ્સમાં આગમન થયું. તેમના માટે જણાવવાનું હોય તો તેવન ફકત મીઠ્ઠા જ મીઠ્ઠા. તેઓને બધા પર દયા આવે. બધાને હમેશા મદદ કરવા તત્પર. તેમના આવ્યા પછી મને નવું રૂપ મળ્યું જાણે કે હું હવે મોટું ન થઈ ગયું હોવ. પારસી મરણ, દારા ખોદાયજી, નોશીર દાદરાવાલા રેગ્યુલર ચાલુ રહ્યા. આપણે પારસી એટલે આપણને પશુઓ ખુબ વ્હલા એમા શ્ર્વાન તો આપરી જાન. પહેલા હતું પોવઝ ફોર હગ અને પછી નામ પરયુ પેતપુજા. આપણી શિરીન મર્ચન્ટ આપણા શ્ર્વાનોની જાત જાતની જાણકારી આપે અને તમે
તમારા શ્ર્વાનોની વધુ કાલજી લઈ શકો. અમે સાલગ્રેહ અને નિરંગદીનની ક્રિયા જેવા ધાર્મિક કાર્યક્રમોની તારીખ આપીયે જેનાથી આપરા પારસી જરથોસ્તી સમુદાય તેમાં ભાગ લઈ શકે. પારસી કાર્યક્રમોનો રીપોર્ટ તે કેવી રીતે ઉજવાયા લોકોએ કાર્યક્રમને કેવો માણ્યો તે બધુ જ અમે જણાવતા હોઈએ છીએ. તમને પારસી ટાઈમ્સ વાંચવામાં વધુ મજા આવે તે માટે સ્પર્ધાઓ તો અમે વારંવાર રજૂ કરતા હોઈએ છીએ. અને સાચું કહું તો ભાગ લેનાર એટલા બધા હોય અને કોને ઈનામ આપવું તે પણ નકકી કરવું મુશ્કેલ થઈ જાય કારણ કે બધા જ નવું નવું રજૂ કરતા હોય છે. રૂબી લીલાઉંવાલાની મહેરબાઈ તો બધાને જ ગમતી હશે, હસી હસીને પેટ દુખવા લાગે, જયેશભાઈનું હોરસ્કોપ અને જસવીનું ન્યુમરો ટેરટ તો ઘર ઘરમાં વંચાતું હશે. અને આપણી ખાસ ડેઝી નવદારની ધાર્મિક કોલમને તો આપણે ભુલી જ નહીં શકીયે! જાણે કે આપણે અશોજરથુસ્ત્રના દરબારમાં જ ઉભા હોઈએ. અરે હું આપણી નાનકડી સ્પોર્ટસ રાઈટર બીનાયશા સુરતીને તો ભુલી ગયું. તમને દર અઠવાડિયે સ્પોર્ટની માહિતી વાંચવી તો અવશ્ય જ ગમતી હશે તે નાનકડુ બચ્ચું બધાને ત્યાં જઈ તેમનુંં ઈન્ટરવ્યુ પન લઈ આવે.
ચાલો તો હવે હું રજા લઉં પણ તમે મને વાંચવાનું ભુલશો નહીં. તમારા સજેશનો માટે અમે હમેશા તૈયાર છીએ. અને તમે વાચકવર્ગમાં કોઈ લેખક જન્મે તો તમારી કૃતિ અમને ચોકકસ મોકલશો. અમે તમારૂં લખાણ છાપવા તત્પર હોઈશુ. છેલ્લે બધાને તંદોરસ્તી.

Leave a Reply

*