Your Moonsign Janam Rashi This Week –
01 May – 07 May, 2021

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

પહેલા ત્રણ દિવસ જ સુર્યની દિનદશામાં પસાર કરવાના બાકી છે. કોઈપણ જાતના સહી સિકકાના કામ 4થી પછી કરજો. ઉતરતી સુર્યની દિનદશા તબિયત ખરાબ કરશે. 4થી શરૂ થતી ચંદ્રની દિનદશા તમારા મનને શાંત કરશે. મિત્રોની મદદથી અધુરા કામ પૂરા કરી શકશો. નવા કામની શરૂઆત આવતા અઠવાડિયાથી કરજો. દરરોજ 96મુ નામ ‘યા રયોમંદ’ સાથે ‘યા બેસ્તરના’ 101વાર ભણજો

શુકનવંતી તા. 4, 5, 6, 7 છે.

You have 3 days remaining under the Sun’s rule. You are advised to engage in any government or signature-related work post the 4th of May. The descending rule of the Sun could impact your health. The Moon’s rule starting 4th May will slowly bring you mental peace and calm. You will be able to complete unfinished works with the help of friends. Start any new projects in the next week. Pray both – the 96th Name, ‘Ya Rayomand’, along with the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 4, 5, 6, 7.


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

14મી મે સુધી શુક્રની દિનદશા ચાલશે. ઓપોજીટ સેકસનો ભરપુર સાથ મળશે. ધણી-ધણીયાણીમાં પ્રેમ વધી જશે. જે પણ કામ કરશો તેમાં જશની સાથે ધનલાભ પણ મળશે. તબિયતની ચિંતા ઓછી થશે. ઈનવેસ્ટમેન્ટ કરી શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુુકનવંતી તા. 1, 2, 3, 4 છે.

Venus’ rule till 14th May brings you lots of support from the opposite gender. Affection between couples will blossom. You will receive fame and profits in any endeavour you take up. Concerns about health issues will lessen. You will be able to make investments. Pray to Behram Yazad daily.

Lucky Dates: 1, 2, 3, 4.


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

તમને શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમારા મોજશોખ વધતા જશે. શુક્રની કૃપાથી માન-પાન ઈજ્જત ખુબ મળશે. માથાનો બોજો ઓછો કરવા નાની મુસાફરી કરી શકશો. ફસાયેલા નાણા થોડી ભાગદોડ કરી પાછા મેળવી શકશો. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે.  ‘બેહરામ યઝદ’ની આરાધના કરજો.

શુુકનવંતી તા. 2, 3, 6, 7 છે.

Venus’ ongoing rule keeps increasing your inclinations towards fun and entertainment. You will receive ample appreciation and fame from all around you. To reduce your stress, you will be able to go on a small trip. You will be able to retrieve your stuck finances with a little added effort. Financially, things will continue to get better. Pray to Behram Yazad daily.

Lucky Dates: 2, 3, 6, 7.


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

પહેલા ત્રણ દિવસ રાહુની દિનદશામાં પસાર કરવાના બાકી છે. રાહુની દિનદશા તમને દિવસે તારા બતાવી દેશે. જ્યાંં પણ જશો ત્યાં અશાંતિનું વાતવરણ ઉભુ કરશે. શેર-સટ્ટામાં જતા નહીં. બાકી 4થી મે થી 42 દિવસ માટે શરૂ થતી શુક્રની દિનદશા તમારી ઉતરેલી ગાડીને પાટા પર ચઢાવી દેશે. મનગમતી વ્યક્તિને મળી શકશો. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 1, 4, 5, 7  છે.

You have 3 days remaining under the rule of Rahu. Rahu will make you feel miserable, bringing in chaos wherever you go. Avoid indulging in the share market. Venus’ rule, staring 4th May, for the next 42 days, will bring your life on track again. You will be able to meet a favourite person. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 1, 4, 5, 7.


LEO | સિંહ: મ.ટ.

05Leo

4થી જૂન સુધી રાહુની દિનદશા ચાલશે. તમારા નાના કામમાં પણ મુશ્કેલીઓ આવતી રહેશે. નાણાકીય મુશ્કેલી વધવાથી ખોટા વિચારો આવશે. રાહુ તમારા દિવસની ભૂખ અને રાતની ઉંઘ ઉડાવી દેશે. ઘરવાળા તમારી વાત માનવા તૈયાર નહીં થાય. તબિયતની ખાસ સંભાળ રાખજો. માથાના દુખાવાથી પરેશાન થશો.  દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 5, 6, 7, 8 છે.

Rahu’s rule till 4th June will keep posing challenges in even your small works. Financial stress could lead to negative thoughts. Rahu will rob you of your sleep and appetite. Family members will not be agreeable to your viewpoint. Take special care of your health. You could suffer from headaches. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 5, 6, 7, 8.


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

22મી મે સુધી ગુરૂની દિનદશા ચાલશે. તમારા હાથથી ધર્મના કામો થઈને રહેશે. બીજાના મદદગાર બનશો. કોઈના સાચા સલાહકાર બની તેનું દિલ જીતી લેશો. ઘરવાળાની ડિમાન્ડ પૂરી કરવામાં સફળ થશો. અચાનક ધનલાભ થશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 1, 2, 4, 7 છે.

Jupiter’s rule till 22nd May will have you inclined towards doing religious works. You will prove helpful to others. You will win over the heart of another with your sincere advice. You will be able to cater to the wants of family members. You could receive sudden, unexpected income. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 1, 2, 4, 7.


LIBRA | તુલા: ર.ત.

07Libra

હવે તો તમને ગુરૂની દિનદશા 23મી જૂન સુધી ચાલશે ગુરૂ દરેક બાબતમાં ભરપુર સુખ આપશે. તમને કોઈપણ વસ્તુનો ડર નહી લાગે મનથી ખુબ આનંદમાં રહેશો. ધનનું સુખ મળશે. ગુરૂની કૃપાથી જીવનસાથીનું સુખ ભરપુર મળશે. ઘરમાં નવી ચીજ વસ્તુ વસાવવામાં સફળ થશો. મનને શાંતિ મળશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 3, 4, 5, 6 છે.

Jupiter’s rule till 23rd June will bring you much joy in all areas of your life. There will be no fear in you and you will live in great contentment. You will enjoy the comforts of wealth. With Jupiter’s blessings, your spouse will provide you a lot of contentment. You will be able to install new purchases for the house. You will be at peace mentally. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 3, 4, 5, 6.


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

શનિની દિનદશા ચાલુ હોવાથી નાનામાં નાની વ્યક્તિ તમને પરેશાન કરવામાં કસર નહીં મૂકે. માથાના દુખાવાથી પરેશાન થશો. સરકારી કામમાં મુશ્કેલી આવશે. જયાં પણ કામ કરતા હશો ત્યાં રોજના કામ પુરા કરવામાં ખુબ મુશ્કેલી આવશે. વડીલવર્ગની તબિયત બગડી જવાના ચાન્સ છે. નાણાકીય મુશ્કેલી ઓછી કરવા દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 1, 2, 4, 5 છે.

Saturn’s ongoing rule will have every single person troubling you. You could suffer from headaches. You could face challenges in government related works. You will not be able to complete your daily quote of work at your workplace. The elderly could fall ill. To reduce financial problems, pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 1, 2, 4, 5.


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

18મી મે સુધી બુધની દિનદશા ચાલશે. ગામ-પરગામથી સારા સમાચાર મળશે. જૂની લેતી દેતી પુરી કરવા માટે મિત્રનો સાથ સહકાર મળતો રહેશે. એકસ્ટ્રા કામ કરી વધુ ધન કમાઈ શકશો. નાણાને સારી જગ્યાએ ઈનવેસ્ટમેન્ટ કરજો. લગ્ન કરનારને પોતાની પસંદગીની વ્યક્તિ મળશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 1, 3, 5, 6 છે.

Mercury’s rule till 18th May could bring in good news from abroad. You will receive help from friends in settling old dues. You will be able to earn extra income if you work more. Ensure to invest your money in a profitable place. Those looking to get married will find their ideal life partner. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 1, 3, 5, 6.


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

18મી જૂન સુધી બુધ જેવા મિત્ર ગ્રહની દિનદશા ચાલશે. તમે જેમાં ફાયદો થતો હશે તેવા કામ પહેલા કરશો. જે પણ કમાશો તેમાંથી ઈનવેસ્ટેમન્ટ અવશ્ય કરજો. તમારા ખોટા ખર્ચા પર કાપ મુકી શકશો. નવા મિત્રો મળવાના ચાન્સ છે. મિત્રો તરફથી ફાયદો થશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 2, 3, 4, 5, છે.

Mercury’s rule till 18th June will direct you towards areas of greater profit to you. Ensure to invest a part of your income. You will be able to control your unnecessary expenses. You could make new friends. Friends will prove beneficial. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 2, 3, 4, 5.


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

22મી મે સુધી મંગળની દિનદશા ચાલશે ઘરનું વાતાવરણ સારૂં નહીં રહે. નાનું એકસીડન્ટ થવાના ચાન્સ છે. તમે સીધા ચાલતા હશો તો પાછળથી કોઈ ધકકો મારી તમને પાડી નાખશે. નાની વાતમાં ગુસ્સો આવશે. તબિયતની ખાસ કાળજી લેજો. તાવ તથા માથાના દુખાવાથી પરેશાન થશો. દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 1, 5, 6, 7 છે.

Mars’ rule till 22nd May will spoil the home atmosphere. A small accident is predicted. You could end up getting hurt for no fault of yours. You will get enraged over small matters. Take care of your health. You could suffer from headaches or fever. Pray the Tir Yasht daily.

Lucky Dates: 1, 5, 6, 7.


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

24મી મે સુધી ચંદ્રની દિનદશા ચાલશે નાની મુસાફરી કરી શકશો. મનને મજબૂત બનાવી કામ કરવામાં સફળ થશો. તમે લીધેલા ડીસીઝન ચેન્જ નહીં કરતા. તમારા લીધેલા ડીસીઝનમાં ઘરવાળા મદદગાર થશે. જે પણ કામ કરશો તેમાં સફળતા મળશે. 34મુ નામ ‘યા બેસ્તરના’ 101 વાર ભણજો.

શુકનવંતી તા. 2, 3, 4, 5 છે.

The Moon’s rule till 24th May enables you to have a small trip. You will be successful in new ventures. Do not change the decisions you have already taken. Your family members will help you with these decisions. You will taste success in all endeavours that you undertake. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 2, 3, 4, 5.

Leave a Reply

*