Your Moonsign Janam Rashi This Week –
08 May – 14 May, 2021

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

તમને શીતળ ચંદ્રની દિનદશા શરૂ થયેલી છે. 25મી જૂન સુધીમાં તમને જ્યાંથી શાંતિ મળે તેવા કામ કરશો. નવા કામકાજ મેળવવામાં સફળ થશો. ફેમીલીમાં મતભેદ દૂર કરી શાંતિ લાવવામાં સફળ થશો. પ્રમોશન મલવાના ચાન્સ છે. તમારી બગડેલી તબિયતમાં સુધારો થશે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’  101વાર ભણજો.

શુકનવંતી તા. 9, 10, 14, 15 છે.

The start of the Moon’s rule, leads you towards areas which bring peace, till 25th June. You will be successful in garnering new projects. You will be able to do away with any unrest in the family and bring peace at home. You could be getting a promotion. Your health will improve. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 9, 10, 14, 15.


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

છેલ્લા 6 દિવસ શુક્રની દિનદશામાં પસાર કરવાના બાકી છે. 14મી પહેલા ઓપોજીટ સેકસને આપેલ પ્રોમીશ પૂરા કરી લેજો. 14મીથી સુર્યની દિનદશા તમારા મગજને ફેરવી નાખશે. તમારો સ્વભાવ ચીડીયો બની જશે. વડીલવર્ગની ચિંતા ખૂબ પરેશાન કરશે. ઉતરતી શુક્રની દિનદશા ધનલાભ અપાવતી જશે. તમારા જરૂરી કામો 4થી જૂન પછી કરજો. દરરોજ ‘બહેરામ યઝદ’ની સાથે ‘યા રયોમંદ’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 10, 11, 12, 13 છે.

With the last 6 days remaining under Venus’ rule, ensure to deliver on all the promises you may have made to the opposite gender. The Sun’s rule, starting 14th May will change your temperament, making you easily irritable. Concerns about the elderly could trouble you greatly. The descending rule of Venus will bring you much fortune. Do all your important works only post the 4th of June. Pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times daily, alongside praying to Behram Yazad.

Lucky Dates: 10, 11, 12, 13.


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

13મી જૂન સુધી શુક્રની દિનદશા ચાલશે. તમે જેટલા પૈસા બચાવવાની કોશિશ કરશો. એના કરતા ડબલ ખર્ચ આવી જશે. મોજશોખ તથા અપોઝીટ સેકસ પાછળ ખર્ચ વધી જશે. તમને ગમતી ચીજ વસ્તુ લેવામાં સફળ થશો. જન્મનો ગ્રહ શુક્ર પાવરફુલ હશે તો વાહન પણ લઈ શકશો. ખર્ચ કર્યા બાદ પણ તમને ઉછીના નાણા લેવાનો વખત નહીં આવે. દરરોજ ‘બેહરામ યઝદ’ની આરાધના કરજો.

શુુકનવંતી તા. 8, 9, 14, 15 છે.

Venus’ rule till 13th June ends up making you spend double of what you intended to save! You will spend much money behind fun and entertainment as also for the opposite gender. You will be able to buy your desired purchases. If your Venus is powerful as per your birth-chart, you will be able to purchase a vehicle. Despite your expenses, you will not need to borrow money from others. Pray to Behram Yazad daily.

Lucky Dates: 8, 9, 14, 15.


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

તમને શુક્રની દિનદશા શરૂ થયેલી છે. 16મી જુલાઈ સુધી તમે ખુબ આનંદમાં રહેશો. બાળકો પાછળ ખર્ચ કરી શકશો. જેના સાથે તમારા સંબધો ખરાબ હશે તે વ્યકિત પોતે તમારી સાથે વાત કરવા આવશે. પ્રમોશન મલવાના ચાન્સ છે. માથાનો બોજો જલદી ઓછો કરવા માગતા હો તો દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 8, 10, 11, 12 છે.

The onset of Venus’ rule brings you much joy till the 16th of July. You will be able to spend money on your children. People sharing unpleasant equations with you, will approach you themselves. A promotion is in the cards. To relive your mental tensions, pray to Behram Yazad daily.

Lucky Dates: 8, 10, 11, 12.


LEO | સિંહ: મ.ટ.

05Leo

રાહુની દિનદશા ચાલુ હોવાથી તમે ખોટા વિચારોમાં ખોવાયેલા રહેશો. તમારા અગત્યના કામમાં ધ્યાન નહીં રહે. ખોટા કામ પાછળ સમય અને ધન બન્ને બગાડશો. ધણી-ધણીયાણીમાં મતભેદ પડશે. જ્યાં કામ કરતા હશો ત્યાં સાથે કામ કરનારનો સાથ સહકાર નહીં મળે. તમારા રોકાયેલા પૈસા પાછા મેળવવા માટે ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 11, 12, 13, 14 છે.

Rahu’s ongoing rule keeps you lost in wrongful thoughts. You won’t be able to focus on important tasks. You will end up wasting time and money behind unnecessary works. Squabbles between couples is indicated. Your colleagues will not be supportive of you at the workplace. To retrieve your stuck finances, pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 11, 12, 13, 14.


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

22મી મે સુધી ગુરૂની દિનદશા ચાલશે. મુશ્કેલીભર્યા કામ સહેલાઈથી કરી શકશો. ગામ પરગામ જવાના ચાન્સ છે. ગુરૂની કૃપાથી તબિયતમાં સારા સારી રહેશે. બીજાની મદદ કરી શકશો. લગ્ન કરવા માગતા હશો તો મનપસંદ જીવનસાથી મળી જશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 8, 9, 13, 15 છે.

Jupiter’s rule till 22nd May will enable you to get even the most challenging jobs done with ease. Travel abroad is on the cards. Health will be fine, with Jupiter’s blessings. You will be able to help another. Those looking to get married could meet their ideal life-partners. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 8, 9, 13, 15.


LIBRA | તુલા: ર.ત.

07Libra

ગુરૂની દિનદશા ચાલુ હોવાથી ધણી ધણીયાણીમાં પ્રેમ ખુબ વધી જશે. ઓપોઝીટ સેકસ સાથેના સંબંધમાં સારા સારી થતી જશે. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. ઘરવાળાની ડિમાન્ડ પૂરી કરવાથી ઘરનું વાતાવરણ સારૂં રહેશે અને શાંતિ મળશે. નવા કામ મલવાના ચાન્સ છે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 10, 11, 12, 13 છે.

Jupiter’s rule increases the affection between couples. Relations with those of the opposite gender will improve. Financially things will continue to grow, ensure to make investments. By catering to the wants of family members, there will be a cordial and peaceful atmosphere at home. You could get a new job/venture. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 10, 11, 12, 13.


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

24મી મે સુધી શનિની દિનદશા ચાલશે. તમને નાના કામ પૂરા કરવામાં મુશ્કેલી આવશે. કોઈપણ કામ સમય પર પૂરા નહીં કરી શકો. ખાવાપીવામાં બેદરકાર રહેતા નહીં તબિયત ખરાબ થવાના ચાન્સ છે. તમે આપેલા પ્રોમીશ પૂરા નહીં કરી શકો. સરકારી કામ સંભાળીને કરજો. વડીલવર્ગ સાથે નાની બાબતમાં મતભેદ પડશે. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 8, 9, 12, 14 છે.

Saturn’s rule till 24th May could pose challenges in completing even small tasks. You will not be able to complete any work on time. Pay attention to your diet as this could bring down your health. You might not be able to deliver on your promises. Do any government related work with great caution. You could end up arguing with the elderly over petty matters. Pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 8, 9, 12, 14.


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

18મી મે પહેલા હીસાબી કામો પૂરા કરી લેજો. બુધ્ધિ વાપરી તમારા ફસાયેલા નાણા પાછા મેલવી શકશો. મીઠી જબાન વાપરી સામેવાળા પાસે કામ કરાવી શકશો. થોડી રકમ ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. ઘરમાં જોઈતી ચીજ વસ્તી વસાવી લેજો. ઉતરતી બુધની દિનદશા વધુ ફાયદો અપાવશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 9, 10, 11, 13 છે.

Ensure to complete all financial and accounts-related work before 18th May. You will be able to retrieve your stuck finances by using your intelligence. By using sweet words, you will be able to get work done by others. Ensure to invest some amount from your income. You are advised to make your house purchases. The descending rule of Mercury will leave you in a beneficial position. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 9, 10, 11, 13.


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

તમને બુધની દિનદશા લાંબો સમય ચાલશે. કામમાં પ્રમોશન મળવાના ચાન્સ છે. લાંબા સમય માટે ઈનવેસ્ટમેન્ટ કરવાથી ફાયદામાં રહેશો. જે કામમાં સફળતા નહીં મળે તેવા કામ તમને બુધ નહીં કરવા દે. તમારા મિત્ર મંડળમાં કોઈને સાચો રસ્તો બતાવવામાં સફળ થશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 8, 9, 12, 14 છે.

Mercury will rule you for an extended time period. You could receive promotion at work. Long term investments will prove beneficial. With Mercury’s blessings, you will not be inclined towards doing unsuccessful tasks. You will be able to show the true path to a friend from your group. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 8, 9, 12, 14.


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

22મી મે સુધી મંગળની દિનદશા તમને મનની શાંતિ નહીં આપે. નાની બાબતમાં ગુસ્સો આવી જશે. ધણી-ધણીયાણીમાં મતભેદ પડતા રહેશે. વાહન ચલાવતા હો તો સંભાળીને ચલાવજો. ગામ પરગામ જવાના પ્લાન 22મી પછી બનાવજો. ઉપરીવર્ગ તમારી નાની ભુલ મોટી પહાડ જેવી કરી પરેશાન કરશે. મંગળને શાંત કરવા દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 9, 10, 11, 13 છે.

Mars’ rule till 22nd May will take away your mental peace. You could get angry over small matters. Couples will experience increased squabbles. Operate your vehicles with great care. Make any travel plans only post the 22nd. Senior colleagues will magnify your smallest mistakes and harass you. To pacify Mars, pray the Tir Yasht daily.

Lucky Dates: 9, 10, 11, 13.


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

ચંદ્રની દિનદશા 24મી મે સુધી ચાલશે મનની શાંતિ ખુબ રહેશે. ગામ પરગામથી સારા સમાચાર જાણવા મળશે. બાળકોની ચિંતા ઓછી થતી જશે. જે પણ ડિસીઝન લેશો તે સમજી વિચારીને લેશો.ઘરવાળાને ખુશ રાખવા ધન મન ખોલી વાપરી શકશો. ઘરમાં નવી ચીજ વસ્તુ ખરીદી શકશો. 34મુ નામ ‘યા બેસ્તરના’ 101 વાર ભણજો.

શુકનવંતી તા. 11, 12, 13, 14 છે.

The Moon’s rule till 24th May brings you much mental peace. You will receive good news from abroad. Your worries for the children will reduce. You will make informed and well thought out decisions. You will spend elaborately over family members to keep them happy. You will be able to make new purchases for the house. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 11, 12, 13, 14.

Leave a Reply

*