જીની ડોસા

સામગ્રીઓ: ઢોસાનું ખીરૂ બનાવવા 4 વાટકી ચોખામાં 1 વાટકી અળદની દાળ લઈ તેને ચાર કલાક પલાળી મૂકવી. ચાર કલાક પલાળ્યા પછી તેમાં અર્ધો કપ પોહા મીક્સ કરવા અને બારીક પીસી લેવું અને આખી રાત આથો લાવવા મૂકવું. 1 કપ ઢોસાનું ખીરુ, 1/2 કપ ગાજર, કેપ્સીકમ, ડુંગળી અને કોબીજ.
અન્ય સામગ્રીઓ : 1 ચમચી સાંભાર મસાલો, ચમચી લાલ મરચું પાવડર, 1/2 ચમચી સોયા સોસ, 2 ચમચી ડુંગળી અને બટાટાનું સ્ટફીંગ, 2 ચમચી માખણ, 2 ચમચી ટોમેટો કેચપ, 1 ચમચી મેયોનીસ, નમક સ્વાદ અનુસાર, 1 કયુબ ચીસ, દરેક ઢોસા માટે 2 ચમચી તેલ
રીત: નોન-સ્ટીક તવાને ગેસ પર ગરમ કરી, તવો ગરમ થઇ જાય ત્યારે તેમાં ઢોસાનું ખીરું રેડી બધીજ બાજુ સરખીરીતે ફેલાવી સરસ ઢોસાનો શેપ આપી દો. હવે તેના પર ડુંગળી, ગાજર, કેપ્સીકમ અને કોબીજ મૂકી તેના પર થોડું માખણ લગાઓ. ત્યારબાદ તેના પર બટાટા અને ડુંગળીનું સ્ટફીંગ મુકો.
હવે પર પર થોડો સોયા સોસ, લાલ મરચું પાવડર, નમક, સાંભાર મસાલો, મેયોનીસ, ટોમેટો કેચપ ઉમેરી ચમચીની મદદથી મિક્ષ કરી લો. હવે ગેસ ધીમો કરી, શાકભાજીઓને સરખી રીતેન 1-2 મિનીટ સુધી પકાઓ. જયારે ચીસ ઓગળવા લાગે ત્યારે ત્યારે આખા સ્ટફીંગને ઢોસા પર ફેલાવી, 1-2 મિનીટ સુધી પકાવી, તેને રોલ વાળી દો. પ્લેટમાં નાના પીસ કરી ચીઝ છીણી સર્વ કરો.

Leave a Reply

*