પારસી હેરિટેજનું રક્ષણ – પરઝોર ફાઉન્ડેશન તરફથી એમઓસીની નવસારી મુલાકાત

વર્ષોથી પરઝોર ફાઉન્ડેશન અને સમુદાયના અથાક પ્રયત્નોને ધ્યાનમાં રાખીને, સંસ્કૃતિ મંત્રાલયે નવસારીમાં પુન:સ્થાપના પહેલ તરફ નોંધપાત્ર રસ દાખવ્યો છે. આ અઠવાડિયાની શરૂઆતમાં, નવસારીએ સંગ્રહાલયો અને સાંસ્કૃતિક સ્થાનોના વિકાસ (સીઇઓ-ડીએમસીએસ), મંત્રાલયના સચિવ શ્રી રાઘવેન્દ્ર સિંઘ અને સીઇઓ, જેમણે વડી દરેમહેર, દેબુ બોયઝ હોસ્ટેલ, દાદાભાઇ નૌરોજીનું જુનું નિવાસસ્થાન, પ્રથમ દસ્તુરજી મેહેરજીરાણા પુસ્તકાલય સહિત પારસી વારસા ધરાવતા સ્થળોની મુલાકાત લીધી. પરઝોરના પ્રતિનિધિઓ અને સ્થાનિક સમુદાયના સભ્યો સાથે આ ઐતિહાસિક સ્થળોએ એરવદ ખુરશેદ દસ્તુર, રોહિન કાંગા અને કેરસી દેબુ, સહિતના સંબંધિત ટ્રસ્ટીઓ સાથેની હેરિટેજ વોક પર ગયા હતા અને આગળ વધવાની સંભાવનાઓની ચર્ચા કરી.
જે. એન. ટાટા મ્યુઝિયમ અને નવસારી કોર્ટ (અગાઉ ગાયકવાડ પેલેસ) જે તોડી પાડવાની હસ્તક્ષેપ અને પુન:સ્થાપનાના પ્રસ્તાવ માટે
હાલમાં ચર્ચામાં છે તેના ઝડપી સર્વે બાદ, સિંઘ અને અન્ય સરકારી અધિકારીઓને ડબ્લ્યુઝેડઓ સિનિયર સિટીઝન્સ સેન્ટર ખાતે ઉષ્માભર્યું આવકાર મળ્યો હતો. નવસારીના રહેવાસી, ઇતિહાસકાર અને લેખક – મર્ઝબાન ગ્યારા દ્વારા, તેમની નવી પુસ્તક પ્રોમીનેન્ટ પારસીસ ઓફ નવસારી રજૂ કરી હતી.
એરવદ ફરઝાન આંટિયા, નવાઝ બામજી અને શેરનાઝ દસ્તુરે પાછળથી તોરણ બનાવવાની વિશિષ્ટ પારસી હસ્તકલાઓનું પ્રદર્શન કર્યું, અને સુદરેહ-કસ્તીના ધાર્મિક-સાંસ્કૃતિક પાસા વિશે સમજ આપી.
રાઘવેન્દ્ર સિંઘ અને નવસારી કલેકટર, આદ્રા અગ્રવાલે લાઇબ્રેરીમાં ઝોરાસ્ટ્રિયન ટ્રસ્ટના સભ્યો સાથે વિગતવાર ચર્ચા કરી હતી, જ્યાં પરઝોરે બપોરના પારંપરિક પારસી ભોણુંની વ્યવસ્થા કરી હતી, જે તેઓને ખુબ ગમ્યું હતું. સિંઘ સૂચિત વારસો જાળવણીના પ્રયત્નો તરફ રાજ્ય અને કેન્દ્રીય પર્યટન સંસ્થાઓના સમર્થન માટે આશાવાદી છે.
(વિગતો માટે, મેઇલ:
rfumrigargmail.com)

Leave a Reply

*