વાપીઝે જીવન બચાવનાર ઓકિસજન ક્ધસન્ટેટરર્સ 16 બાગો અને કોલોનીમાં પ્રદાન કર્યા

આજના નિર્ણાયક સમયમાં, જ્યારે આપણો નાનો સમુદાય જીવલેણ કોરોનાવાયરસ સામે ઝઝૂમી રહ્યો છે, આપણે સમયસર સારવારના અભાવને કારણે અથવા હોસ્પિટલના પલંગની ઉપલબ્ધતાના અભાવને કારણે અથવા ઓક્સિજનની અછતને કારણે કોઈના પ્રિયજનના દૈનિક ગુજરવાના દુખદ સમાચાર સાંભળવા મળે છે.
સમુદાયના કલ્યાણની સતત શોધમાં રહેલ, વાપીઝે, તેના સીઈઓ અને સમુદાય સેવાના ગૌરક્ષક – અનાહિતા દેસાઈના નેતૃત્વ હેઠળ, એક પ્રોજેકટ લાવ્યો છે, જે આપણા સમુદાયના સભ્યોનો તાત્કાલિક બચાવ કરશે. આપણા દરેક બાગ અને કોલોનીઓમાં ઓછામાં ઓછું એક ઓક્સિજન ક્ધસન્ટેટર પ્રદાન કરવામાં આવ્યું છે.
ઓક્સિજન ક્ધસન્ટેટરર્સ રૂ.60,000/- થી રૂ. 80,000 મુલ્યનું હોય છે મધ્યમ વર્ગના કુટુંબ માટે ખરીદી કરવી અશક્ય છે. ભાડા પર રૂ. 10,000 / – દિવસે મળી શકે છે જે પણ ખુબ ખર્ચાળ કહેવાય. તેની અનન્ય લાક્ષણિકતાઓને કારણે, આ મશીનો ખરીદવાનું ખૂબ મુશ્કેલ છે.
એક યુવાન યુગલ, કાયરેશ અને શેરી પટેલે લાંબા સમયની મહેનત કરી દાન લાવવામાં અને છેવટે આખા મુંબઇની 16 કોલોનીમાં પહોંચાડવામાં પણ તેમનો મુખ્ય ભાગ છે.
ઓકિસજન ક્ધસન્ટેટરર્સ 16 બાગો અને કોલોનીમાં પ્રદાન કર્યા બાદ કટોકટીના કિસ્સામાં બે ઓકિસજન ક્ધસન્ટેટરર્સ વાપીઝની ઓફિસમાં મૂકવામાં આવ્યા છેજે લોકો પારસીબાગ કે કોલોનીમાં નહીં રહેતા હોય તેઓ માટે. સંપર્ક કરો: 8692988896
ગયા વર્ષે, લોકડાઉન દરમિયાન, અચાનક ખૂબ જ બેરોજગારી થઈ હતી, ખાસ કરીને આર્થિક રીતે વંચિત સમુદાયના સભ્યોમાં, અને તેમના પરિવારોને ગુજારો કરવા મુશ્કેલ બન્યું હતું. વાપીઝ એ પ્રસંગે આગળ વધ્યો અને આજીવિકા મેળવવામાં મદદ માટે લાયક પારસીઓને 28 બ્રાન્ડ ન્યુ સિંગર સીવવાની મશીનો દાનમાં આપી.

વ્યક્તિઓ, ટ્રસ્ટ અને નિગમો તરફથી ઉદાર દાનને લીધે આ પ્રોજેકટ શક્ય બન્યો હતો. વાપીઝના ટ્રસ્ટી – ખોજેસ્તે મિસ્ત્રી અને તેની પત્ની ફિરોઝા એ ભંડોળ એકત્રિત કરવામાં મોટી સહાય કરી. વાપીઝના ટ્રસ્ટી – મેહર પંથકી અને બર્જીસ વાણીયા એ પણ આ પ્રોજેકટની સફળતામાં મોટો ફાળો આપ્યો હતો. કાયરેશ અને શેરી પટેલ વિના આ પ્રોજેકટ શક્ય ન હોત. આ પ્રોજેકટને ફળદ્રુપ બનાવવામાં મદદ કરનારા સૌનો ખૂબ મોટો આભાર.
– અનાહિતા દેસાઈ (સીઇઓ, વાપીઝ)

Leave a Reply

*