જ્યાં લાગણી નો વ્યાપાર થતો હોય ત્યાં ભોળા બનવું એ મુર્ખામી છે!

તમારે ઘેરમાં બેસી મોબાઈલમાં બેલેન્સની કેમ જરૂર પડે છે? રૂસ્તમે પોતાના પપ્પાને કહ્યું.
જાલને ખોટું લાગ્યું. મારી ધણીયાણી ગુલને જ્યારે વાત કરી તો એ પણ મને કહે રૂસ્તમ શુ ખોટું કહે છે આ ઉંમરે ઘેરમાં બેસોની.
અચાનક એક પછી એક પોતાની વ્યક્તિની વાતો સાંભળી જાલને દુ:ખ થયું. ધીરે ધીરે રોજનું થયું હતું. સાંજે વોક પર જાઉં કે દોસ્તો સાથે ચાય પીવી હોય ગાર્ડનમાં બેસીને પંખીઓને ચણ આપવું હોય તો પણ પૈસા માટે ઘરના લોકો દસ સવાલ પૂછતા. ગણી ગણી ને મારા હાથમાં ગુલ પૈસા મુકતી.
મારી ઉંમર 59 વર્ષની, હવે આ ઉંમરે ક્યાં નોકરી કરવા જવી કે ગોતવા જવી?
હું કંઈ જ બોલ્યા વગર મારા બેડ રૂમમાં જતો રીયો બારીમાંથી દેખાતા ખુલ્લા આકાશ સામે જોઈ મે કરેલી મુર્ખાઈને મને યાદ આવી. હું મારા ભૂતકાળમાં ધીરે ધીરે જતો રહ્યો.
લગ્ન થયા ત્યારે શહેરની મોટી કંપનીમાં હું એકાઉન્ટ મેનેજર તરીકે નોકરી કરતો હતો. મારી ગુલ પન એક જગ્યાએ નોકરીમાં લાગી ગઈ. હું મારા મિત્રોની અંદર મારી જાત સૌથી વધારે સુખી ગણવા લાગ્યો.
આ સમય દરમિયાન અમારા ઘરે નાનું મહેમાન આવ્યું. અમે ખુશીથી તેનું નામ રૂસ્તમ રાખ્યું. મને જે તકલીફો પડી તે મારા બાળક ને નઈ થવી જોઈએ તેુવું મેં નકકી કર્યુ. એ વિચારથી શહેરની મોટી કોન્વેન્ટ સ્કુલમાં ફી ની ચિંતા વગર તેનું એડમિશન લીધું.
મારા બાવાજી મને ઘણી વખત કહેતા બેટા આપણે મધ્યમવર્ગીય પરિવારના છીયે જે ખર્ચ કરો એ ભવિષ્યનો વિચાર કરી ને કરવો. રૂપિયા વગરનું ઘડપણ બોજા રૂપ લાગે છે બાળકો સામે હાથ લાંબો કરવો એ મોત બરાબર લાગે છે મારે તો સરકારી નોકરી છે પેન્શન મળે છે તું તારા ભવિષ્ય નો વિચાર કરજે.
બાવાજી અને માયજી આ દુનિયામાં રહ્યા ન હતા પણ તેમના અમૂલ્ય શબ્દો અને સલાહ આજે મને યાદ આવતા હતા. તેમની સલાહ નજરઅંદાજ કરવા બદલ પસ્તાવો અને પરિણામ આજે હું ભોગવી રહ્યો હતો.
રૂસ્તમ ભણવામાં હોશિયાર હતો. એટલે મેં તેને ડોકટર બનાવવાનો નિર્ણય કર્યો.
આ સમય દરમિયાન અમારી કંપનીમાં નુકસાનીમાં હતી મેં ઘરે વાત કરી ભોળો બની કેટલી રકમ મળશે એ પન મેં કહી દીધું.
મારી ધણીયાણી અને રૂસ્તમે કીધું પપ્પા વીઆરએસ લઈ લો. મમ્મી સર્વિસ કરે છે અને હું ડોકટર થઈશ પછી તમને રૂપિયાની કોઈ ચિંતા નહિ રહે. હું આ બન્નેની વાતોમાં આવી ગયો અને વીઆરએસ લઈ ઘરે બેસી ગયો. આ દરમ્યાન રૂસ્તમને ડોકટર બનાવવાના ખર્ચ ને પહોંચી વળવા એક પછી એક મારી ફિક્સ હું તોડવા લાગ્યો. રૂસ્તમ ડોકટર બની ગયો. મારો આ આનંદ લાંબો સમય ન ટક્યો.
રૂસ્તમના લગ્ન થયા. મારી દશા ઘરમાં નાણાં વગર ના નાથીયા જેવી હતી. ઘરમાં મારી કિંમત કોડી જેવી થઈ ગઈ હતી મેં મારા બેડરૂમની ભીત ઉપર લટકાવેલ બાવાજી અને માયજીના ફોટા સામે જોઈ કીધું બાવાજી તમારી વાત યોગ્ય સમયે માની હોત તો હું આજે આટલો લાચાર અને નિ:સહાય બન્યો ન હોત.
હું ભીની આંખે હતાશ મનથી થાકી હિંમત હારી પપ્પાને યાદ કરતા કરતા ઊંઘી ગયો. સ્વપ્નમાં બાવાજીના હાથમાં અમારા મકાનના દસ્તાવેજ હતા. એ મારા હાથમાં મુક્તા બોલ્યા, બેટા તું તારી જાત ને લાચાર કે મજબૂર ક્યારથી સમજવા લાગ્યો?
આ મકાન મેં તારા નામે કરેલું છે જો તારો પરિવાર તારૂં ધ્યાન ન રાખતો હોય, તો વેચી માર. હું ઉભો થઈ બાવાજીના ફોટા ને દીવાલ ઉપરથી ઉતારી છાતી એ લગાવી ખૂબ રડ્યો. બાવાજી, તમે સાચું કહો છો હું આ લોકોના વર્તન વ્યવહારથી થાકી ગયેલો છું તે સમયે તમારી સલાહ ન માની બાવાજી પણ હવે તમારી સલાહ આંખ માથા ઉપર.
મેં મારા આખા ઘર સામે અંદર બહાર નજર કરી ઘર જૂનું હતું પણ 800વારના પ્લોટમાં હતું. બજારની અંદાજિત કિંમત પ્રમાણે ચાર કરોડ રૂપિયાનો હું માલિક હોવા છતાં ભિખારી ની જેમ કેમ ઘરમાં રહેતો હતો.
મારી બેઠક રૂમમાં સોફામાં બેસવાની સ્ટાઇલ બદલાઈ ગઈ હતી રૂસ્તમ અને મારી ધનીયાની સાથે વાત કરવાની રીત પણ મેં બદલી નાખી હતી.
હવે હું પણ તે લોકો સાથે ઉચા અવાજે તેમની ભાષામાં જવાબ આપવા લાગ્યો હતો. મેં કીધું આ બધી ચરબી ચડી ગઇ છે એ તારા બાપે કપડાં કાઢી તને ડોકટરનું ભણાવ્યો એટલે કે સાંભળી લેજો ઘરમાં બધા હવેથી મર્યાદામાં રહી ને મારી સાથે વાત કરજો.
નહિતર, રૂસ્તમ ઉચા અવાજે બોલ્યો. નહિતર તેં કલ્પના પણ નહીં કરી હોય તેવું પરિણામ આવશે. કહી હું મારા રૂમમાં જતો રહ્યો.
મેં એસ્ટેટ બ્રોકર ને ફોન કરી ઘર વેચવાની જાહેરાત આપવા જણાવી દીધું. રવિવારે તો એક પછી એક લોકો મારૂં ઘેર જોવા આવવા લાગ્યા.
રૂસ્તમ અને મારી ધણીયાણી ગુલ કહે આ બધું શું છે?
મેં કીધું એ પ્રશ્ર્ન પૂછવાનો અધિકાર તમે લોકો ગુમાવી ચુકેલા છો, આ મકાન મારૂં છે મેં તેને વેચવાનો નિર્ણય લીધો છે. જો મારે મોબાઈલના બેલેન્સ કરવા માટે પણ તમારા બધા પાસે ભીખ માંગવા ની હોય તો એવું ભિખારી જેવું જીવન હવે મને નથી જોઈતું.
તેઓ મારી સામે લાચાર નજરથી જોવા લાગ્યા. મેં કીધું શરમ આવવી જોઈએ.
એક બાપના આર્થિક માનસિક બલિદાન ને તમે લોકો એ ઘરમાં મજાક બનાવી દીધી. તમે બધા મારા ઘરમાં ભાડે રહો છો. મારે ભાડા પેટે મારા ખાતામાં દર મહિને 35000 રૂપિયા જમા જોઈએ. જો આ શરત મારી તમને મંજુર હોય તો જ આ ઘર વેચવાનો નિર્ણય હું મોકૂફ રાખીશ.
રૂસ્તમ કહે મંજુર છે.
મેં કીધું એક વખત ભોટ બન્યો. બીજી વખત બનવા માંગતો નથી. 35000ના 12 ચેક મને એડવાન્સમાં આપી દો.
રૂસ્તમ કહે તમે બાપ છો કે સોદાગર?
મેં કીધું બેટા એ સવાલ મારે તને કરવાનો હોય. તને શરમ આવવી જોઈએ શહેરમાં ત્રણ ત્રણ ક્લિનિક હોવા છતાં તારો બાપ તારી પાસે મોબાઈલ નું બેલેન્સ કરાવવા ભીખ માંગે.મેં મારૂં બેન્ક બેલેન્સ ફિકસો બધું સાફ કરી તને અહીં સુધી પહોંચાડયો. તને કદી વિચાર પણ ન આવ્યો કે પપ્પાની પાસબુક ખાલી મારા કારણે થઈ છે એ પાસબુક ભરવાની જવાબદારી પણ મારી છે…
સોરી બેટા અત્યાર સુધી લાગણીથી જીવ્યો, હવે મારામાં તાકાત નથી. આટલું બોલી હું મારા બેડરૂમમાં જતો રહ્યો.
રૂમમાં જઈ બાવાજીના ફોટા ને પગે લાગતા. વર્ષો પછી હું હસી પડ્યો.

Leave a Reply

*