Your Moonsign Janam Rashi This Week –
17 July – 23 July, 2021

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

છેલ્લુ અઠવાડિયું મંગળની દિનદશા પસાર કરવાની બાકી છે. ભાઈ બહેન સાથે નાની બાબતમાં મતભેદ થશે. તમે સાચા હોવાછતાં તમારી સચ્ચાઈ કોઈને બતાવી નહીં શકો. ઉતરતી મંગળની દિનદશા તમને માંદગી આપી જશે. વાહન સંભાળીને ચલાવજો. કામ કરવામાં મુશ્કેલી આવશે. આ અઠવાડિયામાં પાકપરવરદેગારનું નામ વધારે લેજો. દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 18, 21, 22, 23 છે.

This is your last week under Mars’ rule. You could have squabbles with your siblings over small matters. Despite being truthful, you will not be able to prove your truthfulness to others. The descending rule of Mars could make you unwell. Ensure to drive or ride your vehicles with caution. You will find challenges in getting your work done. Ensure to take God’s name as often as you can through this week. Pray the Tir Yasht daily.

Lucky Dates: 18, 21, 22, 23.


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

26મી જુલાઈ સુધી ચંદ્રની દિનદશા ચાલશે. મનને શાંત રાખી જે કામ કરશો તેમાં સફળતા મળશે. ઘરવાળાની ડિમાન્ડ પુરી કરવામાં સફળ થશો. ફેમીલી મેમ્બર તમારા સલાહ સુચનો માનશે. જે પણ કામ કરશો તે પૂરા કરશો. તબિયતમાં સુધારો આવશે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 18, 19, 20, 21 છે.

The Moon’s rule till 26th July brings you great success in all endeavours which you pursue with a calm mind. You will be able to cater to the wants of family members. They will be agreeable to your suggestions and advice. You will be able to complete all tasks you have undertaken. Your health is improve. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 18, 19, 20, 21.


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

23મી ઓગસ્ટ સુધી ચંદ્રની દિનદશા ચાલશે. તમે તમારા મગજને સ્થિર રાખીને ડીસીઝન લેવામાં સફળ થશો તમે લીધેલા ડીસીઝનનું રીઝલ્ટ તમારા ધારેલા પ્રમાણે વધારે સારૂં આવશે. મગજનો બોજો ઓછો કરી શકશો. ઈનવેસ્ટમેન્ટ કરી શકશો. મિત્રોનું સુખ વધારે મલશે. 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 18, 19, 20, 21 છે.

The Moon’s rule till 23rd August will help you make decisions with a focused and calm mind. The results of your decisions will supersede your expectations. You will be able to lessen your mental worries. You will be able to make investments. Friends will provide greater happiness. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daiy.

Lucky Dates: 18, 19, 20, 21.


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

6ઠ્ઠી ઓગસ્ટ સુધી સુર્યની દિનદશા ચાલશે. તમારે તબિયતનું ખાસ ધ્યાન આપવું પડશે. ખાસ કરીને માથાના દુ:ખાવાથી પરેશાન થશો. આંખની સામે પડેલી વસ્તુ દેખાશે નહીં. તમારા પાર્ટનર સાથે મતભેદ થશે. મનગમતી વ્યક્તિને મળી નહીં શકો. ઘરનું વાતાવરણ સારૂં નહીં રહે. આજથી 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 20, 21, 22, 23 છે.

The Sun’s rule till 6th August means you will need to pay special attention to your health. You could suffer from headaches. You might be unable to spot the item lying right in front of your eyes. You could have arguments with your partner. You might not be able to meet up with your favourite person. The atmosphere at home might not be cordial. Starting today, pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.

Lucky Dates: 20, 21, 22, 23.


LEO | સિંહ: મ.ટ.

05Leo

તમને શુક્ર જેવા વૈભવ આપનાર ગ્રહની દિનદશા ચાલુ હોવાથી તમારા મોજશોખ વધી જશે. ખર્ચ ઓછો કરવા જતા ખર્ચ ડબલ થઈ જશે. જીવનમાં કોઈ નવી વ્યક્તિ આવવાના ચાન્સ છે. ગામ પરગામ જવાના ચાન્સ છે. તમારી સાથે રહેનારને આનંદમાં રાખવામાં સફળ થશો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 18, 19, 20, 21 છે.

Venus’ rule will have you feeling increasingly inclined towards fun and entertainment. You will end up doubling your expenditures instead of reducing them. But this will not cause any financial strain. A new person will enter your life. You could get an opportunity to travel abroad. You will be able to keep your family members living with you happy. Pray to Behram Yazad daily.

Lucky Dates: 18, 19, 20, 21.


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમે તમારી બુધ્ધિ વાપરી વધુ ધન મેળવવામાં સફળ થશો. તમારા મનની વાત બીજાને સમજાવી શકશો. ઘરમાં કોઈ નવી ચીજ વસ્તુ વસાવી શકશો. મિત્રોની મદદથી તમારા કામમાં સફળતા મેળવી લેશો. નોકરી કરતા હશો તો ધનલાભ સાથે પ્રમોશન મળવાના ચાન્સ છે. ધન બચાવી ઈનેવસ્ટમેન્ટ કરી શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 17, 19, 20, 21 છે.

Venus’ ongoing rule will help you increase your earnings greatly, by using your intelligence. You will be able to communicate your thoughts with others effectively. You will be able to make new purchases for the house. You will taste success in your work, with the support of your friends. Those who are employed, could be in for a promotion or an increase in salary. You will be able to save money and invest the same. Pray to Behram Yazad daily.

Lucky Dates: 17, 19, 20, 21.


LIBRA | તુલા: ર.ત.

07Libra

6ઠ્ઠી ઓગસ્ટ સુધી રાહુની દિનદશા ચાલશે. તમાર કામ પુરા કરવામાં ખુબ મુશ્કેલી આવશે. મોઢા સુધી આવેલો કોડીયો તમારા હાથથી છીનવાઈ જશે. તબિયતની સંભાળ રાખજો ખાવા પીવા પર ધ્યાન આપજો નહીંતો તબિયત ખરાબ થવાના ચાન્સ છે. નાણાકીય મુશ્કેલીથી પરેશાન થશો. દરરોજ ‘મહાબોખ્તારની આએશ’ ભણજો.

શુકનવંતી તા. 18, 20, 21, 23 છે.

Rahu’s rule till 6th August will make it very challenging for you to complete your tasks. You will end up losing those things that were nearly yours to have. Ensure to take care of your health. Pay attention to your diet, else it could result in your health going down. Financial problems will cause worry. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 18, 20, 21, 23.


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

છેલ્લુ અઠવાડિયું ગુરૂની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. કોઈના મદદગાર થઈ તેમની ભલી દુવાઓ મેળવવામાં સફળ થશો. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. તબિયત સારી હોવાથી કામ કરવામાં મુશ્કેલી નહીં આવે. જૂના રોકાણમાંથી ફાયદો મળશે જે ભવિષ્યમાં ખરાબ સમયમાં કામ આવશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 18, 19, 20, 21 છે.

This is the last week under Jupiter’s rule. You will be successful in being helpful to another and gaining their blessings. Financially, you will continue to prosper. Being in good health will help you work more efficiently, without any problem. You will benefit from old investments, which will serve you well in the future, for a rainy day. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 18, 19, 20, 21.


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

ગુરૂ જેવા શુભ ગ્રહની દિનદશા ચાલુ હોવાથી તમારા હાથથી ધર્મના કામો કરી શકશો. નાણાકીય બાબતમાં ધન મેળવવા મુશ્કેલી નહીં આવે. ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. ગામ-પરગામથી મનને આનંદ મળે તેવા સમાચાર મળશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 17, 18, 21, 23 છે.

Jupiter’s ongoing rule will have you inclined towards doing religious works. You will be able to earn income with ease, there will be no financial challenges. Ensure to invest your money. You could receive good news from abroad. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 17, 18, 21, 23.


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

છેલ્લા 10 દિવસ શનિની દિનદશામાં પસાર કરવાના બાકી છે. ઉતરતી શનિની દિનદશાને લીધે તમે ખોટા વિચાર કરશો. નકામા કામો પૂરા કરવામાં સમય બગાડશો. ઘરમાં વડીલવર્ગ સાથે મતભેદ પડશે. તબિયતનું ધ્યાન રાખજો બેકપેઈનથી પરેશાન થશો. દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 19, 20, 21, 22 છે.

You have ten more days under the rule of Saturn. The descending rule of Saturn could fill your head with negative thoughts. You will end up wasting time over unimportant tasks. You could end up having arguments with the elderly at home. Health could go down. You could suffer from backache. Pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 19, 20, 21, 22.


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

પહેલા ત્રણ દિવસમાં તમારી લેતીદેતીના કામ પુરા કરી લેજો. નહીં તો 20મીથી શનિની દિનદશા આવતા 36 દિવસમાં તમને આળસુ બનાવી દેશે. તમારા કામ કરવા માટે તમે સફળ નહીં થાવ. ઉતરતી બુધની દિનદશા તમને બુધ્ધિ વાપરીને ધન કમાવવામાં સફળ કરશે. ત્રણ દિવસમાં મળેલ પૈસા ઘરવાળાને આપી દેજો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 17, 18, 19, 23 છે.

Ensure to complete all your pending transactions related to borrowing or lending money within three days. Ensure to hand over the money you have collected over these three days to your family members for safe-keeping. Saturn’s rule starting from 20th July, for the next 36 days, will have you feeling lethargic. You will not be successful in your ventures. The descending rule of Mercury will help you use your intelligence and earn good income. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 17, 18, 19, 23.


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

20મી ઓગસ્ટ સુધી બુધની દિનદશા ચાલશે તમારા રોજના કામ પુરા કરવામાં મુશ્કેલી નહીં આવે. તમે કરકસર કરી તમારા ધનને સારી જગ્યાએ વાપરવામાં સફળ થશો. જરૂરતમંદ વ્યક્તિને મદદ કરવામાં સફળ થશો. સાથે કામ કરનાર વ્યક્તિનો કામ પૂરા કરવામાં સાથ મલશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 18, 20, 21, 22 છે.

Mercury’s rule till 20th August helps you complete your everyday tasks smoothly. With a little effort, you will be able to employ your funds in a productive and fruitful place. You will be able to help those in need. Your colleagues will help you in completing your work. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 18, 20, 21, 22.

Leave a Reply

*