એક મેજરની ડાયરીમાંથી!

કાશ્મીરના ઘાટમાંથી એક મેજર પોતાની ટુકડી લઈ પગે ચાલીને જતા હતા. હિમવર્ષાના કારણે વાહનો જઈ શકતા નહોતા. તેઓ આમને આમ પાચ છ કલાકથી ચાલી રહ્યા હતા. પૂનમની તે રાત હતી. મેજરને ચહાની તલબ લાગી પણ રાતના બધીજ દુકાનો બંધ હતી.
હે ઈશ્ર્વર કમસે કમ ચા-બિસ્કિટ તો ખાવા મળવા દે, મેજરે ભગવાનને યાદ કરતા કહ્યું. મનમાં ને મનમાં તે ભગવાનનું નામ લેતા હતા. તેમની પાસે કાચુ અનાજ હતું પણ આ હિમવર્ષામાં તે બનાવી શકાય તેમ નહોતુ.
બે કિલોમીટર આગળ ચાલતા એક ચહાની દુકાન દેખાઈ પણ તે બંધ હતી. મનમાં વિચાર ચાલુ હતા. દુકાન તોડી લેવું તે ચોરી હતી. બધાના મોઢા બંધ હતા. પણ અંદરથી એક અવાજ આવ્યો, તાળું તોડો.
તોડો રે તાળુ. એકજ ઝટકામાં તાળુ તોડી નાંખ્યું. દુકાનમાં હતું ચહાનો સામાન, મસાલો, આદુ, કીટલી, સ્ટવ, ચાળીસ પચાસ પાર્લેજી.
એક સૈનિકે ભરપુર મસાલો અને આદુ નાખી ચહા બનાવી. બધાઓએ ચા પીધી. બિસ્કિટો ખાધા અને પાણી પીધું. બધા તરોતાજા થઈ ગયા. બધોજ સામાન ધોઈ લુછી જેમ હતો તેમ મુકી દેજો. આદેશઅનુસાર સાફ સફાઈ થતાં મેજરે હીસાબ કીધો. 2000 હજાર રૂપિયા માલિકને દેખાય તેમ મુકવામાં આવ્યા. અંદર તોડેલા તાળાની પણ
કીંમત હતી. મજલ દરમજલ કરતા ટુકડી તેમના સ્થાને જઈ પહોંચી. હવે ત્રણ મહિના ત્યાંજ રહેવાનું હતું. ત્રણ મહિના
પૂરાં થયા.
ટુકડીએ પોતાની ફરજ સરસ બજાવી હતી. તેમની બદલીની ટુકડી આવી ગઈ અને આ લોકો પોતાના પાછા આવવાના પ્રવાસે નીકળ્યા.
પાછી તે જ ચહાની દુકાન. સાંજ હતી એટલે ખુલ્લી હતી. એક વૃધ્ધ માલીક ગ્રાહકોની રાહ જોતો હતો. ટુકડી અંદર આવી. તે વૃધ્ધ ખુશ થઈ ગયો.
જી સાહેબ,
પચાસ ચહા,
અભી દેતા હું!
ધંધા કૈસે ચલ રહા હૈ?
ભગવાને ડીક ડાક રાખ્યું છે સાહેબ, ભગવાન બધાનો ખ્યાલ રાખે છે!
જ્યારે ભગવાન બધાનો ખ્યાલ રાખે છે તો તું આટલો ગરીબ કેમ? તારી ગરીબી કહી રહી છે કે ભગવાન નથી મેજર થોડા ચિડાઈને બોલ્યા.
નહીં સાહેબ, ભગવાન છે અને મદદ માટે બોલાવતા તે આવી જાય છે! હું તમને સમજાવી શકુ.
કેવી રીતે મેજરે પૂછયું.
ત્રણ મહિના પહેલા પુર્ણિમાના દિવસે અતિરેકોએ મારા દીકરાને પકડી લીધો. તેને કઈ પૂછવા પરંતુ મારા દીકરાને કંઈ ખબર નહોતી. સાહેબ, મારી મારીને અર્ધમુવો કરી નાખેલો, મને બપોરે સમાચાર મળ્યા. હું તરત જ દુકાન બંધ કરી ગામ માટે નીકળી પડેલો. જ્યારે પણ દુકાન બંધ રાખવાની હોય તો હું સામાન મારી સાથે લઈ જતો. પરંતુ તે દિવસે 100 કપ ચહાનો સામાન અને બિસ્કિટો તેમજ મૂકી રાખેલા. દીકરાને દવાખાનામાં ભરતી કીધો. જેટલો હતો તેટલો પૈસો ખર્ચ કર્યો. પંદર દિવસ પછી દીકરો સારો થયો. ખીસામાં એકપણ પૈસો નહોતો. માથા પર 1000નું કર્જ થઈ ગયેલું. દુકાને આવતી વખતે ભગવાને પ્રાર્થના કરી કે 1100નો તો ધંધો થવા દેજો આજે. પણ જોયું તો દુકાનનું તાળું તોડેલું હું રડતો કકડતો અંદર ઘુસ્યો. અને અંદર જઈને જોયું તો ચહાનો સમાના બધોજ પૂરો થઈ ગયેલો. બિસ્કિટો ખતમ થઈ ગયેલી બધી જ વસ્તુઓ ધોઈને જગા પર મૂકેલી અને એક ડબ્બાની નીચે 2000 રૂપિયા મૂકેલા હતા. ભગવાને મારૂં સાંભળ્યું સાહેબ.
મેજરે પૂછયું આમા ભગવાનની મદદ કેવી રીતે?
સાહેબ, દુકાનમાં તાળું હતું. કેટલાક લોકો આગળ જતા રહ્યા હશે. પણ કોય સખત ગરજૂ હશે. જેને ભગવાને તાળું તોડવાની બુધ્ધિ આપી હશે. નહીં તો આરીતે કેમ શક્ય બની શકે. અને ખરેખર તેને ગરજ હશે નહીં તો તે પૈસા કેમ મૂકી ગયો? 1000રૂપિયાનો સામાન લઈ 2000મૂકી ગયો. બોલતા બોલતા વૃધ્ધને હસુ આવી ગયું. ભાગવાન હોય છે સાહેબ!
કેટલા થયા? પચાસ ચહાના અને 50 બિસ્કિટના ટોટલ 750/-
મેજરને તે દિવસના રાતની ભૂખની યાદ આવી. ચા અને ખાવા માટે ભગવાનને યાદ કરેલો પ્રસંગ યાદ આવ્યો. પાકીટમાંથી પૈસા કાઢી તેણે વૃધ્ધને ચુકવ્યા. અને કહ્યું હા, ખરેખર ભગવાન છે, અને તમે જ્યારે તેને સાચા દિલથી યાદ કરસો છો તો તે તમને મદદ કરવા જરૂર આવે છે!

Leave a Reply

*