Your Moonsign Janam Rashi This Week –
07 August – 13 August 2021

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

બુધની દિનદશા ચાલુ હોવાથી તમે તમારા ધનને ખુબ સંભાળીને ખર્ચ કરશો. ખોટા ખર્ચા પર કાપ મુકશો. રીસાયેલી વ્યક્તિને સમજાવી પટાવી પોતાી બનાવી દેશો. નાણાકીય ફાયદા પર તમારી નજર પહેલા જશે. સહી-સિકકાના કામો જલદીથી પૂરા કરી લેજો. કોઈ સારા સમાચાર મળશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 7, 8, 12, 13 છે.

Mercury’s ongoing rule will make you conscious of spending money with care. You will be able to put a control on unnecessary expenses. You will be able to convince and win over someone who has been upset with you. You will gravitate towards areas which are financially profitable. Ensure to complete any legal/formal paper-works that need your signature. You will receive good news. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 7, 8, 12, 13.


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

મંગળ જેવા ઉગ્ર ગ્રહની દિનદશા ચાલુ હોવાથી તમે નાની વાતમાં ખુબ ગરમ થઈ જશો. વિચાર કર્યા વગર બોલવાથી કોઈને ખરાબ લાગી ઝશે. વાહન ચલાવતા હોતો સંભાળીને ચલાવજો. ભાઈ-બહેન તમારી વાત માનશે નહીં તેનું દુ:ખ થશે. તાવ, માથાનો દુખાવો કે હાઈ પ્રેશર જેવી માંદગી આવી શકે છે તેનું ધ્યાન રાખજો. દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 8, 9, 10, 11 છે.

Mars’ ongoing rule make you lose your temper even over petty matters. You could end up offending others if you don’t think before you speak. You are advised to practice great caution while riding/driving your vehicles. You could get hurt by your siblings’ refusal to agree with you. You could suffer from fever, headache or high Blood Pressure – so take care in advance. Pray the Tir Yasht daily.

Lucky Dates: 8, 9, 10, 11.


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

26મી ઓગસ્ટ સુધી ચંદ્રની દિનદશા ચાલશે તમે તમારા રોજના કામ કરવામાં મુશ્કેલી નહીં આવે. એકસ્ટ્રા કામ કરવાથી આવકમાં વધારો થવાના ચાન્સ છે. ગામ-પરગામ જવાના ચાન્સ મળશે. ચંદ્ર તમારા ડીસીઝનમાં ચેન્જ નહીં થવા દે. ધનની ચિંતા નહીં આવે. 34મુ નામ ‘યા બેસ્તરના’ 101 વાર ભણજો.

શુકનવંતી તા. 7, 9, 12, 13 છે.

The Moon’s rule till 26th August will bring smooth sailing in your daily chores. Your income will increase if you work extra. You could get an opportunity to travel abroad. The Moon will not allow you to change your decisions. You will not need to be concerned about finances. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 7, 9, 12, 13.


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

તમને તમારા રાશિના માલિક ચંદ્રની દિનદશા ચાલુ થયેલી છે. 26મી સપ્ટેમ્બર સુધી તમે તમારા ધારેલા કામ પુરા કરવામાં સફળ થશો. સુર્યની દિનદશામાં કોઈ કામમાં અટવાઈ ગયેલા હશો તો ચંદ્ર તમારા કામને સફળ બનાવવા કોઈ મદદગારને મોકલી આપશે. થોડી બચત કરવામાં સફળ થશો. મહેમાનની અવર જવર વધી જશે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 8, 9, 10, 11 છે.

The start of the Moon’s rule till 26th September, helping you complete all the projects you have undertaken. If under the Sun’s influence, any of your projects have been stalled, the Moon’s influence will send you help to smooth things over. You will be able to make investments. You can expect an increase in the number of guests visiting you. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 8, 9, 10, 11 .


LEO | સિંહ: મ.ટ.

05Leo

16મી ઓગસ્ટ સુધી શુક્રની દિનદશા ચાલશે તેથી તમારા મોજશોખ ઓછા કરવામાં સફળ નહીં થાવ. સરકારી કામો પુરા કરી લેજો. અપોઝીટ સેકસની સાથે સારા સારી થતી રહેશે. લેતી-દેતીનાના કામ આ અઠવાડિયામાં પુરા કરી દેજો. ધણી -ધણીયાણીમાં સારા સારી રહેશે. મનની વાત જેને કહેવી હોય તેને કહી દેજો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 7, 10, 12, 13 છે.

Venus’ rule till 16th August will not allow you curb on your inclinations for fun and entertainment. You are advised to prioritize your government-related works. Your relations with the opposite gender will improve. Ensure to complete all your transactions related to financial lending or borrowing. The relationship between couples will blossom. You are advised to speak your mind to the person you wish to share it with. Pray to Behram Yazad daily.

Lucky Dates: 7, 10, 12, 13.


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

તમને તમારી રાશિના માલિક બુધના પરમમિત્ર શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમારા કરેલ કામમાં જશની સાથે ધનલાભ પણ મળશે. અપોઝીટ સેકસનું અટ્રેકશન ખુબ વધી જશે. ઘરમાં કોઈ નવી ચીજ વસ્તુ વસાવવામાં સફળ થશો. નાણાકીય બાબતમાં ઈનવીઝીબલ હેલ્પ મળી જશે. મનગમતો જીવનસાથી મળવાના ચાન્સ છે. હાલમાં ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 8, 9, 11, 13 છે.

Venus’ ongoing rule brings you fame as well as profits in all ventures that you undertake. The attraction towards the opposite gender will increase greatly. You will be able to make house purchases. You will receive anonymous financial help. You could find the life-partner of your choice during this phase. Pray to Behram Yazad daily.

Lucky Dates: 8, 9, 11, 13.


LIBRA | તુલા: ર.ત.

07Libra

તમારી રાશિના માલિક શુક્રની દિનદશા શરૂ થયેલી છે. 70 દિવસની અંદર તમારા અધુરા કામ પુરા કરવામાં સફળ થશોેશુક્રની કૃપાથી આવકમાં વધારો થશે. મોજશોખની પાછળ ખર્ચ વધતો જશે. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. ઓપોઝીટ સેકસનો ભરપુર સાથ મલશે. આજથી દરરોજ ‘બહેરામ યઝદ’ ભણજો.

શુકનવંતી તા. 7, 8, 9, 10 છે.

The start of Venus’ rule over the next 70 days, will help you complete all your unfinished works. There will be an increase in your income, with the blessings of Venus. You will spend increasingly on fun and entertainment. Financially, things will continue to progress. The opposite gender will be very supportive. Starting today, pray to Behram Yazad daily.

Lucky Dates: 7, 8, 9, 10.


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

રાહુની દિનદશા ચાલુ હોવાથી નાની બાબતમાં મુશ્કેલી આવતી રહેશે. તમારા ફસાયેલા નાણા પાછા મેળવવા માટે ભાગદોડ કરતા થાકી જશો. તમારા કરેલા કામમાં તમારા દુશ્મન તમારી નાની ભુલો બતાવી પરેશાન કરશે. પરેશાન થઈ કોઈ પણ ડિસીઝન ઉતાવળમાં લેતા નહીં. દરરોજ ભુલ્યા વગર ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 8, 11, 12, 13 છે.

Rahu’s ongoing rule will pose challenges even in your small tasks. You could get exhausted trying to retrieve your stuck finances. Your detractors will harass you by trying to magnify even your smallest mistakes in your work. You are advised not to take any decisions under pressure or anxiety. Ensure to pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 8, 11, 12, 13


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

ગુરૂની કૃપાથી તમારા નાના મોટા કામ પુરા કરીને રહેશો. જે પણ કામ કરશો તેમાં માન-ઈજ્જત સાથે ધન પણ મેળવી શકશો. બીજાની ભલાઈ કરી તેમની ભલી દુવાઓ મેળવીને રહેશોે. શારિરીક બાબતમાં સારા સારી રહેશે. ઘરવાળાની ડિમાન્ડ પૂરી કરવાથી તેઓ આનંદમાં રહેશે. આજથી દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 7, 9, 10, 12 છે.

With the blessings of Jupiter, you will be able to complete all your tasks – big or small. You will receive ample appreciation, fame as well as profits in all your endeavours. You will receive the blessings of others by helping them. Your physical health will be good. By catering to the wants of your family members, you will find great peace. Starting today, pray the Sarosh Yasht daily.

Lucky Dates: 7, 9, 10, 12.


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

તમને ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમારા મનને આનંદ મળશે તેવા સમાચાર મળશે. ધર્મના કામો કરી શકશો. ફેમીલી મેમ્બરની ડિમાન્ડ પૂરી કરી શકશો. લાંબા સમય માટે રોકાણ કરી શકશો. કામકાજની અંદર નાણાકીય ફાયદો થવાના ચાન્સ છે. દરરોજ ભુલ્યા વગર ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 8, 9, 11, 12 છે.

Jupiter’s ongoing rule will bring you news that will make you happy. You will be able to do religious works. You will be able to cater to the wants of your family members. You will be successful in making long term investments. Financial profits are indicated in your work. Ensure to pray the Sarosh Yasht daily.

Lucky Dates: 8, 9, 11, 12.


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

26મી ઓગસ્ટ સુધી શનિની દિનદશા ચાલશે તમારા રોજબરોજના કામ સારી રીતે નહીં કરી શકો. તમારા ભોળા સ્વભાવનો ફાયદો બીજા ઉપાડશે. નાણાકીય બાબતમાં ખેંચાતણ રહેશે. તમારો ખર્ચ કરવા કોઈ પાસે ઓછીના પૈસા લેવાનો વખત આવશે. દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 7, 10, 11, 12 છે.

Saturn’s rule till 26th August will not allow you to do your daily tasks properly. Others could take advantage of your innocence. Financially, this could be a challenging time. You might have to borrow money from others to make ends meet. Pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 7, 10, 11, 12.


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

છેલ્લા બે અઠવાડિયા સુધી બુધની દિનદશા ચાલશે નાણાકીય લેતી દેતી પહેા પૂરી કરી લેજો. તમારે કોઈ પાસે પૈસા લેવાના હોય તો તમારા નાણા પાછા મેળવી લેજો. મિત્રો તરફથી સાથ સહકાર મેળવી લેશો. ચાલુ કામમાં એકસ્ટ્રા કામ કરવાથી પાયદામાં રહેશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 8, 9, 10, 13 છે.

You will spend the next two weeks under Mercury’s rule. You are advised to complete any financial transactions first. Ensure to first focus on retrieving your money from your debtors. Friends will be supportive. You will financially benefit if you put in extra effort, in your daily tasks. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 8, 9, 10, 13.

Leave a Reply

*