Your Moonsign Janam Rashi This Week –
21 August – 27 August 2021

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

બુધની દિનદશા ચાલુ હોવાથી તમારા રોજ બરોજના કામ સારી રીતે કરી શકશો. બુધ્ધિ વાપરી મુશ્કેલી ભર્યા કામ સહેલા બનાવી શકશો. નાણાકીય બાબતમાં થોડી કરકસર કરી તમારા નાણા સારી જગ્યાએ ઈનવેસ્ટમેન્ટ કરવામાં સફળ થશો. મિત્રો તરફથી ફાયદાની વાત જાણવા મળશે. મનગમતી વ્યક્તિને મળી શકશો. હાલમાં ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 21, 24, 25, 26 છે.

Mercury’s ongoing rule helps you do your daily chores efficiently. You will be able to tackle even the challenging tasks smoothly with the use of your intelligence. With a little bit of effort from your end, you will be able to profitably invest your money. Friends will share information that will be beneficial to you. You will be able to meet with your favourite person. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 21, 24, 25, 26.


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

25મી ઓગસ્ટ સુધી મંગળની દિનદશા ચાલશે. નાની બાબતમાં ગુસ્સામાં આવી જશો. જ્યાં કામ કરતા હશો ત્યાં સાથે કામ કરનાર તમને ઈરીટેટ કરવામાં કોઈ કસર નહીં મૂકે. હાલમાં પડી જવું કે નાની મોટી ઈજા થવાના ચાન્સ છે. સીધા ચાલતા હશો તો પાછળથી કોઈ ધકકો મારશે. મંગળને કારણે ઘરનું વાતાવરણ સારૂં નહીં રહે. ધનની ચિંતા રહેશે. રોજ ‘તીર યશ્ત’ ભણવાનું ભુલતા નહીં.

શકનવંતી તા. 24, 25, 26, 27 છે.

Mars’ rule till 25th August will have you getting angry over petty matters. Your colleagues at the workplace will seem to overly irritate you. You could end up having a fall or a small injury to your body. You could get knocked over by someone even if you’re walking on the straight track. Mars could cause the atmosphere in the house to get unpleasant. Money could be a cause of concern. Ensure to pray the Tir Yasht daily.

Lucky Dates: 24, 25, 26, 27.


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

છેલ્લા 6 દિવસ ચંદ્રની શીતળ છાયામાં પસાર કરવાના બાકી છે. અગત્યના કામ 26મી સુધી પૂરાં કરી લેજો. 27મીથી મંગળની દિનદશા આવતા 28 દિવસમાંં તમારા સ્વભાવમાં ખુબ ચેન્જીસ લાવી દેશે. 27મીથી તમારા લીધેલા ડીસીઝનમાં તમે ક્ધફયુઝ થશો. મંગળ તમારા ખર્ચને વધારી દેશે. આવક ઓછી કરી નાખશે. 26મી પહેલા ઘરવાળાની ડિમાન્ડ પૂરી કરી લેજો. હાલમાં ‘યા બેસ્તરના’ સાથે ‘તીર યશ્ત’ ભણવાનું શરૂ કરી દેજો.

શુકનવંતી તા. 21, 22, 23, 24 છે.

With the last six days remaining under the Moon’s rule, you are advised to get all your important works done by the 26th of August. Mars’ rule, starting from the 27th, for the next 28 days, will impact your behaviour greatly. You could get confused over the decisions you have made. Mars’ influence could cause greater expenditures, and income could reduce. Try to cater to the wants of your family by August 26th. Pray the Tir Yasht, along with praying the 34th Name, ‘Ya Beshtarna’, 101 times daily.

Lucky Dates: 21, 22, 23, 24.


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી નાના લાભો મેળવી તમે આનંદમાં આવી જશો. મનને સ્થિર રાખીને ડીસીઝન લેવામાં સફળ થશો. ગામ પરગામ જવાના ચાન્સ છે. કોઈ સારા સમાચાર જાણવા મળશે. ઘરવાળાની ડિમાન્ડ પૂરી કરતા તેઓ તરફથી પણ માન પાન મળશે. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. મનપસંદ વ્યક્તિ મળવાથી આનંદમાં આવશો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 22, 24, 26, 27 છે.

The ongoing Moon’s rule will bless you with many benefits. You will be able to make decisions with a stable mind. Travel abroad is indicated. You could expect to hear good news. Catering to the wants of your family will earn you their respect and admiration. Financially things will get even better. Meeting a favourite person will bring you much joy. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 22, 24, 26, 27.


LEO | સિંહ: મ.ટ.

05Leo

સુર્યની દિનદશા ચાલુ હોવાથી 6ઠ્ઠી સપ્ટેમ્બર સુધી તમારા મગજને સુર્ય ખુબ તપાવશે. કામકાજની અંદર મન બેચેન રહ્યા કરશે. સરકારી કામો કરતા નહીં. નાણાકીય લેતી દેતી કરતા પહેલા દસવાર વિચાર કરજો. માથાના દુખાવા, તાવ, પ્રેશર, એસીડીટીથી પરેશાન થવા પહેલા ડોકટરની સલાહ અવશ્ય લેજો. 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણવાથી તમારો કોન્ફીડન્સ વધી જશે.

શુકનવંતી તા. 21, 22, 23, 24 છે.

The ongoing Sun’s rule will keep you feeling hot-headed till 6th September. You will not be able to work with a peaceful mind and will feel restless. Avoid doing any government-related works. Think ten times before entering into any transactions which include lending or borrowing money. You are advised to consult with a doctor before letting your fever, headaches, blood pressure or acidity get serious. Praying the 96th Name, ‘Ya Rayomand’, 101 times daily will help raise your confidence.

Lucky Dates: 21, 22, 23, 24.


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમારા અગત્યના કામ જલ્દીથી પૂરા કરી લેજો. તમારા કામ પૂરા કરવામાં માટે કોઈની મદદની જરૂર નહીં પડે. નાણાકીય બાબતમાં મુશ્કેલી નહીં આવે. તમે જેટલો ખર્ચ કરશો તેટલા નાણા મેળવી લેશો. ધણી-ધણીયાણીમાં મતભેદ ઓછા પડશે. ઘરમાં નવી ચીજ વસ્તુ લઈ શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો. તેનાથી મનને શાંતિ મલશે.

શુકનવંતી તા. 23, 24, 25, 26 છે.

Venus’ ongoing rule suggests that you complete your important works quickly. You will not need anyone’s help to complete your work. There will be no financial strain. You will be able to earn as much as you spend. Squabbles between spouses will reduce. You will be able to install new items in your home. Pray to Behram Yazad daily.

Lucky Dates: 23, 24, 25, 26.


LIBRA | તુલા: ર.ત.

07Libra

શુક્ર જેવા ચમકીલા ગ્રહની દિનદશા ચાલુ હોવાથી દરેક બાબતમાં ખુશ રહેશો. જે પણ કામ કરશો તેમાં સફળતા મળશે. કોઈના પર વિશ્ર્વાસ કરશો તે તમારો સાથ આપશે. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. ખર્ચ વધવાથી પણ મુશ્કેલી નહીં આવે. અપોઝીટ સેકસ સાથે સારા સારી થતી જશે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 22, 23, 25, 26 છે.

With the blessings of the auspicious and shining Venus, you will find happiness across all spectrums. You will be successful in all that you do. Those that you trust will support you. Financially, prosperous times lie ahead. Despite an increase in expenses, there will be no financial strain. Your relations with the opposite gender will blossom. Pray to Behram Yazad daily.

Lucky Dates: 22, 23, 25, 26.


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

6ઠ્ઠી સપ્ટેમ્બર સુધી રાહુની દિનદશા ચાલશે તેથી હાલમાં તમે નાની બાબતમાં મુશ્કેલીમાં આવશો. અંગત વ્યક્તિનોે સાથ સહકાર નહીં મળે. બીજાનું ભલું કરવા જતા તમારા કામ ખરાબ થશે. નાણાકીય બાબતમાં સારા સારી નહીં રહેવાથી કોઈ પાસે ઉધાર પૈસા લેવાનો વખત આવશે. હાલમાં દરરોજ ભુલ્યા વગર ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 21, 24, 26, 27 છે.

Rahu’s rule, till 6th September, could land you in trouble over the smallest of issues. Those close to you will not be supportive. Trying to help another will end up spoiling your work. You could face monetary strain and end up having to borrow money from others. Ensure to pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 21, 24, 26, 27.


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

પહેલા ત્રણ દિવસ ગુરૂની દિનદશામાં પસાર કરવાના બાકી છે. ફેમીલીની ડિમાન્ડ પહેલા પૂરી કરી લેજો. બીજાની વાત પર ધ્યાન આપતા નહીં. 24મીથી 42 દિવસ માટે રાહુની દિનદશા તમારા દિવસની ભૂખ અને રાતની ઉંઘ બન્ને ઉડાવી દેશે. બચાવેલ પૈસા જલ્દીથી ખર્ચ થઈ જશે. મિત્રો સાથે સારા સારી રાખજો. હાલમાં ‘સરોશ યશ્ત’ ની સાથે ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 21, 22, 23, 26 છે.

You have 3 days remaining under Jupiter’s rule, so ensure to cater to the wants of your family first. Don’t pay too much attention to the talks of others. Rahu’s rule, starting from 24th August, for the next 42 days, will rob you of your appetite and sleep. Your savings will evaporate quickly. Be cordial with our friends. Along with praying to Sarosh Yasht, also pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 21, 22, 23, 26.


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

24મી સપ્ટેમ્બર સુધી ગુરૂની દિનદશા ચાલશે તેથી તમારા હાથથી ધર્મના કામો થતા રહેશે. બીજાના મદદગાર બની તેમની ભલી દુવા મેળવી શકશો. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. જો તમે શારિરીક બાબતમાં પરેશાન હશો તો તમારી માંદગીને દૂર કરવા માટે સીધા ઉપાય મળી જશે. હાલમાં દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 21, 24, 26, 27 છે.

Jupiter’s ongoing rule will bring you news that Capricorn: Jupiter’s rule till 24th September will have you inadvertently doing religious works. You will be helpful to others and gain their good wishes and blessings. Financially, things will continue to bloom. Those suffering from any physical ailments will find a direct cure to resolve it. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 21, 24, 26, 27.


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

છેલ્લા 6 દિવસ શનિની દિનદશામાં પસાર કરવાના બાકી છે. 26મી સુધી ઘરમાં કોઈ પણ નવી ચીજ વસ્તુ લેવાની ભુલ કરતા નહીં. ઉતરતી શનિની દિનદશા તબિયતને બગાડી નાખશે. વડીલવર્ગ તમારી સાથે નાની બાબતમાં નારાજ થશે. બાકી 27મીથી શરૂ થતી ગુરૂની દિનદશા તમારા કામો સીધા કરવામાં સફળતા આપશે. દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ની સાથે ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 21, 22, 23, 24 છે.

With the last six days remaining under Saturn’s rule, you are advised not to make any purchases for the house before the 26th of August. Saturn’s descending rule could impact your health. The elderly could get upset with you over petty matters. Jupiter’s rule, starting 27th August, will help you gain success in your works. Pray the Sarosh Yasht along with the Moti Haptan Yasht, daily.

Lucky Dates: 21, 22, 23, 24.


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

આજથી 36 દિવસ માટે શનિની દિનદશા શરૂ થયેલી છે. તમને તમારા કામ કરવામાં ખુબ કંટાળો આવશે. શનિને કારણ તમે કોઈ મોટી મુસીબતમાં ફસાઈ ન જાઓ તેનું ધ્યાન રાખજો. હાલમાં તમે બચાવેલી રકમ તમને થોડી શાંતિ જરૂર આપશે. શનિ તમને ઓછો પરેશાન કરે તે માટે દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 23, 25, 26, 27 છે.

Starting today, Saturn rules you for the next 36 days. You might feel a lot of lethargy in doing your work. Ensure to take care that you don’t get yourself into big trouble. Your savings will give you a sense of peace. To placate the challenges of Saturn, pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 23, 25, 26, 27.

 

Leave a Reply

*