Your Moonsign Janam Rashi This Week –
28 August – 03 September 2021

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

20મી સપ્ટેમ્બર સુધી બુધની દિનદશા ચાલશે. તમારી બુધ્ધિ વાપરી મુશ્કેલીભર્યા કામ પણ સહેલા બનાવી દેશો. અટકેલા કામ ફરી ચાલુ કરી શકશો. મીઠી જબાન વાપરી ફસાયેલા નાણા પાછા મેળવી શકશો. મિત્રોના દીલ જીતી લેવામાં સફળ થશો. થોડુ ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. દરરોજ ભુલ્યા વગર ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 31, 1, 2, 3 છે.

Mercury’s rule till 20th September will help make even your difficult and challenging tasks, easy. You will be able to restart your stalled projects. You will be able to retrieve your stuck funds with the use of sweet language. You will be successful in winning over the hearts of your friends. Ensure to invest some of your income. Ensure to pray the Meher Nyaish daily.

Lucky Dates: 31, 1, 2, 3.


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

તમારી બુધની દિનદશા ચાલુ હોવાથી 21મી ઓકટોબર સુધી લેતી-દેતીના કામો સારી રીતે પુરા કરી શકશો. રોજ બરોજના કામમાં ચેન્જીસ આવશેે. બુધ્ધિ વાપરી ધનને સારી રીતે ખર્ચ કરી શકશો. તમારી આપેલી સલાહ કોઈને મોટી મુશ્કેલીમાંથી બચાવી લેશે.સમય પર કામ પુરા થાય તેવા જ કામ લેશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 28, 29, 31, 2 છે.

Mercury’s ongoing rule till 21st October, helps you execute your financial transactions, related to lending and borrowing, effectively. There will be changes in your daily chores. You will be able to spend your funds appropriately by being judicious. Your advice will prove crucial in saving someone from big trouble. Only take on those works of which you are sure of honouring their time commitments. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 28, 29, 31, 2 .


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

24મી સપ્ટેમ્બર સુધી મંગળની દિનદશા ચાલશે તમારો સ્વભાવ ખુબ ચીડીયો થઈ જશે. નાની બાબતમાં ઈરીટેટ થઈ જશો. ગુસ્સા પર કંટ્રોલ નહીં કરી શકો. વધુ ગુસ્સો તમારી તબિયતને બગાડશે. માથાનો દુખાવો અને હાઈ પ્રેશર જેવી માંદગીથી સંભાળજો. તબિયતમાં બેદરકાર રહેતા નહી ડોકટરની સલાહ અવશ્ય લેજો. દરરોજ ‘તીર યશત’ ભણજો.

શુકનવંતી તા. 29, 30, 1, 3 છે.

Mars’ rule till 24th September will make you very irritable. You will get annoyed over petty matters and will not be able to control your anger. Excessive anger will spoil your health. You could suffer from headaches and high blood pressure. Do not take your health lightly and ensure to consult a doctor if needed. Pray the Tir Yasht daily.

Lucky Dates: 29, 30, 1, 3.


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

26મી સપ્ટેમ્બર સુધી તમારી રાશિના માલિક ચંદ્રની દિનદશા ચાલશે. ચંદ્ર તમારા કામમાં સફળતા આપશે. તમારા કામમાં ધન લાભ સાથે જશ પણ મળશે. નાણાકીય બાબતમાં થોડીગણી રકમ ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. ઘરવાળા પોતાના મનની વાત તમને કરી પોતાના મનને આનંદમાં લાવશે. ગામ પરગામ જવાના ચાન્સ મળશે. કોઈ સારા સમાચાર મળવાના ચાન્સ છે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 28, 29, 31, 2 છે.

The Moon’s rule till 26th September bring you success in all your endeavours. You will receive financial benefits as well as fame for your work. Ensure to make financial investments. Family members will be peased after confiding in you. Travel abroad is on the cards. You could expect good news this week. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 28, 29, 31, 2 .


LEO | સિંહ: મ.ટ.

05Leo

6ઠ્ઠી સપ્ટેમ્બર સુધી સુર્યની દિનદશા ચાલશે તમારા માથાનો દુખાવો ઘટવાની જગ્યાએ વધી જશે. સાથે કામ કરનાર કે ફેમીલી મેમ્બર તમારા મગજને ગરમ કરી નાખશે. કામની ચીજવસ્તુ આંખની સામે પડેલી હશો તા પણ તમને નહીં મળે. સરકારી કામો કરતા નહીં. વડીલવર્ગ માટે મતભેદ પડવાના ચાન્સ છે. વડીલવર્ગ સાથે વાતચીત ઓછી કરી નાખજો. દરરોજ 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 28, 29, 30, 1 છે.

The Sun’s rule till 6th September will end up increasing your headache. You could end up getting hot headed with a colleague or a family member. You will not be able to find crucial documents despite these being right in front of your eyes. Avoid doing any government-related works. You could have arguments with the elderly and are advised to reduce your communications with them. Pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times daily .

Lucky Dates: 28, 29, 30, 1.


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

16મી સપ્ટેમ્બર સુધી શુક્રની દિનદશા ચાલશે. તમારા મનની નેક મુરાદ પુરી થઈને રહેશે. બીજાને જે કામ મુશ્કેલીભર્યા લાગશે તે કામો તમે ખુબ સહેલાઈથી કરી લેશો. શુક્રની કૃપાથી ખર્ચ વધી જવા છતાં તમને નાણાકીય તંગી નહીં આવે. બીજાના મદદગાર થશો. ગામ પરગામથી સારા સમાચાર મળવાના ચાન્સ છે. અપોઝીટ સેકસની ડિમાન્ડ પુરી કરી શકશો. શુક્રની વધુ કૃપા મેળવવા માટે રોજ ભુલ્યા વગર ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 30, 31, 2, 3 છે.

Venus’ rule till 16th September makes your sincere wishes come true. You will be able to smoothly do those works which others find challenging. With the grace of Venus, despite an increase in your expenditures, you will not face any financial difficulty. You will be able to help others. You will receive good news from overseas this week. You will be able to cater to the wants of the opposite gender. Pray to Behram Yazad daily.

Lucky Dates: 30, 31, 2, 3.


LIBRA | તુલા: ર.ત.

07Libra

તમારી રાશિના માલીક શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમે લીધેલા ડીસીઝનમાં સફળ થઈને રહેશો. કામકાજમાં સારા સારી થતી જશે. ઘરમાં નવી ચીજ વસ્તુ લેવામાં સફળ થશો. નવા કામકાજ મેળવવામાં સફળ થશો. પ્રેમી કે પ્રેમીકા તરફથી આનદં મળે તેવા સમચાર જાણવા મળશે. થોડી ગણી રકમ સારી જગ્યાએ ઈનવેસ્ટ કરવાનું ભુલતા નહીં. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 28, 29, 30, 1 છે.

Venus’ ongoing rule will bring success unto the decisions made by you. The work situation will continue to improve. You will be able to make purchases for the house. You will be successful in landing new projects and ventures. Your sweetheart will give you good news. Ensure to invest a part of your income. Pray to Behram Yazad daily.

Lucky Dates: 28, 29, 30, 1.


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

6ઠ્ઠી સપ્ટેમ્બર સુધી રાહુની દિનદશા ચાલશે. તબિયતની ખાસ સંભાળ રાખજો. રાતના ઉંઘ નહીં આવે તેનાથી પરેશાન થશો. ઉતરતી રાહુની દિનદશા સેલ્ફકોન્ફીડન્સ હલાવી દેશે. અંગત મિત્રો નારાજ નહીં થાય તે માટે તેમની સાથે ઓછું બોલવાનું કરી નાખજો. કોઈપણ જાતની ચર્ચામાં ઉતરવાથી તમને નુકસાન થશે. દરરોજ ભુલ્યા વગર ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 29, 30, 31, 3 છે.

Rahu’s rule till 6th September suggests that you take extra care of your health. Sleeplessness will upset you. Rahu’s descending rule could end up impacting your self-confidence. To ensure that your close friends do not get upset with you, keep your communications at a minimum. Avoid participating in any rumours as this will prove harmful. Ensure to pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates:29, 30, 31, 3.


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

તમને રાહુની દિનદશા ચાલુ હોવાથી તમારા દરેક કામમાં મુશ્કેલીઓ આવતી રહેશે. સીધા કામ કરવા જશો તો તે ઉલટા થઈ જશે. નાણાકીય બાબતમાં ખોટા ખર્ચા વધી જવાથી ચિંતામાં આવી જશો. રાહુ તમારા વિચારોને નેગેટીવ બનાવી દેશે. કોઈ અગત્યની ચીજ વસ્તુ ગુમાઈ જવાના ચાન્સ છે. રાહુને શાંત કરવા ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 28, 30, 1, 2 છે.

Rahu’s ongoing rule will continue to pose difficulties in all your works. Even simple work will end up topsy-turvy by you. An increase in your unnecessary expenses will become a cause of concern for you. Rahu’s influence will negatively affect your thinking. You could end up misplacing a document/ article of importance. To placate Rahu, pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 28, 30, 1, 2.


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમારા હાથથી ધર્મ કે ચેરીટીના કામો થતા રહેશે. બીજાના મદદગાર બની રહેશો. નાણાકીય બાબતમાં ઈનવીઝીબલ હેલ્પ મળવાના ચાન્સ છે. ફસાયેલા નાણા થોડી મહેનત કરવાથી પાછા મેળવી શકશો. તબિયત બગડેલી હશે તો સુધરવાની ચાલુ થઈ જશે. બને તો શેરમાં ઈનવેસ્ટમેન્ટ કરજો. દરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 29, 30, 31, 3 છે.

Jupiter’s ongoing rule will have you doing work related to charity and religion. You will be able to help others. You will receive anonymous financial help. With a little effort you will be able to retrieve funds which have been stuck. Those will ill-health can expect improvement. Investing in shares would be a good idea. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 29, 30, 31, 3.


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

હવે તો તને ધર્મના દાતા ગુરૂની દિનદશા ચાલુ થયેલી છે. તમારા દરેક કામમાં જશ મળી રહેશે. થોડું કામ કરી મનને આનંદ થશે. ફેમીલી મેમ્બર તરફથી ખુબ સાથ સહકાર મળવાના ચાન્સ છે. તમારી પસંદગીની વ્યક્તિ મળવાના ચાન્સ છે. ગામ પરગામ જવાના ચાન્સ છે. તમારી સાથે મિત્રોને ફાયદો થાય તેવા કામ કરશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાથી મુશ્કેલી આસાન થઈ જશે.

શુકનવંતી તા. 28, 30, 1, 2 છે.

The onset of Jupiter’s rule will bring you fame in all your endeavours. A little work will bring you mental happiness. Family members will be very supportive. You will be able to meet with someone you truly like. Travel abroad is indicated. Your work will also benefit your friends. To ease any difficulties, pray the Sarosh Yasht daily.

Lucky Dates:28, 30, 1, 2 .


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

શનિની દિનદશા ચાલુ હોવાથી તમારા અગત્યના કામ પુરા કરવામાં તમને ખુબ આળસ આવશે. સીધા કામ પણ સીધી રીતે પુરા નહીં કરી શકો. શનિ તમને ડિપ્રેશન નહીં આપી જાય તેનું ધ્યાન રાખજો. ધનની લેતી-દેતી કરતા નહીં. વાહન ચલાવતા હો તો સંભાળીને ચલાવજો. નકામા કામ અને ખોટા ખર્ચાઓથી પરેશાન થઈ જશો. શનિનું નિવારણ કરવા માંગતા હો તો ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 29, 30, 31, 3 છે.

Saturn’s ongoing rule makes you lethargic in trying to get your work done. You will find it difficult to even do the simple tasks properly. Try to not let Saturn’s influence get you depressive. Avoid making any financial transactions. Drive your vehicle with caution. You could end up feeling distraught with unnecessary expenses and futile tasks. To placate Saturn, pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 29, 30, 31, 3 .

 

Leave a Reply

*