Your Moonsign Janam Rashi This Year –
14 August 2021- 12 August 2022

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

આ વરસની શરૂઆતમાં તમારા મગજને શાંત રાખી કામ કરવામાં સફળ થશો. નવા કામ શરૂ કરવા કરતા તમારા ચાલુ કામ પર ધ્યાન આપજો. આ વરસમાં નાણાકીય બાબતમાં સારા સારી રહેશે તથા મિત્રો તરફથી ફાયદો મળતો રહેશે. 13મી એપ્રિલથી 4 થી મે સુધી વડીલવર્ગની તબિયતનું ખાસ ધ્યાન રાખજો. શેર સટ્ટાથી દૂર રહેજો. આ વરસમાં સરકારી કામ કરતા નહીં. આ વરસમાં વાહન ખરીદતા નહીં. પાઈલ્સની માંદગીથી ખાસ સંભાળજો. ખાવાપીવા પર ધ્યાન આપજો. આ વરસમાં લગ્ન કરનાર વ્યક્તિને મનપસંદ જીવનસાથી મેળવવામાં મુશ્કેલી નહીં આવે. આ વરસમાં ‘તીર યશ્ત’ ભણજો.

શુકનવંતા માહ: 1, 3, 4, 6, 7, 9, 11 છે.

The start of the year will enable your mental stability and calm composure to complete your works smoothly. Try to focus on your ongoing projects, as opposed to new ventures. This year will prove to be good for your financial progress. You will stand to gain monetarily with the help of your friends. From 13th April to 4th May, you need to pay special attention to your elderly. Try to avoid investing in the share market this year. Also, you are advised to not try to do any government-related tasks. Avoid purchasing any vehicles. You could suffer from piles and are hence advised to focus on your diet. Those looking to get married this year, will not face any difficulty in finding their life partner. In this year, you are recommended to pray the Tir Yasht daily.

Lucky Months: 1, 3, 4, 6, 7, 9, 11.


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

આ વરસમાં રાહુ તમારી રાશિમાં હોવાથી તમારા કામ કરવામાં મુશ્કેલીઓ આવશે. મુશ્કેલીનો સામનો ધીરજ એને શાંતિથી કરશો તો મુશ્કિલ આસાન કરવામાં સફળ થશો. નાની બાબતોમાં નેગેટીવ બનશો નહીં. 14મી મેથી 4થી જૂન સુધી તમે ડીપ્રેશનમાં જાઓ તે પહેલા તમારી જાતને સંભાળી લેજો.ભાગીદારીના ધંધામાં મુશ્કેલી આવશે. ધણી ધણીયાણીમાં મતભેદ ઓછા થશે. આ વરસમાં વધુ ધાર્મિક બનતા નાણાકીય મુશ્કેલી નહીં આવે. નવું ઘર લેવામાં સફળ થશો. લગ્ન કરનાર વ્યક્તિ લગ્ન કરી શકશે. રાહુને શાંત કરવા ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતા માહ: 2, 3, 5, 6, 8, 10, 12 છે.

Rahu’s presence in your charts this year, could pose challenges in the completion of your works. You will be able to overcome these challenges if you face these with patience and a calm state of mind. Try to not be negative about petty matters. Ensure to take good care of yourself before the onset of the period from 14th May to 4th June, which could have you feeling depressed. Partnerships could pose issues. Squabbles between couples will reduce as the year goes along. Remember to take God’s name through the year – this will save you from financial shortcomings. You could purchase a new house. This is a favourable period for those looking to get married. To placate Rahu in this year, you are recommended to pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Months: 2, 3, 5, 6, 8, 10, 12.


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

આ વરસની અંદર તમારે કરેલ કામનું ફળ જોઈતું હશે તેવું નહીં મળે. પરંતુ ખોટા વિચારો તથા સરકારી કામોથી આ વરસમાં દૂર રહેજો. રાહુ અને શનિને કારણે ધારેલા કામ પુરા નહીં કરી શકો. તમારી અંગત વ્યક્તિ તમારી સાથે ચીટીંગ કરે તે પહેલા તમે ચેતી જજો. શેરસટ્ટાથી આ વરસે દૂર રહેજો. લગ્ન કરવા માગતા હશો તો આ વરસે યોગ નથી. નાણાકીય મુશ્કેલી આ વરસમાં છે તો પૈસા સંભાળી ખર્ચ કરજો. 16મી જૂનથી 5મી જુલાઈ વચ્ચે તબિયતની ખાસ સંભાળ રાખજો. આ વરસમાં સારી વાત એ છે કે ફોરેન જવાના ચાન્સ છે. જન્મભુમિની બહાર સફળતા મેળવશો. રાહુ અને શનિનું નિવારણ કરવા ‘મોટી હપ્તન યશ્ત’ અને ‘મહાબોખ્તારનીઆએશ ભણજો.

શુકનવંતા માહ 1, 4, 5, 7, 8, 11, 12 છે.

This year, you might not be able to get the deserving share of your fruits of labour. Try and stay away from negative thoughts and avoid doing any government-related works. The combined rule of Rahu and Saturn might make it impossible for you to complete your undertaken tasks. Try to be more alert so you do not fall prey to the betrayal of someone close to you. Avoid dabbling in the share markets. This year is not a favourable time for those looking to get married. Ensure to be careful about how you spend your money as financial constraint is predicted. Ensure to take special care of your health during the period from 16th June to 5th July. The good news that this year holds for you is the opportunity to travel abroad. You will be successful outside India. In this year, you are recommended to pray the Moti Haptan Yasht and Mah Bokhtar Nyaish daily to placate Rahu and Saturn.

Lucky Months: 1, 4, 5, 7, 8, 11, 12.


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

આ વરસમાં તમને ધનની કમી નહીં આવે પણ મનની શાંતિ નહીં રહે. ધણી-ધણીયાણીમાં મતભેદ ઓછા થાય તેનું ધ્યાન આપજો. લગ્ન કરવા માગતા હો તો આ વરસમાં વિચાર કરવો યોગ્ય નથી. દરેક કામકાજ શાંતિથી કરજો. પ્રેમમાં હો તો ઓપોઝીટ સેકસ સાથે એડજસ્ટમેન્ટ કરજો. ગામ પરગામ જવાના ચાન્સ મળતા રહેશે. ગુરૂની કૃપાથી નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. 16મી જુલાઈથી 6ઠ્ઠી ઓગસ્ટ સુધી તબિયતની ખાસ કાળજી લેજો. સ્ત્રીઓને પેટ સંબંધી માંદગીથી સંભાળવું પડશે. આ વરસમાં ફેમીલી સાથે વધારે સમય પસાર કરી શકશો. ફેમીલી મતભેદ ઓછા કરવા આ વરસમાં ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતા માહ: 2, 3, 5, 8, 9, 10 છે.

Though there will be no financial shortfall this year, there will not be much mental peace. Ensure to do your bit to reduce arguments with your spouse. Those looking to get married are advised against doing so in this year. Try to do all your work with a peaceful mind. If you are in love, try to be accommodative of the opposite gender. You will get opportunities to travel abroad. Jupiter’s rule will keep you financially strong. Take special care of your health during the period from 16th July to 6th August. Women will need to take care of health issues relating to the stomach. You will be able to spend quality time with your family. To reduce quarrels within the family in this year, pray the Meher Nyaish daily.

Lucky Months: 1, 3, 4, 6, 7, 9, 11.


LEO | સિંહ: મ.ટ.

05Leo

આ વરસમાં તમારા કામધંધાને છોડી બીજી જગ્યાએ નોકરી શોધવા જવાની ભુલ કરતા નહીં. સરકારી કામો આ વરસમાં કરવાનું ટાળજો. ઓપોજીટ સેકસનો સાથ સહકાર સારો હોવાથી કોન્ફીડન્સમાં વધારો થશે. નાણાકીય બાબતમાં આ વરસમાં સારા સારી રહેશે. પરંતુ કોઈને ઉધાર નાણા આપતા નહીં. બને તો લાંબા સમય માટે ઈનવેસ્ટમેન્ટ કરવાથી ફાયદામાં રહેશો. ખર્ચ ઓછો કરવા જતા ડબલ થશે. લગ્ન કરવા માટે આ વરસ સારૂં છે. આ વરસમાં તમે સાંધા તથા માથાના દુખાવાથી પરેશાન થાઓ તે પહેલાજ ઈલાજ કરવાનું શરૂ કરજો. 6ઠ્ઠી સપ્ટેમ્બર સુધી વડીલવર્ગની તબિયતનું ખાસ ધ્યાન આપજો. આ વરસમાં તમે ‘આતશ નીઆએશ’ ભણવાનું રાખજો.

શુકનવંતા મહા: 2, 3, 4, 5, 7, 11, 12 છે.

This year, you are strongly advised not to leave your current job, in search of better prospects. Delay any government-related works to the next year. The support you receive from the opposite gender will help boost your confidence greatly. This year will bring you good financial growth. However, you are advised against lending money to anyone. Long-term investments will prove beneficial. Your expenses will double, despite your efforts to reduce these. This is a good year for getting married. You are advised to take care of your health before the onset of joint-pains and headaches, which are predicted this year. Take good care of the health of your elderly till 6th September. In this year, you are strongly recommended to pray the Aatash Nyaish.

Lucky Months: 2, 3, 4, 5, 7, 11, 12.


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

આ વરસમાં તમે તમારા ધારેલા કામ પૂરા કરવામાં સફળ થશો. તમારી જાત પર વધુ ખર્ચ કરશો. આખા વરસમાં ધન કમાવું સહેલું રહેશે. સોના-ચાંદીમાં આ વરસમાં ઈનવેસ્ટમેન્ટ કરવાથી ફાયદામાં રહેશો. આ વરસમાં સરકારી કામ કરવાથી ફાયદો થશેે. તબિયતમાં સારા સારી રહેશે પણ આંખને સંભાળજો. થોડું એડજસ્ટમેન્ટ કરવાથી આ વરસમાં લગ્ન કરી શકશો. મિત્રોની મદદ મળી રહેશે. ગામ પરગામ જવાના ચાન્સ સારા છે. પ્રેમમાં હો તો આ વરસમાં એડજેસ્ટમેન્ટ કરવાથી સંબંધમાં સારા સારી રહેશે. 16મી સપ્ટેમ્બરથી 6ઠ્ઠી ઓકટોબર વચ્ચે વડીલવર્ગની તબિયતને ખાસ સંભાળજો. આ વરસમાં ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતા માહ: 2, 3, 4, 6, 7, 10, 11 છે.

This year, you will be successful in completing your works, as planned. You will spend lavishly on yourself. You will be able to easily earn money through the year. Investing in gold and silver this year will prove beneficial to you. Government-related works will prove beneficial. Your health will be fine, but you are advised to take care of your eyes. With a little adjustment on your part, you will be able to get married this year. Friends will be helpful. There are good chances for you to travel abroad. If those who are currently in love-relationships make the required adjustments, it will help your relationship to bloom. The health of the elderly will need special attention through the period from 16th September – 6th October. In this year, you are recommended to pray the Meher Nyaish daily.

Lucky Months: 1, 3, 4, 6, 7, 9, 11.


LIBRA | તુલા: ર.ત.

07Libra

આ વરસમાં તમારા ખર્ચ પર કાબુ નહીં રાખી શકો. ઘરમાં નાનો મોટો ખર્ચ કરવો પડશે. ઘર બદલી કરવા માંગતા હશો તો આ વરસમાં શક્ય નથી. સરકારી કામમાં હશો તો પ્રમોશન મળવાના ચાન્સ ઓછા છે. લગ્ન કરનાર વ્યક્તિ લગ્ન કરી શકશે. આ વરસમાં તમારા જૂના કામમાં સફળતા મેળવવામાં મુશ્કેલી આવશે પણ નવા કામમાં સફળતા મળશે. પાર્ટનરશીપમાં કામ કરતા ફાયદો થવાના ચાન્સ છે. ધનલાભ મેળવવા ભાગદોડ કરતા નહીં. શેરમાં ઈનવેસ્ટ કરવાથી ભવિષ્યમાં ફાયદો થશે. તબિયતમાં માથાના દુખાવાથી પરેશાન થશો. આ વરસમાં 17મી ઓકટોબરથી 6ઠ્ઠી નવેમ્બર સુધી વડીલવર્ગની તબિયત સંભાળજો. આ વરસમાં ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતા માહ: 1, 2, 4, 7, 10, 11, 12 છે.

You might not be able to control your expenses this year. You could incur some regular expenditures on the house. It might not be possible to relocate or shift home in this year. Those employed in government agencies may not receive a promotion. Those looking to get married will be able to do so. While this year might not bring in much success for you in your earlier projects, your new projects will surely taste good success. Working in a partnership will yield profits. You will not need to put in extra effort to earn income. Investing in the share market will prove beneficial for your future. You could suffer from headaches. You are advised to take special care of the elderly during the period from 17th October to 6th November. In this year, you are recommended to pray Mah Bokhtar Nyaish daily.

Lucky Months: 1, 2, 4, 7, 10, 11, 12.


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

આ વરસમાં તમને દરેક કામમાં સફળતા મળશે. ધર્મના કામો કરી મનને આનંદ મલશે. ધણી ધણીયાણીમાં મતભેદ ઓછા કરવા શાંત રહેજો. પ્રેમમાં પડેલા લોકોનું વરસ સારૂં જશે. આ વરસમાં નાણાકીય ચિંતા નહીં આવે. ઘરમાં નવી વસ્તુ લેવામાં સફળ થશો. નવા કામ શોધવા કરતા તમારા ચાલુ કામમાં ધ્યાન આપવાથી ધનલાભ અને પ્રમોશન બન્ને મળશે. દેશ-વિદેશ જવાના ચાન્સ પણ છે. તમારા જન્મના ગ્રહો સારા હશે તો વગર માંગ્યે આ વરસે બધું મળી જશે. 16મી નવેમ્બર થી 6ઠ્ઠી ડિસેમ્બર વડીલવર્ગની તબિયત સંભાળજો. સરકારી કામોમાં મુશ્કેલી આવશે. આ વરસમાં ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. આ વરસમાં ‘તીર યશ્ત’ ભણજો મનની શાંતિ વધુ મલશે.

શુકનવંતા માહ 1, 2, 3, 7, 8, 10, 11 છે.

This year brings you success in all your endeavours! Doing religious works will bring you peace of mind. To reduce arguments with your spouse, you are advised to stay calm. This is a good year for those in romantic relationships. There will be no financial worries. You will be able to make new purchases for the home. You are advised to focus on your ongoing work and projects, as opposed to finding new ones, as your current works will bring you both – fame and income. Travel abroad is indicated. You will receive all you desire without having to ask for it, in keeping with the good graces of your planetary positions. Take special care of the health of the elderly from 16th November to 6th December. Government-related works could pose challenges. Ensure to make investments. In this year, you are recommended to pray the Tir Yasht daily, as this will bring you mental peace.

Lucky Months: 1, 2, 3, 7, 8, 10, 11.


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

આ વરસમાં તમારી જાતને સંભાળવાના છે. ખોટા અને નેગેટીવ વિચારથી દૂર રહેશો તેટલા સુખી થશો. કામકાજની અંદર મુશ્કેલી નહીં આવે. તબિયતની ખાસ કાળજી લેજા 14મી ડિસેમ્બરથી 5મી જાન્યુઆરી સુધી તબિયતનું ખાસ ધ્યાન રાખજો. ડાયાબીટીસથી ખાસ સંભાળજો પહેલા જ કાળજી કરજો. ઈઝી ધન મેળવવાની કોશીશ કરતા નહીં. ધણી ધણીયાણીમાં મતભેદ પડતા રહેશે. ઓપોજીટ સેકસની કાળજી લેજો. આ વરસમાં જે પણ મેળવશો તેનો ઉપયોગ બીજા માટે કરશો. પોતાને જોઈતી વસ્તુ મેળવવા માટે મહેનત કરવી પડશે. આ વરસમાં ‘સરોશ યશ્ત’ની સાથે ‘તીર યશ્ત’ પણ ભણજો.

શુકનવંતા માહ 1, 2, 3, 5, 8, 9, 11 છે.

You need to be careful this year. The further you stay away from wrong and negative thoughts, the better it will be for your peace and prosperity. Your career / job will be a smooth run through the year. You are advised to take special care of your health from 14th December to 5th January. You could be prone to Diabetes – so ensure to take the necessary precautions and practice a good diet. Do not try to earn money via short-cuts. Couples could find themselves squabbling often. Be wary and careful with the opposite gender. Your earnings this year would primarily be spent on another. You will need to work hard to purchase things for yourself that you want. In this year, you are recommended to pray the Sarosh Yasht and the Tir Yasht daily.

Lucky Months: 1, 2, 3, 5, 8, 9, 11.


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

આ વરસમાં નાણાકીય મુશ્કેલી નહીં આવે. પરંતુ અપોજીટ સેકસની ચિંતા વધુ રહેશે તેઓની તબિયત ખરાબ થવાના ચાન્સ છે. કામમાં મુશ્કેલી નહીં આવે તથા ગામ-પરગામ જવાના ચાન્સ મળતા રહેશે. બાળકોની ચિંતા થશે. કરેલ કામમો ફાયદો મળશે. લગ્ન કરનાર વ્યક્તિને પોતાની પસંદગીની વ્યક્તિ નહીં મળે. 14મી જાન્યુઆરીથી 5મી ફેબ્રુઆરી સુધી તમારા જીવનસાથીની તબિયત ખરાબ થવાના ચાન્સ છે. તમને આ વરસમાં મોટી માંદગી નહીં આવે. વડીલવર્ગની તબિયતની ચિંતા ઓછી રહેશે. માનસિક રીતે આ વરસમાં સ્ટ્રોગ બનજો. આ વરસમાં તમારા પૈસા ફસાઈ જાય તેવા ચાન્સ છે માટે નાણાકીય લેતીદેતી કરતા નહીં. નવા કામ કરવામાં સફળતા મળશે. આ વરસમાં નાની ‘હપ્તન યશ્ત’ ભણજો.

શુકનંતા માહ 2, 4, 5, 6, 8, 9, 10, 11 છે.

There will be no financial problems this year. You will be worried about someone from the opposite gender; their health could weaken. You will not face any challenges at work. Travel abroad is indicated. You could feel worried about the welfare of your children. Your work will bear profits. Those looking to get married might not be able to meet their ideal partner this year. The health of your life partner could go downhill during the period – 14th January – 5th February. You will not suffer from any major illness this year. The wellbeing of your elderly will pose no concerns. There is a chance that your finances could get stuck, hence you are advised to avoid any transactions related to lending or borrowing money. New ventures will be successful. In this year, you are recommended to pray the Nani Haptan Yasht daily.

Lucky Months: 2, 4, 5, 6, 8, 9, 10, 11.


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

આ વરસમાં પાક પરવરદેગારની કૃપા તમારા પર ખુબ રહેશે. તમારા ધારેલા કામ પૂરા કરવામાં મુશ્કેલી નહીં આવે. લગ્ન કરવા માગતા હો તો આ વરસમાં ચાન્સ છે. તમારી પસંદગીની વ્યક્તિ મળી જશે. પ્રેમમાં પડેલ વ્યક્તિ લગ્ન કરી શકશે. નાણાકીય બાબતમાં આ વરસ સારૂં જશે. 14મી ફેબ્રુઆરીથી 5મી માર્ચ સુધી તબિયતની ખાસ સંભાળ રાખજો. ગુરૂની કૃપા હોવાથી તબિયત ખરાબ થવા પહેલા તમને ખબર પડી જશે. ખોટા ખર્ચા પર કાબુ મેળવશો. બાળકો અને ફેમિલી પાછળ ખર્ચ કરી શકશો. મગજ શાંત રાખી કામ કરી શકશો. આ વરસમાં દેશ વિદેશની યાત્રા કરી શકશોે. આ વરસમાં ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતા માહ: 2, 3, 5, 6, 8, 10, 12 છે.

You will be amply blessed by the universe this year. You will be able to complete your works without difficulties. Those looking to get married could tie the knot this year – you will find the life partner of your choice. Financially, this is a good year for you. You are advised to take special care of your health during the period from 14th February to 5th March. With Jupiter’s blessings, you will get an early indication of any oncoming health issues. You will be able to control your spending on unnecessary expenses; however, you will spend on your children and family. You will be able to work with a peaceful mind. Travel abroad is indicated. In this year, you are recommended to pray the Moti Haptan Yasht daily.

Lucky Months: 2, 3, 5, 6, 8, 10, 12.


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

આ વરસમાં તમારા મનની નેક મુરાદ પૂરી થઈને રહેશે. તમારા હાથથી ધર્મના કામો થઈને રહેશે. ફેમીલી મેમ્બર તથા બાળકોની ચિંતા ઓછી થશે. ખર્ચ કરવા છતાં નાણાકીય મુશ્કેલી નહીં આવે. ભાઈ બહેનના સંબંધોમાં સારા સારી થશે. ઓપોઝીટ સેકસનો ભરપુર સાથ સાથે ફાયદો પણ મળશે. નકામા મિત્રોથી છુટકારો મેળવશો. તબિયતને ખાસ સંભાળજો. 25મી માર્ચથી 4થી એપ્રિલ સુધી વડીલવર્ગની તબિયતનુું ધ્યાન રાખજો. તેમની સાથે મતભેદ થવાના ચાન્સ છે. આ વરસમાં દેશ વિદેશ જવાના ચાન્સ છેે. તમે જો લગ્ન કરવા માંગતા હો તો 2021 પછી લગ્નનો સારો યોગ છે. આ વરસમાં ‘સરોશ યશ્ત‘ ભણજો.

શુકનવંતા માહ: 1, 2, 4, 5, 8, 10, 11, 12 છે.

In this year, all your sincere wishes will come true. You will indulge in religious works. Your concerns for family members and children will reduce. Despite your expenditures, there will be no financial stain. Sibling relationships will blossom. You will receive ample support from the opposite gender, leading to profits. You will cut the cord on fickle friendships. Take special care of your health. You are advised to pay attention to the health of your elderly through the period spanning 25th March to 4th April. You could end up squabbling with them. You will receive opportunities to travel abroad. Those looking to get married are recommended to consider tying the knot after 2021. In this year, you are recommended to pray the Sarosh Yasht daily.

Lucky Months: 1, 2, 4, 5, 8, 10, 11, 12.

Leave a Reply

*