ખોરદદ સાલ અને નવા વર્ષની ઉજવણી માટે સ્વિટરલેન્ડનો પારસી સમુદાય પ્રથમ વખત ભેગા થયો

22મી ઓગસ્ટ, 2021 ના રોજ, આપણા પારસી નવા વર્ષ અને ખોરદાદ સાલની ઉજવણી કરવા માટે, લ્યુસર્ન જેવા મનોહર શહેરના, રેસ્ટોરન્ટ – ગૌર્મઇન્ડિયામાં, સ્વિટરલેન્ડના પારસી જરથોસ્તી સમુદાય બપોરના ક્ધટ્રીબ્યુટરી જમણ માટે ભેગા થયા. સ્વાદિષ્ટ પારસી ભોણા માટે તેઓ બે કલાકથી વધુ ડ્રાઈવર કરી તેઓ સારી સંખ્યામાં જમા થયા. લૌઝેન, સેન્ટ ગેલેન, બેસેલ, ન્યુચેટેલ, એન્જેલબર્ગ અને ઝુરિચના પારસી પરિવારોએ પણ આ મેળાવડાને વધાવ્યો હતો.
લ્યુસર્નમાં ગૌર્મઇન્ડિયામાં, હોમ્યાર અંતાલીયા અને પરિવારની માલિકી ધરાવે છે, જે એન્જેલબર્ગમાં હોટલ પણ ચલાવે છે. તેમની પત્ની – ગુલચેર, પુત્ર – રૂસ્તમ, પુત્રી – મનશની, અને પુત્રવધૂ – ફ્રીયા, ખૂબ મહેનતથી અને મનોરંજક મેનુ ગોઠવ્યું, અને દરેકને મોરા દાર ચાવલ, પ્રોન પાટિયો અને સલી બોટી સહિત સ્વાદિષ્ટ પારસી ભોજન પીરસવામાં આવ્યું.
આ પ્રથમ વખત હતું જ્યારે પારસી સમુદાય સ્વિટરલેન્ડમાં એકત્ર થયો હતો. દરેક વ્યક્તિએ પોતાનો સંપૂર્ણ આનંદ માણ્યો અને ઘરે પાછા ફર્યા!
– ખુશ્નુમ આઇબારા

Leave a Reply

*