સુખ, દુ:ખ સમાન જેવા એટલે શું?

ડોક્ટર સાહેબ ફરામરોઝ સોરાબજી ચીનીવાલા લખે છે કે જયારે અંગ્ર જાય અને સ્પેન્તી આવે, હમેશ્ગી આવે, સુખ દુખ સમાન જેવા લાગે તેવી ગતી આવે, ફીકરના ખોરાક ઉપર તનદરોસ્તી મેળવવાની ગતી આવે, બધુંજ ગમે – બધાંનેહ ચાહું એવી સામાન્ય ગતી આવે, ત્યારે ત્યાં હદ-માંથ્ર યસ્ની ગતીના રથવ્ય દોરો થાય છે (અહુનવદ ગાથા, હા 29, ડો. સાહેબ ફરામરોઝ સોહરાબજી ચીનીવાલા, page 237, 238)

નસ્ત્રબધાંનેહ ચાહુંનસ્ત્ર એટલે શું? શું મારે દીન દુશ્મન અને તારિકતબાઝ ઇન્સાન સાથે સમાન રીતે વર્તવું જોઈએ?
નસ્ત્રસુખ દુખ સમાન જેવાસ્ત્રસ્ત્ર એટલે શું? નસ્ત્રબધુંજ ગમેસ્ત્રસ્ત્ર એટલે શું? એક દિવસ હું તરિકતનું પાલન કરું છું, એક દિવસ હું કરી શકતો નથી, શું મારે બંને દિવસો સમાન ગણવા જોઈએ? તે બંને દિવસો માટે ખુશ રહેવું જોઈએ?
ભૂતકાળના ખરાબ કર્મને કારણે આપણે વિવિધ પરિસ્થિતિઓમાં આવીએ છીએ. જો કોઈ આ મુદ્દાઓ પર થોડો પ્રકાશ પાડી શકે તો તે સારું રહેશે.
અ 1) સુખ દુખ સમાન જેવા એટલે શું?
અ 1) રઝામંદીવાળો હોવાથી એટલે જે કઈ પડે તેને ખુશીથી ખમનાર હોવાથી, બદીની ગતીના મારને ખુશીથી ખમે છે, એમ અહુરા તરફ તાબેદારી બજાવે છે, જેથી તાબેદારીની અનંત શક્તિ સરોશ તેને બચાવીને અષોઈનો ખોરાક પુરો પાડે છે. ત્યારે રઝામંદી રાખ્યાથી એટલે દુખોને ખુશીથી સહન કીધાથી દુખો તોડવાની શક્તિ આવે છે….. (1)
બાઈ મીરાં કહે પ્રભુ ગીરીધરના ગુણ,
સુખ-દુ:ખ સર્વ સહીએ,
હે આપણે ચિઠ્ઠીના ચાકર છૈએ,
ઓધવજી; રામ રાખે તેમ રહીએ. (2)
Be grateful for whatever comes. because each has been sentas a guide from beyond. (3)
References:
(1) ખોરદેહ અવસ્તા બા ક્ષ્નુમ તાવીલસ્ત્રસ્ત્ર, ડો. સાહેબ ફરામરોઝ સોરાબજી ચીનીવાલા, પાનું 479, 480 (footnote)
(2) Meera Bai
(3) The Guest House
By Jelaluddin Rumi, translation by Coleman Barks.

ચ2) બધુંજ ગમે એટલે શું? શું મારે દીન દુશ્મન અને તારિકતબાઝ ઇન્સાન સાથે સમાન રીતે વર્તવું જોઈએ?
અ2) કેહર્પના અણદીઠ શરીરની દરોસ્તી ઉપર તનદરોસ્તી રહે છે. કેહર્પના 16 ભાગો, અંગો છે, જેઓને ચખ્રો કહે છે, તેમાં દસમુ ચખ્ર મુળ છે. જેમ અંતકરણ શરીરમાં ઉપયોગી છે તેમ અંતકરણની ઉપર અણદીઠ રીતે રહેલુ દસમું ચખ્ર મુળ છે. આ દશમાં ચખ્રમાંજ રૂવાન-બઓદ છે. તેમાં ઇનસાફી મીજાજ છે. આ અંતકરણનુ દસમું ચખ્ર કુળ શરીરને ચલાવનાર છે પણ હવસોના આગીઆરમાં ચખ્રથી હાલે આપણામાં તે મહાત થયલું હોવાથી લાગણીનું તે 11મુ ચખ્ર આપણામાં સત્તા ભોગવે છે, જેથી આ ગમેચ, પેલુ નથી ગમતુ એ ભાવ આજે છે. પણ જયારે દસમું ચખ્ર જીતાશે ત્યારે પુર્ણ ઇનસાફી વલણ થશે.1
ઇનસાન મનશની = ભલા નેક વિચારો રાખી, ગવશની = સચ્ચાઇ પાળી, કુનશની કરી એટલે તરીકતો પાળીને પછી પોતાના 16 ચખ્રોમાંના ખાકી ચખ્રોને દાબીને પોતાનાં દસમાં અંતકરણનાં ચખ્રને 11માં તેવીષિના ઈચ્છા-વાસ્નાના ચખ્રનાં બંધનમાંથી આઝાદ કરે છે એટલે આ ગમે છે, પેલું નથી ગમતું એવા ખ્યાલથી દુર રહી બધાંને ચહાતો થાય છે અને અંતકરણપૂર્વક બધાં સાથે વર્તે છે જેને પહેલવીમાં પરગાનીતન કહે છે. આ વખતે તેના અંતકરણનું દસમું ચખ્ર સ્વતંત્ર થાય છે, જે અંતકરણનો આકાર તે પછીથી તસલીસનો ત્રીકોણાકાર થાય છે. આવો શખ્સ નેકીને ચાહે છે, બદીને સારૂ પ્રાર્થના કરે છે. એમ દરેકને ચાહે છે. તેનો દુશ્મન કોઇ રહેતું નથી. છયરયયિક્ષભયત:
1 નીકીઝે વેહ દએન – References:
ડો. સાહેબ ફરામરોઝ સોરાબજી ચીનીવાલા, પાનું 623.
2 ખોરદેહ અવસ્તા બા ક્ષ્નુમ તાવીલસ્ત્રસ્ત્ર, ડો. સાહેબ ફરામરોઝ સોરાબજી ચીનીવાલા, પાનું 252.
ચ3) એક દિવસ હું તરિકતનું પાલન કરું છું, એક દિવસ હું કરી શકતો નથી, શું મારે બંને દિવસો સમાન ગણવા જોઈએ? તે બંને દિવસો માટે ખુશ રહેવું જોઈએ?
અ3) મનશનીની તરીકેતનો પાયો આ છે, કે આપણા અંતકરણમાં જરથોસ્તી દીનના ફરમાનોને માટે અચુક સ્વચ્છ એતેકાદ રાખવો અને આપણા દીની ઇમાનને ખોટા વસવસાઓથી, નકામું હીલતું બનાવવું નહીં. ભલે આપણાથી બધી તનને પાક રાખવાની તરીકત પલાતી નહીં હોય, છતાં તેની કાર્યસાધકતા ઉપર શક સુબાહ લઈ જવો નહી અને તેની કદી પણ હાંસી ઉડારવી નહી, નસ્ત્રમાંથ્રસ્ત્રસ્ત્ર ભલે આપણાથી નહીં ભણાય પણ તેની એજમતી અસરને માટે લેશમાત્ર શક રાખવો નહી. ભલે આપણાથી ગુજરેલાઓની બધીજ ક્રીયાઓ કરાવી નહી શકાય, છતાં ગુઝશતેહ રૂવાનો માટે, તેમજ જીવતાંઓ માટેની તમામે તમામ દીની ક્રીયાઓની એજમતી અસરો માટે, આપણે કાંઈ પણ શક સુબેહ રાખવો જોઈએ નહીં. ( જેહાંગીરજી સોરાબજી ચીનીવાલા, પારસી આવાઝ, 5-2-1961, પાનું 3)
ચારેહ તોખ્શા અચારેહ ખુરસંદ

Leave a Reply

*