Your Moonsign Janam Rashi This Week –
04 September – 10 September 2021

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

બુધની દિનદશા ચાલુ હોવાથી બુધ્ધિ વાપરીને કરેલ કામની અંદર જશની સાથે નાણાકીય ફાયદો પણ થશે. તમારા કરેલ કામમાં કોઈ ભૂલ નહીં કાઢી શકે. 20મી સપ્ટેમ્બર સુધી થોડી રકમ બચાવવામાં સફળ થઈ જશો. મનગમતી વ્યક્તિને મળી શકશો. ધનની કમી નહીં આવે. તબિયતમાં સારો સુધારો થતો રહેશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 7, 8, 9, 10 છે.

Mercury’s ongoing rule brings you financial benefits along with popularity and praise, in your endeavours where you use your intelligence. No one will be able to fault your work. You will be able to save some money upto the 20th of September. You will be able to meet your favourite person. There will be no shortage of funds. Health will continue to improve at a good pace. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 7, 8, 9, 10.


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

21મી ઓકટોબર સુધી બુધની દિનદશા ચાલશે તેથી તમારા રોજના કામો વીજળીવેગે પૂરા કરવામાં સફળ થશો. ધનમાં આવક વધવાના ચાન્સ છે. તમારી મીઠી જબાન વાપરી પારકાને પોતાના બનાવી લેેશો. કરકસર કરી નાણાનો સારી જગ્યાએ ઉપયોગ કેમ કરવો તે તમને બુધ શીખવાડી દેશે. મનગમતી વ્યક્તિને મનની વાત કહી શકશો. હાલમાં દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 4, 5, 6, 8 છે.

Mercury’s rule till 21st October helps you complete your work at lightning speed. An increase in your income is on the cards. You will be able to win over strangers with your sweet language. Under Mercury’s influence, you will learn, with effort, how to employ your finances in the right places. You will be able to speak what’s on your mind with a favourite person. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 4, 5, 6, 8.


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

મંગળની દિનદશા ચાલુ હોવાથી તમારા ગુસ્સા પર કાબુ રાખવામાં સફળ નહીં થાવ. નાની બાબતમાં ગુસ્સો આવશે. ઘરવાળાનો સાથ ઓછો મળશે. નાની બાબતમાં ભાઈ બહેન સાથે મતભેદ પડશે. વાહન ચલાવતા હો તો વાહન સંભાળીને ચલાવજો. કોઈ અંગત વ્યક્તિ તમારી સાથે મીઠી વાત કરી ચીટીંગ કરશે. મંગળને શાંત કરવા દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 4, 7, 9, 10 છે.

Gemini: Mars’ ongoing rule does not allow you to be in control of your temper. You will get angry over small matters. Family members will not be as supportive. You could end up squabbling with your siblings over petty issues. You are advised to drive or ride your vehicles with caution. You could get deceived by someone close to you, who uses sweet words and then cheats you. To placate Mars, pray the Tir Yasht daily.

Lucky Dates: 4, 7, 9, 10.


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી તમે તમારા મગજને શાંત રાખી અગત્યના ડીસીઝન લેવામાં સફળ થશો. નાના કામ પણ પ્લાનીંગ કર્યા વગર નહીં કરો. તબિયતમાં સારો સુધારો જણાશે. તમારી પસંદગીની વ્યક્તિ તમને મલવા આવશે. તેમની તરફથી આનંદ મળે તેવા સમાચાર મળશે. આડોશી પાડોશી તથા સગાઓ સાથે તમારા સબંધ સુધરી જશે. જે પણ મેલવશો તેમાં સંતોષ રહેશે. 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 5, 6, 7, 8 છે.

The Moon’s ongoing rule helps you to keep calm and make important decisions which are well thought out. You will plan even the smaller works. Your health will improve significantly. Your favourite person will come to meet you and give you news that will make you very happy. Relations with neighbours and relatives will improve. You will be satisfied with what you get. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 5, 6, 7, 8.


LEO | સિંહ: મ.ટ.

05Leo

આજ અને કાલનો દિવસ સુર્યની દિનદશામાં પસાર કરવાનો બાકી છે. બેન્કીંગના કામ કરતા પહેલા દસ વાર વિચાર કરજો. 6ઠ્ઠી સપ્ટેમ્બરથી ચંદ્રની દિનદશા તમારા ગરમ મગજને શાંત કરી નાખશે. અગત્યના ડીસીઝન 6ઠ્ઠી પછી લેજો. તમારો કોન્ફીડન્સ વધવા લાગશે. તબિયતમાં સારા સારી થતી જશે. વડીલવર્ગની ચિંતા ઓછી થશે. ઘરવાળાનો સાથ મળશે.આજે અને કાલે 96મુ નામ ‘યા રયોમંદ’ અને 6ઠ્ઠી પછી ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 7, 8, 9, 10 છે.

Today and tomorrow mark the last two days under the Sun’s rule. You are advised to think thoroughly before doing any bank-related work. The Moon’s rule, starting from 6th September, will help cool down your hot temperament. Make all important decisions only after the 6th. Your confidence will increase. Health will start improving too. Concerns for the elderly will reduce. Family members will be supportive. Today and tomorrow, pray the 96th Name, ‘Ya Rayomand’, and post the 6th, pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times each, daily.

Lucky Dates: 29, 30, 31, 3.


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

16મી સપ્ટેમ્બર સુધી શુક્રની દિનદશા ચાલશે તેથી અપોઝીટ સેકસ તરફથી સારો સાથ સહકાર મળતો રહેશે. અટકેલા કામો પહેલા પુરા કરવાની કોશિશ કરશો તો તેમાં સફળ થશો. મોજશોખ વધતા જશે. અધુરા કામ પુરા કરવા માટે મિત્ર કે સાથે કામ કરનારનો સાથ મેળવી લેશો. અપોઝીટ સેકસને નારાજ કરતા નહીં. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 4, 5, 7, 8 છે.

Venus’ rule till 16th September will bring you good support from the opposite gender. If you try to attempt completing your stalled works first, you will be successful. You will be able to get the help of friends to complete any of your unfinished works. Your inclination towards fun and entertainment will be on the rise. Do not disappoint the opposite gender. Pray to Behram Yazad daily.

Lucky Dates: 4, 5, 7, 8.


LIBRA | તુલા: ર.ત.

07Libra

શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમે મુશ્કેલીભર્યા કામ સહેલાઈથી પુરા કરી શકશો. નવા કામ મેળવવામાં સફળ થશો. ફેમીલી મેમ્બરની સાથે સારા સારી હોવાથી નાણાકીય ખર્ચ વધતા છતાં પણ મુશ્કેલી નહીં આવે. મનગમતી વ્યક્તિ સામેથી મળવા આવશે. ચેલેન્જીંગ કામ કરવામાં ખુબ આનંદ થશે. ધણી ધણીયાણીના સંબંધમાં સુધારો આવશે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 4, 5, 9, 10 છે.

Venus’ ongoing rule helps you complete even your challenging works with ease. You will be successful in getting new work projects. Being on cordial terms with family members could lead to an increase in expenses; even so, there will be no financial shortage. Your favourite person will approach you. You will feel excited to work on challenging issues. Affection between couples will increase. Pray to Behram Yazad daily.

Lucky Dates:4, 5, 9, 10.


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

આજ અને કાલનો દિવસ જ રાહુની દિનદશામાં પસાર કરવાનો બાકી છે. ઉતરતી રાહુની દિનદશા તમને શારિરીક બાબતમાં પરેશાન કરશે. બાકી 6ઠ્ઠીથી ગુરૂની દિનદશા તમારા તમામ દુ:ખને ધીરે ધીરે દૂર કરવામાં મદદગાર થઈ જશે. નાણાકીય બાબતની અંદર સારા સારી થતી જશે. શુક્ર તમારા અટકેલા કામોને ફરી ચાલુ કરવા કોઈ મદદગાર મોકલી આપશે. રોજના ભણતરની સાથે ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 7, 8, 9, 10 છે.

Today and tomorrow mark the last two days under Rahu’s rule. Rahu’s descending rule could result in physical ailments. Jupiter’s rule starting 6th September, will help in relieving all your pain and suffering gradually. Financially, things will get better. Jupiter’s blessings will enable you to restart your stalled work with the help of another. In addition to your everyday prayers, pray to Behram Yazad daily.

Lucky Dates: 7, 8, 9, 10.


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

6ઠ્ઠી ઓકટોબર સુધી રાહુની દિનદશા ચાલશે માથાનો બોજો ખુબ વધી જશે. માથાના દુખાવાથી પરેશાન થશો. તબિયતની ખાસ દરકાર લેજો. તમને જે નાની બીમારી લાગતી હશે તે મોટું રૂપ લઈ લેશે. ખોટા ખર્ચાઓ ખુબ વધી જશે. ઘરવાળાની ખોટી ડિમાન્ડથી પરેશાન થશો. કોઈ અંગત સગાઓને મદદ કરવા જતા તમે મુશ્કેલીમાં મુકાય જશો. રોજ ભુલ્યા વગર ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 4, 5, 7, 8 છે.

Rahu’s rule till 6th October will increase your mental pressures. You could suffer from headaches. Take special care of your health as even a small illness could turn into something big. There will be a spike in unnecessary expenses. The unnecessary demands of family members will upset you. Trying to help someone close could land you into trouble. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 4, 5, 7, 8.


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

24મી સપ્ટેમ્બર સુધી તમે ધર્મ કે ચેરીટીના કામો કરવામાં સફળ થઈને રહેશો. તમારા રોજબરોજના કામ ખૂબ સારી રીતે કરી શકશો. ફેમીલી મેમ્બરનો સાથ સહકાર મળતો રહેશે. તે લોકોની ડિમાન્ડ પૂરી કરવા થોડું વધારે કામ કરી લેશો. વડીલવર્ગની સેવા કરી તેમની ભલી દુવા મેળવી લેશો. ગુરૂની કૃપાથી મિત્રમંડળમાં તમારૂં માન ઈજ્જત ખુબ વધી જશે. ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 4, 6, 9, 10 છે.

Till the 24th of September, you will be inclined towards religious and charitable works. You will be able to efficiently execute your daily chores. Family members will be supportive. You will work a little extra to cater to their wants. You will receive the blessings of the elderly with your service for them. With Jupiter’s blessings, your popularity and respect will increase manifold in your friend circle. Ensure to make investments. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 4, 6, 9, 10.


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

તમને ગુરૂની દિનદશા ચાલુ હોવાથી ધણી-ધણીયાણીમાં પ્રેમ ખુબ વધી જશે. તમે કોઈના પ્રેમમાં હશો તો તેમની તરફથી કોઈ સારા સમાચાર મળશે. જે પણ કામ કરશો તેમાં ભવિષ્યમાં કેટલો ફાયદો થશે તે પહેલા જોશો. ગામ પરગામ જવાના ચાન્સ મળી રહેશે. બાળકોની ડિમાન્ડ પુરી કરી શકશો. બને તો ગરીબ વ્યક્તિને અનાજનું દાન કરજો. તમે રોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.

શુકનવંતી તા. 5, 6, 7, 8 છે.

Jupiter’s ongoing rule makes the affection between couples, blossom greatly. Those who are in love will receive good news from their partners. You will be selective of the projects you undertake based on the financial profits these can bring you. Travel abroad is predicted. You will be able to cater to the wants of your children. You are advised to feed the poor. Continue to pray the Sarosh Yasht daily.

Lucky Dates: 5, 6, 7, 8.


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

26મી સપ્ટેમ્બર સુધી શનિની દિનદશા ચાલશે તેથી તમે થોડા આળસુ બની જશો. તમારા રોજ બરોજના કામ સમય પર પુરા નહીં કરી શકો. જ્યાં ત્રણનો ખર્ચ કરવા માંગતા હશો ત્યાં ત્રીસનો ખર્ચ કર્યા પછી પણ શાંતિ નહીં મળે. વડીલવર્ગની તબિયત અચાનક ખરાબ થઈ જશે. તમે સાંધાના દુખાવાથી પરેશાન થશો. દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 4, 7, 9, 10 છે.

Saturn’s rule till 26th September makes you lazy. You will not be able to complete your daily chores on time. Even after spending three times the amount on things, you will not be able to get mental peace. The health of the elderly could suddenly go down. You could suffer from joint pains. Pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 4, 7, 9, 10.

 

Leave a Reply

*