નવલી નવરાત્રી

નવરાત્રી એટલે માતા દુર્ગાના નવ રૂપની પૂજા માતાનું પ્રથમ સ્વરૂપ માતા શૈલપુત્રી હિમાલય રાજની પુત્રી છે. માતાના આ સ્વરૂપની સવારી નંદી છે. તેમના જમણા હાથમાં ત્રિશૂળ છે અને ડાબા હાથમાં કમળનું ફૂલ છે.
માતાનું બીજુ સ્વરૂપ એટલેે માતા બ્રહ્મચારિણીની. માતા બ્રહ્મચારિણી માતા દુર્ગાનું જ સ્વરૂપ છે. એવી માન્યતા છે કે જ્યારે માતા પાર્વતી કુંવારા હતા ત્યારે તેમનું બ્રહ્મચારિણી રૂપ જાણીતું બન્યું હતું. માતા બ્રહ્મચારિણીના એક હાથમાં કમંડળ અને બીજા હાથમાં જાપમાળા છે.
માતાનું ત્રીજુંસ્વરૂપ એટલેે માતા ચંદ્રઘંટા. પૌરાણિક માન્યતા પ્રમાણે માતા પાર્વતી અને ભગવાન શિવના વિવાહ દરમિયાન તેમનું આ નામ ચંદ્રઘંટા પડ્યું હતું. શિવના મસ્તક પર અર્ધ ચંદ્ર આ વાતનો સાક્ષી છે.
માતાનું ચોથું સ્વરૂપ એટલેે માતા કુષ્માન્ડા. શાસ્ત્રોમાં માતાના આ સ્વરૂપનું વર્ણન કંઈક એ પ્રમાણે કરવામાં આવે છે કે માતા કુષ્માન્ડા સિંહની સવારી કરે છે. અને તેમની આઠ ભુજાઓ છે. માતાના આ રૂપના કારણે પૃથ્વી પર હરિયાળી છે.
માતાનું પાંચમુ સ્વરૂપ એટલેે સ્કંદમાતા. માતા પાર્વતીના પુત્ર કાર્તિકેયનું એક નામ સ્કંદ પણ છે. આથી સ્કંદ માતા હોવાના કારણે માતાનું આ નામ પડ્યું છે. માતાના આ સ્વરૂપમાં ચાર ભુજાઓ છે. માતા પોતાના પુત્રને લઈને સિંહની સવારી કરે છે.
માતાનું છઠ્ઠું સ્વરૂપ એટલેે માતા કાત્યાયની. માતા કાત્યાયની દુર્ગા માતાનું ઉગ્ર સ્વરૂપ છે. જે સાહસનું પ્રતીક છે. માતા સિંહ પર સવાર હોય છે અને તેમની ચાર ભુજાઓ છે.
માતાનું સાતમું સ્વરૂપ માતા કાલરાત્રિની આ માતાનું ઉગ્ર સ્વરૂપ છે. પૌરાણિક કથા પ્રમાણે જ્યારે માતા પાર્વતીએ શુંભ-નિશુંભ રાક્ષસોનો વધ કર્યો હતો ત્યારે તેમનો રંગ અશ્વેત થઈ
ગયો હતો.
માતાનું આઠમું સ્વરૂપ એટલેે માતા મહાગૌરી માતાનું આ રૂપ શાંતિ અને જ્ઞાનનું પ્રતીક છે.
માતાનું નવમું સ્વરૂપ એટલેે માતા સિદ્ધિદાત્રી. એવી માન્યતા છે કે જ્યારે કોઈ માતાના આ રૂપની આરાધના કરે છે કે તેને બધા પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. માતા સિદ્ધિદાત્રી કમળના ફૂળ પર બિરાજમાન છે.
નવરાત્રીમાં નાત જાત ધર્મ નો ભેદભાવ ભૂલી સૌ નવરાત્રિના પર્વનો સંદેશ છે. જીવનમાં દુ:ખો આવવાના છે એટલે સહન શક્તિની જરૂર પડે માનવીમાં સંસારમાં યોગ્ય કાર્ય કરવાનું સામર્થ્ય હોય તો જ જીવન વિકાસ થાય. આ નવરાત્રિ નવ શક્તિઓનું પ્રતીક છે. સૌ નવરાત્રીના પાવન પર્વ ને વધાવી શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરો એવી શુભેચ્છા.

Leave a Reply

*