Your Moonsign Janam Rashi This Week –
02 October – 08 October 2021

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

શનિની દિનદશા ચાલુ હોવાથી તમે ચારે બાજુથી ઘેરાયેલા રહેશો. નાની વાત મોટી પરેશાનીમાં મુકશે. તબિયત અચાનક બગડી જવાના ચાન્સ છે. નાણાકીય મુશ્કેલી અચાનક આવી જશે. તમારા નાણા ફસાઈ ન જાય તેની ખાસ દરકાર લેજો. જાણીતીે કે અજાણી કોઈ પણ વ્યક્તિ પર વિશ્ર્વાસ મુકતા નહીં.  દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 3, 4, 5, 8 છે.

Saturn’s ongoing rule will engulf you from all ends. Small matters could land you in big trouble. Your health could suddenly go down. Sudden financial issues could crop up. Take special caution to ensure that your funds do not get stuck. Avoid putting your complete trust in people – known or unknown. Pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 3, 4, 5, 8.


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

21મી ઓકટોબર સુધી બુધની દિનદશા ચાલશે બધાજ કામ બુધ્ધિ વાપરી કરતા સફળતા મળશે. જે પણ કમાશો તેમાંથી બચત કરી ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. મિત્રોનો સાથ સહકાર મળવાથી મુશ્કેલી ભર્યા કામ સહેલાઈથી કરી શકશો. જે પણ કામ કરશો તેમાં માન ઈજજ્ત સાથે ધનલાભ પણ થશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 2, 3, 6, 7 છે.

Mercury’s rule till 21st October will help you achieve success in all of your tasks where you employ your intelligence. Ensure to save and make investments from your income. The support and help from friends will enable you in accomplishing even your difficult tasks with ease and proficiency. You will receive respect, admiration and financial gains in all your endevours. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 2, 3, 6, 7.


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

20મી નવેમ્બર સુધી તમારી રાશિના માલિક બુધની દિનદશા ચાલશે. જે પણ ડીસીઝન લેશો તે વિચાર કરીને લેજો. તમારા ફાયદાની વાત તમે પહેલા જાણી લેશો. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. નાણાને સારી જગ્યાએ ઈનવેસ્ટમેન્ટ કરી શકશો. અંગત સગા સંબંધીઓના મદદગાર બનશો. દરરોજ ‘મહેર ની આએશ’ ભણજો.

શુકનવંતી તા. 3, 4, 5, 8 છે.

Mercury’s rule till 20th November suggests that you need to think all your decisions through thoroughly. You will be able to instantly identify areas of your benefit. Financially, things will continue to look up. You will be able to invest your money profitably. You will be helpful to those close to you and your family. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 3, 4, 5, 8.


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

25મી ઓકટોબર સુધી મંગળની દિનદશા ચાલશે તમારી નાની ભુલ તમને ઉપરથી નીચે લાવી દેશે. મંગળને કાણરે ગુસ્સા પર કંટ્રોલ નહીં કરી શકો. તમારી મનગમતી વ્યક્તિ તમારાથી નારાજ થશે. ધણી-ધણીયાણીમાં નાની બાબતમાં મતભેદ પડતા રહેશે. નાણાકીય બાબતમાં ખેચતાણ રહેશે. દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 2, 3, 6, 7 છે.

Mars’ rule till 25th October could have your smallest mistake drop you to the ground from great heights. You might not be able to control your temper. A favourite person could get upset with you. Couples will squabble over petty matters. Financially, this could be a strenuous time. Pray the Tir Yasht daily.

Lucky Dates: 2, 3, 6, 7.


LEO | સિંહ: મ.ટ.

05Leo

ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી ગામ પરગામથી કોઈ સારા સમાચાર મળીને રહેશે. ઘરમાં નાના મોટા ચેન્જીસ કરવાથી મનને શાંતિ મળશે. તમારા કરેલા કામના બીજા વખાણ કરશે. ઘરવાળાની ડિમાન્ડ પુરી કરી શકશો. ચાલુ કામકાજમાં તમારા કામે સારી રીતે કરીને બીજાની બોલતી બંધ કરી દેશો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101 વાર ભણજો.

શુકનવંતી તા. 4, 5, 6, 8 છે.

The ongoing Moon’s rule will bring your good news from abroad. You will feel peaceful by bringing in some changes at home. Others will appreciate your work. You will be able to cater to the wants of your family members. You will shut the voices of naysayers by excelling in your current work projects. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 4, 5, 6, 8.


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

પહેલા 4 દિવસ સુર્યના ઉતાપામાં પસાર કરવાના બાકી છે. તેથી કોઈ સહીં સિક્કાના કામો કરતા નહીં. નવા પ્લાન 6ઠ્ઠી પછી બનાવજો. ઉતરતી સુર્યની દિનદશા તમારા પ્રેશરને વધારી દેશે. મુશ્કેલીઓ વધી જશે. 6ઠ્ઠી ઓકટોબરથી શરૂ થતી ચંદ્રની દિનદશા તમારી લાઈફમાં શાંતિ આપ્ી જશે. આ અઠવાડિયામાં તમારા કામ પુરા નહીં થાય તો ચિંતા કરતા નહીં. દરરોજ 96મુ નામ ‘યા રયોમંદ’ સાથે ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 2, 3, 5, 8 છે.

You have 4 days remaining under the Sun’s rule. Avoid giving your formal approval (signature) for any works. Make any new plans only post the 6th of October. The descending rule of the Sun could increase your Blood Pressure. Difficulties could increase. The Moon’s rule, starting 6th October, will bring in peace into your life. Don’t worry if you are unable to complete your tasks within this week. Pray the 96th Name, ‘Ya Rayomand’, along with the 34th Name, ‘Ya Beshtarna’, 101 times each, daily.

Lucky Dates: 2, 3, 5, 8.


LIBRA | તુલા: ર.ત.

07Libra

17મી ઓકટોબર સુધી તમારી રાશિના માલિક શુક્રની દિનદશામાં પસાર કરવાના બાકી છે. તમને ખુબ સુખ શાંતિ મળશે. અપોજીટ સેકસને આપેલા પ્રોમીશ પુરા કરવામાં શુક્ર મદદ કરશે. અપોઝીટ સેકસ તરફથી ફાયદો થશે. ખર્ચ કર્યા છતાં પણ તમને ધનની કમી નહીં આવે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 2, 4, 5, 6 છે.

Venus’ rule till 17th October brings you lots of happiness and peace. Venus helps you in delivering any promises made to the opposite gender, which will bring you benefits. Despite your expenses, there will be no shortage of funds. Pray to Behram Yazad daily.

Lucky Dates: 2, 4, 5, 6.


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

તમને મોજશોખના દાતા શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમારા દિવસો આનંદમાં પસાર થશે. જે વસ્તુ જોઈતી હશે તે મહેનત કરીને પણ મેળવી લેશો. બગડેલી તબિયતમાં સુધારો થતો જશે. પોતાના કામ પુરા કરી બીજાના મદદગાર થશો. અચાનક ધનલાભ થવાના ચાન્સ છે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 3, 4, 7, 8 છે.

Venus’ ongoing rule has you spending your days in happiness. You will be able to get any object you desire with some hard work. Your compromised health will improve. You will be able to not just get your own work done, but also help others. A sudden windfall could be expected. Pray to Behram Yazad daily.

Lucky Dates: 3, 4, 7, 8.


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

પહેલા 4 દિવસ તમારે ખુબ સંભાળવાના બાકી છે. ઉતરતી રાહુની દિનદશા તમારી તબિયત અચાનક બગાડી નાખે તેની ખાસ દરકાર લેજો. તમારી થોડી બેદરકારી આખા અઠવાડિયાને બગાડી દેશે. 6ઠ્ઠી ઓકટોબરથી શુક્રની દિનદશા તમારા બધાજ દુ:ખને દુર કરીને ધીરે ધીરે સુખમાં બદલાવી દેશે. ધન લાભ મળતો રહેશે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’  સાથે ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 2, 6, 7, 8 છે.

You need tread these four days very carefully. Rahu’s descending rule could have a big impact on your health – so be extra cautious. A small carelessness could end up ruining your whole week. Venus’ rule, starting 6th October, dissolves away all your pain and suffering and delivers happiness unto you. Prosperity will smile on you. Pray to Behram Yazad along with praying the Mah Bokhtar Nyaish, daily.

Lucky Dates: 2, 6, 7, 8.


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

રાહુની દિનદશા ચાલુ હોવાથી 6ઠ્ઠી નવેમ્બર સુધી તમારા કોઈ કામમાં સફળતા નહીં મળે. રોજ બરોજના કામ સરખી રીતે કરી નહીં શકો. જ્યાં પણ કામ કરતા હશો તમારા ઉપરીવર્ગ તમને પરેશાન કરવામાં કોઈ કસર નહીં મુકે. ઘરવાળાની તબિયતની ખાસ સંભાળ લેજો. આવક કરતા જાવક વધી જશે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 2, 3, 4, 5 છે.

Rahu’s ongoing rule till 6th November, makes it difficult for you to attain success. You will not be able to execute even your daily chores properly. Senior colleagues will go all out to cause your harassment at the workplace. Take special care of the health of family members. Expenses will be more than income. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 2, 3, 4, 5.


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

ગુરૂની દિનદશા ચાલુ હોવાથી 25મી ઓકટોબર સુધી ઘરવાળાનું દિલ જીતી લેશો. તમારા કરેલ કામ કોઈ બગાડી નહીં શકે. જોઈતું ધન કમાવવામાં કોઈ મુશ્કેલી નહીં આવે. ગુરૂની કૃપાથી કમાયેલ નાણાને સારી જગ્યાએ ખર્ચની સાથે બચાવી ઈનવેસ્ટમેન્ટ કરી લેજો. ગુરૂની વધુ કૃપા મેળવવા માટે  દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 3, 4, 7, 8 છે.

Jupiter’s ongoing rule till 25th October, makes you win over the hearts of family members. No one will be able to spoil or destroy your work. There will be no challenges in earning money. With Jupiter’s blessings, you will be able to spend as well as save and invest your income at the right places. To further the graces of Jupiter, pray the Sarosh Yasht daily.

Lucky Dates: 3, 4, 7, 8.


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

તમારા રાશિના માલિક ગુરૂની દિનદશા ચાલુ થયેલી હોવાથી તમે ધીરે ધીરે તમારા કામની અંદર પરફેકટ બનતા જશો. રોકાયેલા નાણા પાછા મળવાના ચાન્સ છે. ઘરમાં બાળકો સાથે મનમેળ વધી જશે. કોઈપણ જાતનું ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. તેનાથી ભવિષ્યમાં ફાયદો થશે. બીજાના મદદગાર બનશો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 2, 3, 4, 5 છે.

Jupiter’s ongoing rule gradually pushes you towards achieving perfection at the workplace. There is a possibility for you to retrieve your stuck funds. There will be an increase in the bonding with children at home. Ensure to make investments as these will serve you well in the future. You will be of help to another. Pray to Behram Yazad daily.

Lucky Dates: 2, 3, 4, 5.

Leave a Reply

*