Your Moonsign Janam Rashi This Week –
16 October – 22 October 2021

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

છેલ્લાં 10 દિવસ જ શનિની દિનદશામાં પસાર કરવાના બાકી છે. તેથી હાલમાં નાની બાબતમાં બેદરકાર બની જતા નહીં. તમારી નાની ભૂલ તમને મોટી મુસીબતમાં મુકી દેશે. તબિયતની માટે ખાસ સંભાળ લેજો. થોડી ઘણી બેચેની વધી જશે. શનિ તમોને આળસુ બનાવી દશે. કામની જગ્યાએ બીજા ઉપર ધ્યાન નહીં દેતા. દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 18, 19, 20, 21 છે.

10 days remain under the rule of Saturn. Do not be careless even about the littlest of things as your smallest mistake could land you in big trouble. Take special care of your health. You could feel an increase in restlessness. Saturn could make you lethargic. Avoid focusing on others at your workplace. Pray the Moti Haptan Yasht.

Lucky Dates: 18, 19, 20, 21.


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

છેલ્લુ અઠવાડિયું બુધની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. સહી સિક્કાના કામ પહેલા પુરા કરી લેજો. કોઈ વ્યક્તિ પાસેથી ઉધાર નાણા લીધા હશે તો તેમને સમજાવી થોડી રકમ ચુકવવામાં સફળતા મળશે. મનગમતી વ્યક્તિનો સાથ મળશે. ધનને બચાવી નહીં શકો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 16, 17, 20, 22 છે.

This is your last week under Mercury’s rule. Ensure to complete any legal works where signatures are required. You will be able to pay back a partial amount to your creditors. Your favourite person will be supportive. You might not be able to save money. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 16, 17, 20, 22.


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

20મી નવેમ્બર સુધી બુધની દિનદશા ચાલશે તમારો સેલ્ફકોન્ફીડન્સ વધતો જશે. ધનની લેતી દેતી પહેલા પુરી કરી લેજો. દરેક કામ જોઈ વિચારીને કરતા કામકાજમાં સારા સારી થતી જશે. તમારા ખરાબ સમયમાં જે વ્યક્તિએ તમારી મદદ કરી તેની મદદ કરજો. દરરોજ ‘મહેર ની આએશ’ ભણજો.

શુકનવંતી તા. 16, 18, 19, 20 છે.

Mercury’s rule till 20th November will cause an increase in your self-confidence. Ensure to complete any pending financial transactions. Thinking things through thoroughly first and then working on things will ensure good progress at work. Ensure to help those who have helped you in your bad times. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 16, 18, 19, 20.


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

25મી ઓકટોબર સુધી મંગળની દિનદશા ચાલશે. તમે વધુ પડતા ગુસ્સામાં આવી જશો. ઉતાવળમાં ખોટા ડીસીઝન લેતા નહીં. વાહન ચલાવતી વખતે ધ્યાન અપજો. ઘરવાળાની ડિમાન્ડ પુરી કરતા મુશ્કેલીઓ આવશે. ઘરવાળા નાની બાબતમાં નારાજ થશે. દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 17, 18, 20, 22 છે.

Mars’ rule till 25th October will cause you to get excessively angry. Do not make wrong decisions in haste. Be careful while driving/riding your vehicle. It might get difficult for you to cater to the wants of your family members. They could end up getting upset with you over petty matters. Pray the Tir Yasht daily.

Lucky Dates: 17, 18, 20, 22.


LEO | સિંહ: મ.ટ.

05Leo

26મી ઓકટોબર સુધી ચંદ્રની દિનદશા ચાલશે. લાંબા સમયના પ્લાન બનાવતા નહીં. રોજ સવારે ઉઠી રોજના કામની યાદી બનાવજો. રોજના કામો કરવામાં કોઈ મુશ્કેલી નહીં આવે. ચંદ્રની કૃપાથી મનને આનંદ મળે તેવા સમાચાર મળશે. મનની વાત જેને કહેવી હોય તેને કહી દેજો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101 વાર ભણજો.

શુકનવંતી તા. 16, 17, 19, 20 છે.

The Moon’s rule till 26th October advises you not to make long-term plans. Make a daily to-do list for yourself. There will be no challenges in doing your daily chores. With the blessings of the Moon, you will receive news that will bring you joy. You are advised to speak out what’s on your mind to the concerned person. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 16, 17, 19, 20.


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

26મી નવેમ્બર સુધી ચંદ્રની દિનદશા ચાલશે બને તો ફેમીલી સાથે બે ત્રણ દિવસ બહાર જવાનો પ્રોગ્રામ બનાવજો. નવા મિત્રો મળશે. નાણાકીય સ્થિતિ સારી રહેશે. તમારા પર કોઈ વિશ્ર્વાસ મુકશે તો તેનું કામ સારી રીતે કરી આપશો. તમારો સેલ્ફકોન્ફીડન્સ વધી જશે.  34મું નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 16, 17, 18, 22 છે.

The Moon’s rule till 26th November enables you to plan a 2-3 day vacation with your family. You will make new friends. Your financial condition will be good. You will deliver well unto those who trust you. Your confidence will soar. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 16, 17, 18, 22.


LIBRA | તુલા: ર.ત.

07Libra

સુર્યની દિનદશા ચાલુ હોવાથી 7મી નવેમ્બર સુધી સરકારી કામો પુરા નહીં કરી શકો. ઘરની વ્યક્તિથી મુસીબત મળશે. પ્રેશરથી પરેશાન હો તો દવા લેવામાં બેદરકારી કરતા નહીં. બેન્કીંગ કે શેરસટ્ટાના કામ સંભાળીને કરજો. અંગત વ્યક્તિ તમને ફસાવી દેશે. વડીલવર્ગને આંખની તકલીફ થવાના ચાન્સ છે. 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 18, 19, 20, 21 છે.

The ongoing Sun’s rule might not let you complete any government/legal works till the 7th of November. Family members might create a problem. Those suffering from Blood Pressure are advised to not be careless in taking their medication. Be cautious when doing works related to banking or the share market. Someone close to you could deceive you. The elderly could encounter some eye issues. Pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.

Lucky Dates: 18, 19, 20, 21.


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

શુક્ર જેવા ચમકતા ગ્રહની દિનદશા ચાલુ હોવાથી 26મી નવેમ્બર સુધી ગામ પરગામ જવાના ચાન્સ મળે તો મુકતા નહીં. ઘરમાં ધણી-ધણીયાણીના મતભેદ ઓછા થશે એકબીજાના મનની વાત સમજી જશો. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. ખર્ચ વધુ કરવા છતાં મુશ્કેલી નહીં આવે. મોજશોખમાં વધારો થશે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 16, 17, 20, 22 છે.

Venus’ ongoing rule till 26th November brings you opportunities to travel overseas. Quarrels between couples will reduce and a greater understanding for each other’s mind will blossom. Financially, things will be good. Despite an increase in expenses, there will be no difficulties. An inclination towards fun and entertainment will increase. Pray to Behram Yazad daily.

Lucky Dates: 16, 17, 20, 22.


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

તમને મોજીલા શુક્રની દિનદશા શરૂ થયેલી હોવાથી તમારા જીવનમાં સુખ શાંતિનો વધારો થશે. નાણાંકીય સ્થિતિ ધીરે ધીરે સારી થતી જશે. પોતાની પસંદગીની ચીજ વસ્તુ લેવામાં જરાપણ મુશ્કેલી નહીં આવે. પ્રેમમાં હશો તો સામેવાળા તરફથી સારા સમાચાર મળી રહેશે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 16, 20, 21, 22 છે.

The onset of Venus’ rule brings peace and happiness into your life. Your financial situation will gradually improve. You will be able to purchase your objects of desire without challenges. Those in love will receive good news from your partners. Pray to Behram Yazad daily.

Lucky Dates: 16, 20, 21, 22.


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

રાહુની દિનદશા ચાલુ હોવાથી તમારા સીધા કામ પણ પુરા નહીં કરી શકો. રોજના કામમાં મુશ્કેલીઓ આવશે. કોઈ અંગત વ્યક્તિ તમને હાલમાં ફસાવી દે તેવા ગ્રહો છે. કોઈ પણ ઓળખીતા કે બીન ઓળખીતા લોકો પર વિશ્ર્વાસ રાખતા નહીં. માથાના દુખાવાના કારણે ઉંઘ ઓછી થઈ જશે. દરરોજ ‘મહોબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 16, 17, 18, 19 છે.

Rahu’s ongoing rule makes it difficult for you to complete even your simpler tasks. Daily tasks will pose challenges. Someone close to you could cheat you. Avoid trusting those you know or even those you don’t. Headaches could rob your sleep. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 16, 17, 18, 19.


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

તમને રાહુએ પોતાની સોનાની જાળમાં ફસાવી દીધા છે. તબિયત માટે બેદરકાર રહેતા નહીં. મનગમતી વ્યક્તિ નારાજ થઈને બોલવાનું બંધ કરી દેશે. જ્યાં કામ કરતા હશો ત્યાં દુશ્મન વધી જશે. તમારા દુશ્મન તમારી પીઠ પાછળ તમારી બુરાઈ કરશે. દરરોજ ‘મહોબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 17, 18, 19, 22 છે.

Rahu’s rule has got you caged. Do not be careless about any health issues. Your favourite person could get upset with you and stop speaking with you. There could be an increase in the number of your detractors at your workplace. You enemies will speak ill of you behind your back. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 17, 18, 19, 22.


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમારા કામ પુરા કરવા માટે કોઈનો સાથ સહકાર મળી રહેશે. થોડી ભાગદોડ કરી તમારા જૂના લેણા પાછા મેળવી શકશો. આગળ થતા નુકસાનમાંથી બચી જશો. ઘરવાળાની ડિમાન્ડ પૂરી કરી શકશો. દરરોજ ‘સરોશ યશ્ત’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 17, 20, 21, 22 છે.

Jupiter’s ongoing rule will bring you help from other to complete your works. A little extra effort will help you retrieve your old debts. You will be protected against any future loss. You will be able to cater to the needs of your family members. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 17, 20, 21, 22.

 

Leave a Reply

*