Your Moonsign Janam Rashi This Week –
30 October – 05 November 2021

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

હવે તો તમોનેબી 25મી ડિસેમ્બર સુધી ગુરુની દીનદશા ચાલશે તેથી હાલમાં ફેમીલી મેમ્બરની ડિમાંડ પૂરી કરવામાં કોઈ મુશ્કેલી નહીં આવે. બગડેલા સંબંધને સુધારવા માટે તમે બુધ્ધી વાપરી સંબંધ સુધારી લેશો. નાણાંકીય મુશ્કેલી દૂર કરી શકશો. નવા કામ મેળવવામાં સફળ થશો. ધનની ચિંતા ઓછી કરવા માટે રોજ ‘સરોશ યશ્ન’ ભણજો.
શુકનવંતી તા. 31, 1, 4 ને 5 છે.

Jupiter’s rule till 25th December will help you cater to the wants of your family without any difficulty. You will be able to resolve any spoilt relations by using your intelligence. You will be able to rise above your financial challenges. You will be successful in getting new work projects. To reduce financial worries, pray the Sarosh Yasht daily.

Lucky Dates: 31, 1, 4, 5.


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

હાલમાં તો શનિની દિનદશા ચાલુ હોવાથી તમોને રોજ કામ પૂરા કરવામાં ખૂબ જ કંટાળો આવશે. શનિ તમોને આળશુ બનાવી દેશે. નાનામાં નાના કામ સમય ઉપર પૂરા નહીં કરી શકો. તબિયતની ખાસ કાળજી લેજો. બેકપેનની પેનથી પરેશાન થતા રહેશો. મનગમતી વ્યક્તિ તમારાથી નારાજ થઈ જશે. હાલમાં દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 30, 2, 3, 4 છે.

Saturn’s ongoing rule makes it difficult for you to complete even your daily chores. Saturn makes you feel lethargic. You might not be able to complete even your smaller tasks on time. Ensure to take special care of your health. You could suffer from back-pain. Your favourite person could get upset with you. Pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 30, 2, 3, 4.


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

બુધ જેવા બુધ્ધીના દાતાની દીનદશા ચાલુ હોવાથી મીઠી જબાન વાપરીને બીજાના દિલને જીતી લેશો. નાણાંકીય બાબતની અંદર સારાસારી રહેશે. હાલમાં તમારી ઈનકમમાંથી થોડી ઘણી રકમને બચાવી ઈનવેસ્ટમેન્ય કરી શકશો. ગામ-પરગામથી સારા સમાચાર મળીને રહેશે. હાલમાં દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 31, 1, 2, 5 છે.

Mercury’s ongoing rule helps you win over the hearts of others with the use of your sweet tongue. Financially, things will be good. You are advised to save and invest a portion from your income. Good news from abroad is expected. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 31, 1, 2, 5.


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

હવે તો તમોનેબી બુધની દીનદશા શરૂ થયેલી હોવાથી અટકેલા કામો ફરી ચાલુ કરવા માટે કોઈક મદદગાર મળી આવશે. તબીયતની અંદર સારા સારી થતી રહેશે. કામકાજને વધારવા માટે ભાગદોડ કરવાથી કામને વધારી શકશો. મિત્રોનું દિલ જીતી લેશો. લેતી-દેતીના કામ કરવામાં લાભમાં રહેશો. તમોબી ‘મહેરની આયેશ’ ભણજો.
શુકનવંતી તા. 30, 2, 3, 4 છે.

The start of Mercury’s rule will help you restart your stalled works with the support of outside help. Health will be good. By putting in a little extra effort, you will be able to expand your business. You will win over the hearts of your friends. Any financial transactions will prove beneficial. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 30, 2, 3, 4.


LEO | સિંહ: મ.ટ.

05Leo

હાલમાં મંગળની દિનદશા ચાલુ હોવાથી 24મી સુધી તમારા મનને શાંત રાખવામાં સફળ નહીં થાવ. મગજ ઉપર કાબૂ રાખવા માટે પાક પરવરદેગારનું નામ લેજો. ભાઈ-બેન નાની બાબતમાં તમારાથી રીસાઈ જશે. અંગત માણસો તમારી સાથે ચિટિંગ કરશે. વાહન ખૂબ જ સંભાળીને ચલાવજો. રોજ ‘તીર યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 31, 1, 4, 5 છે.

Mars’ ongoing rule till 24th November makes it difficult for you to keep your mind at ease. Take the lord’s name to help you keep control over your mind. Siblings could get upset over petty matters. Those close to you could cheat you. Drive / ride your vehicles with great caution. Pray the Tir Yasht daily.

Lucky Dates: 31, 1, 4, 5.


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી હાલમાં તો મનથી જેબી ધારશો તે કામો પૂરા કરવામાં સફળ થશો. ચંદ્રની કૃપાથી જેવી કામ હાથમાં લેશો તેમાં ધનલાભ મળશે. ગામ-પરગામથી સારા સમાચાર મળવાના ચાન્સ છે. ચંદ્રની કૃપાથી કોઈક ને મદદ કરી શકશો. ઘરવાળાનો પ્રેમ વધુ મળશે. દરરોજ ‘યા બેસ્તરના’ 101 વાર ભણજો.

શુકનવંતી તા. 2 થી 5 છે.

The ongoing Moon’s rule will help you accomplish all the goals you set your mind to. With the blessings of the Moon, all your work projects will bring you profits. You could expect good news from abroad. You will be able to help another. Family members will shower extra affection onto you. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 2 to 5.


LIBRA | તુલા: ર.ત.

07Libra

સૂર્યની દીનદશા ચાલુ હોવાથી માથાનો દુ:ખાવો થશે. સરકારી કામોમાં જરાબી સફળતા નહીં મળે. તમારા માથા ઉપર લોન હશે તો લોન કેવી રીતે ભરવી તેની ચિંતા સતાવશે. વડીલવર્ગની તબિયત બગડવાથી તેમની પાછળ ખર્ચ વધુ થઈ જશે. ઘરમાં નાની-નાની બાબતમાં કચકચ થશે. દરરોજ ‘યા રયોમંદ’ 96મું નામ 101વાર ભણજો.
શુકનવંતી તા. 30, 31, 1, 4 છે.

The ongoing rule of the Sun could cause you headaches. You will not be successful in any government-related endeavours. Those who need to pay off loans, will feel very worried mentally as regards the repayment of the loan. The deterioration in the health of the elderly could lead to sizeable expenditures. At home, petty matters could instigate squabbles. Pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.

Lucky Dates: 30, 31, 1, 4.


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

16મી નવેમ્બર સુધી શુક્રની દિનદશા ચાલશે તેથી હાલમાં ઓપોજીટ સેક્સની મદદ લઈને અગત્યના કામો પીહેલા પૂરા કરી નાખો. ઘરમાં જોઈતી ચીજવસ્તુ લેવામાં જરાબી કરકસર કરતા નહીં. ધનનો ખર્ચ થવા છતાં હાલમાં તમારે બીજાની પાસે લોન લેવાનો સમય નહીં આવે. અચાનક ધનલાભ મળશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ભૂલતા નહીં.
શુકનવંતી તા. 31, 2, 3, 5 છે.

Venus’ rule till 16th November suggests that you prioritise completing your important tasks, with the help of the opposite gender. Do not go out of your way to make purchases for the house. Despite incurring heavy expenditures, you will not need loans from other. Sudden windfall is expected. Pray to Behram Yazad daily.

Lucky Dates: 31, 2, 3, 5.


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

હાલમાં તો તમોનેબી મોજીલા ગ્રહ શુક્રની દિનદશા ચાલુ હોવાથી મિત્રો સાથે પાર્ટી, ફેમીલીમાં સારા પ્રસંગની પાછળ ધનખર્ચ કરવો પડશે. ઘરવાળાની ડિમાંડ પૂરી કરવામાં કોઈબી જાતની મુશ્કેલી નહીં આવે. તમારી પસંદગીની વ્યક્તિને મલવાથી મનને ખૂબજ આનંદ મળશે. નવા મિત્રો મલવાના ચાન્સ છે. હાલમાં તમોબી બહેરામ યઝદ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 30, 31, 1, 4 છે.

Venus’s ongoing rule will have you spending on fun and entertainment with friends and family. There will be no difficulty in catering to the wants of your family members. You will feel great joy on meeting with your favourite person. You could make new friends. Continue praying to Behram Yazad daily.

Lucky Dates: 30, 31, 1, 4.


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

તમારે છેલ્લું અઠવાડિયું જ રાહુની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. છેલ્લાં 35 દિવસમાં રાહુએ તમોને દિવસમાં તારા બતાવી દીધા હશે. આ અઠવાડિયામાં કોઈની ઉપર જરાબી વિશ્ર્વાસ મુકવાની ભૂલ કરતા નહીં. ખોટી લાલચમાં આવીને નુકસાનમાં પડી જશો. અગત્યના ડીસીજન આવતા અઠવાડિયાથી લેજો. દરરોજ ‘મહાબોખ્તારની આએશ’ ભણજો.
શુકનવંતી તા. 2 થી 5 છે.

This is your last week under the rule of Rahu. The past 35 days under Rahu would have really troubled you greatly. Avoid trusting people blindly in this week. Undue greed could lead to losses. Make all important decisions only after the next week. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 2 to 5.


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

રાહુની દિનદશાએ ચારે બાજુથી ઘેરી લીધા છે. તેથી હાલમાં તમે નાની બાબતમાં મગજ ઉપર પારો ઉપર ચડી જશે. સીધા કામ કરવા જશો તે કામો ઉલટા થઈ જશે. મનગમતી વ્યક્તિ નાની વાતમાં રીસાઈ જશે. ઘરમાં જરાબી શાંતિ નહીં રહે. કોઈબી જાતનું રોકાણ કરતા પહેલાં દસ વાર વિચાર કરજો. રાહુના દુ:ખને ઓછું કરવા માટે ‘માહ બોક્તરાની આએશ’ ભણજો.
શુકનવંતી તા. 30, 31, 1, 5 છે.

Rahu’s ongoing rule has you completely cornered! You will lose your mind over the smallest of issues. Even the straight and simple tasks will go topsy-turvy. Your favourite person will get upset with you over a very petty matter. The atmosphere at home will not be peaceful. Before making any investments, ensure to think it through ten times over. To reduce the wrath of Rahu, pray the Mah Bokhtar Nyaish, daily.

Lucky Dates: 30, 31, 1, 5.


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

24મી નવેમ્બર સુધીમાં તમારા જવાબદારી ભરેલા કામો પહેલા પૂરા કરી લેજો. જ્યાથી ફાયદો થતો હોય તે કામ પહેલા કરીને ફાયદાને પોતાનો કરી લેજો. કામકાજમાં ઉપલાવર્ગનું દિલ જીતી લેવામાં જરાબી મુશ્કેલી નહીં આવે. થોડીઘણી રકમ ઈનવેસ્ટ કરવાનું ભૂલતા નહીં. ચેરીટીજના કામો કરવામાં ખૂબ જ આનંદ આવશે. ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 1 થી 4 છે.

Ensure to prioritize fulfilling all your work and personal commitments by the 24th of November. Ensure to select those works which could be beneficial to you. You will be able to win over your senior colleagues at your workplace. Ensure to make some investments. You will find great happiness in doing works of charity. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 1 to 4.

 

Leave a Reply

*