Your Moonsign Janam Rashi This Week –
27 November – 03 December 2021

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

ગુરુ જેવા ધર્મ અને કર્મના દાતાની દિનદશા ચાલુ હોવાથી તમોને કોઈક ધર્મના સ્થળ પર જવાનું મન ખૂબ જ થશે. બીજાને મદદ કરવામાં જરાબી પાછીપાની નહીં કરો. ફેમીલી મેમ્બર તમોને માન-ઇજ્જત ખૂબ જ આપશે. મિત્રને સીધો રસ્તો બતાવીને તેને મુશ્કેલીમાંથી બહાર કાઢી શકશો. ધનની ચિંતા જરાબી નહીં આવે. હાલમાં દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 27, 28, 1 ને 2 છે.

Jupiter’s ongoing rule will make you want to visit a religious place. You will be able to help another. You family members will flourish you with much admiration and respect. You will be able to get a friend out of trouble with your timely advice. You need not worry at all about finances. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 27, 28, 1, 2.


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

તમોને આજથી 58 દિવસ માટે ગુરુની દિનદશા ચાલુ થયેલી છે તેથી 22મી જાન્યુઆરી સુધીમાં તમારા અધૂરા કામો પૂરા કરવામાં કોઈ કસર નહીં મુકો. નવા કામ કરવા માગતા હશો તો નવા કામ મેળવી શકશો. જીવનમાં કોઈક પ્રેમ કરનાર વ્યક્તિ મળી શકશે. નાણાકીય ચિંતા ઓછી કરવા માગતા હો તો રોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ કરી દેજો.
શુકનવંતી તા. 29, 30, 2, 3 છે.

Starting today, Jupiter’s rule for the next 58 days helps you complete all your incomplete works, till 22nd January. Those seeking new projects will be able to get these. You could find your sweetheart in this phase. To reduce any financial worries, pray the Sarosh Yasht daily.

Lucky Dates: 29, 30, 2, 3.


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

શનિની દિનદશા ચાલુ હોવાથી તમે નાની-નાની બાબતમાં પરેશાન થઈ જશો. બીજાનું ભલુ કરવા જતા તમારું ખરાબ થઇ જશે. હાલમાં તમે જ્યાં કામ કરવા માગતા હશો ત્યાં તમને કામ મળવાના ચાન્સ નથી. હાથ-પગ અને માથાના દુ:ખાવાથી પરેશાન થશો. નાણાકીય બાબત ખોટા ખર્ચાઓ થતા રહેશે. હાલમાં દરરોજ ભૂલ્યા વગર ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 27, 28, 1 ને 2 છે.

Saturn’s ongoing rule will cause you to get troubled over petty matters. Trying to help another will end up spoiling things for yourself. You might not be able to get a job at the place where you are hoping to seek employment. You could suffer from pain in the limbs and the head. You could end up spending on unnecessary expenses. Ensure to pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 27, 28, 1, 2.


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

બુધની દિનદશા ચાલુ હોવાથી હાલમાં તમે તમારી બુદ્ધીનો ઉપયોગ કરીને તમારા દુશ્મનને હરાવી શકશો. જેબી કામ કરતા હશો ત્યાં માન-ઇજ્જત મળે તેવા કામ કરવામાં સફળ થશો. હાલમાં બને તો થોડી ઘણી રકમને સારી જગ્યાએ રોકાણ કરવામાં ફાયદામાં રહેશો. હાલમાં કરેલ રોકાણ ભવિષ્યમાં ફાયદો થશે તે બાબતનું ધ્યાન આપજો. હાલમાં ‘મહેર નીઆયેશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 28, 29, 30 ને 3 છે.

Mercury’s rule will help you use your intelligence to vanquish your detractors. You will do work which will bring you much respect and admiration at your workplace. You will be at a profit if you invest some of your income. Do your due diligence to ensure that the investment you are making will bear profits for you in the future. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 28, 29, 30, 3.


LEO | સિંહ: મ.ટ.

05Leo

હવે તો તમોને બી બુધની દિનદશા ચાલુ હોવાથી 18મી જાન્યુઆરી સુધીમાં તમને તમારા કામની અંદર સફળતા મળતી રહેશે. બુદ્ધી વાપરીને બીજા કરતા પહેલા તમે તમારા કામો પૂરા કરી શકશો. જેબી કમાશો તેમાંથી થોડી ઘણી બચત કરવામાં સફળ થશો. તમારા કામમાંથી કોઈબી વ્યક્તિ તમારી મીસ્ટેક શોધી નહીં શકે. આજથી ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ કરી દેજો.
શુકનવંતી તા. 27, 28, 30 ને 3 છે.

Mercury’s ongoing rule till 18th January, will continue to bring you professional success. By using your intelligence, you will be able to complete your work earlier than others. You will be able to make investments from your income. No one will be able to fault your work. Starting today, pray the Meher Nyaish daily.

Lucky Dates: 27, 28, 30, 3.


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

આજથી 28 દિવસ માટે મંગળની દિનદશા શરૂ થયેલી છે તેથી તબીયતની ખાસ સંભાળ લેજો. તાવ, માથાના દુ:ખાવાથી પરેશાન થઈ જશો. હાથની નીચે કામ કરનાર તમોને નાની બાબતમાં ઈરીટેડ કરી નાખશે. તમે સીધા કામ કરતા હશો ત્યાં તે લોકો તમારા મગજને ફેરવી નાખીને તમારા કામને બગાડી દેવા માટે મજબૂર કરશે. રોજ ‘તીર યશ્ત’ભણજો શાંતિ મળશે.
શુકનવંતી તા. 27, 29, 1, 2 છે.

Starting today, Mars rules you for the next 28 days. Take special care of your health. You could suffer from fever or headaches. Those working under you will pose trouble for you over small matters. They will influence your mind and get your off-track from the proper path and ruin the work. For mental peace, pray the Tir Yasht daily.

Lucky Dates: 27, 29, 1, 2.


LIBRA | તુલા: ર.ત.

07Libra

26મી ડિસેમ્બર સુધી ચંદ્રની દિનદશા ચાલશે તેથી તમારા મનનો આનંદ ખૂબ જ વધારી દેશે. તમારા અધૂરા કામને પૂરા કરવા માટે ચંદ્ર તમારા મનને મજબૂત બનાવી દેશે. નાની મુસાફરીનો ચાન્સ મળે તો ચુકતા નહીં. ઘરવાળાની ડિમાન્ડ પૂરી કરવા થોડી ઘણી મહેનત કરવી પડશે. ધંધા-રોજગારમાં વધારો કરવા માટે રોજ 101 નામ ભણી લીધા પછી 34મું નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 28, 29, 30 ને 3 છે.

The Moon’s rule till 26th December, greatly increases your mental peace and joy. The Moon will help strengthen your mind to help you complete any incomplete tasks. A short travel opportunity could come your way. You might need to do a bit of work to cater to the wants of your family members. To increase your income from your work, you are advised to chant the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, after praying the 101 Names of God daily.

Lucky Dates: 28, 29, 30, 3.


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

6ઠી ડિસેમ્બર સુધી સૂર્યની દિનદશા ચાલશે તેથી તમારું મગજ જરાબી શાંત નહીં રહે. નાની વાતમાં ગરમ થઈ જશો. સમજયા વગર કોઈબી જાતનું ડીસીજન લેવામાં તમે નુકસાનમાં આવી જશો. માથાનો દુ:ખાવો, હાઈ પ્રેશર, પગના દુ:ખાવાથી પરેશાન થતા રહેશો. સરકારી કામોમાં સફળતા નહીં મળે. સૂર્યને શાંત કરવા માટે 96મું નામ ‘યા રયોેમંદ’ 101 વખત ભણજો.

શુકનવંતી તા. 27, 30, 1, 2 છે.

The Sun’s rule till 6th December doesn’t allow your mind to be at peace. You will lose your temper at the smallest provocation. If you make decisions without thoroughly thinking things through, you will end up incurring a loss. You could suffer from high BP, headaches and leg-aches. You might not be successful in Government-related works. To placate the Sun, pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.

Lucky Dates: 27, 30, 1, 2.


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

16મી ડિસેમ્બર સુધી શુક્રની દિનદશા ચાલશે તેથી હાલમાં તમારા અગત્યના કામો પૂરા કરવા માગતા હો તો ઘડિયાળની સામે જોતા નહીં. ધન લાભ મળે તેમાંથી થોડી ઘણી બચત કરવામાં સફળ થઈ જશો. ધણી-ધણીયાણી એકબીજાની વાત ઇશારાથી સમજી જશે. નોકરી કરતા હશો ત્યાં માન-પાન વધુ મળશે. હાલમાં દરરોજ ‘બહેરામ યઝદ’ ભણજો.
શુકનવંતી તા. 28, 29, 2 ને 3 છે.

Venus’ rule till 16th December advises you not to set a fixed time to complete your tasks. You will be successful in investing some amount from your income and profits. Couples will experience greater mental understanding. The employed will receive much appreciation and fame at their place of work. Pray to Behram Yazad daily.

Lucky Dates: 28, 29, 2, 3.


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

તમોનેબી મોજશોખના શોખીન શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમારા મોજશોખની પાછળ ખર્ચ ખૂબ જ વધી જશે. નવું કામ કરવામાં સફળ થઈ જશો. ઓપોઝીટ સેક્સનું એટ્રેકશન ખૂબ જ વધી જશે. નાણાકીય મુશ્કેલી નહીં આવે. શુક્રની દિનદશા ચાલુ હોવાથી ધન બચાવવામાં સફળતા નહીં મળે. થોડું ઘણું ઇનવેસ્ટ કરવામાં સફળ થશો. ‘બહેરામ યઝદ’ ભણજો.
શુકનવંતી તા. 27, 28, 30, 1 છે.

Under the rule of Venus, your expenses toward fun and entertainment will increase greatly. You will be able to get new projects successfully. The attraction towards the opposite gender will increase greatly. There will be no financial problems. While you will not be able to save any money, you will be able to invest a small part of it. Pray to Behram Yazad daily.

Lucky Dates: 27, 28, 30, 1.


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

છેલ્લા 9 દિવસ જ રાહુની દિનદશામાં પસાર કરવાના બાકી છે. ઉતરતી રાહુની દિનદશા તમારા કોઈબી કામ પૂરા કરવામાં સફળ નહીં થાય. વધુ પડતી આશા રાખવાથી વધુ નારાજ થઈ જશો.  ખોટા વિચારોથી પરેશાન વધુ થઈ જશો. રાતની ઊંઘબી ઓછી થઈ જશે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 30 થી 3 છે.

Nine days remain under Rahu’s rule. Its descending rule will not allow you to be successful in any of your endeavours. Keeping high expectations of others will make you upset. Negative thoughts will rule your mind. Your sleep will decrease. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 30 to 3.


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

હાલમાં તમોનેબી રાહુની દિનદશા ચાલુ હોવાથી નાના કામમાં પરેશાની આવશે. ધનની ચિંતા ખૂબ જ સતાવશે. જેટલું મેળવશો તેના કરતા ખર્ચ વધુ થવાથી મગજ કામ નહીં કરે. કરેલા કામો બગડી જશે. તમારી સાથે કામ કરનાર મદદ નહીં કરે. પ્રેમી-પ્રેમીકામાં નાની નાની વાતમાં મતભેદ પડશે. રાહુને શાંત કરવા માગતા હો તો ભુલ્યા વગર ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 27, 29, 30, 1 છે.

Rahu’s ongoing rule will keep posing impediments in your work. Financial worries will consume you. With your expenditures being greater than your income, your mind will be in a tizzy. Your completed tasks will get undone. Your colleagues will not be helpful. Couples will end up squabbling over petty issues. To placate Rahu, ensure to pray the Mah Bokhtar Nyaish.

Lucky Dates: 27, 29, 30, 1.

 

Leave a Reply

*