Your Moonsign Janam Rashi This Week –
13 November – 19 November 2021

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

25મી ડિસેમ્બર સુધી ધર્મના દાતા ગુરુની દિનદશા ચાલશે. ગુરુની કૃપાથી હાલમાં તમારા ધનને સારી જગ્યાએ વાપરવામાં સફળ થશો. ગુરુની કૃપાથી લીધેલા કામને પૂરા કર્યા વગર મુકશો નહીં. ઘરમાં વડીલવર્ગને માન પાન આપવાથી તેમના આર્શિવાદ મેળવશો. હાલમાં ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 14 થી 17 છે.

Jupiter’s rule till 25th December will help you put your money to good use. You will complete all your work at hand. You will receive the blessings of the elderly at home by showing them respect and admiration. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 14 to 17.


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

હાલમાં શનિની દિનદશા ચાલુ હોવાથી તમોને તમારા કામો કરવામાં ખૂબ જ આળસ આવશે. તબિયત અચાનક બગડી જાય તો નવાઈમાં પડી જતા નહીં. બીજાને મદદ કરવા જતા તમે તમારા રીલેશનને ખરાબ કરી નાંખશો. સાંધાના દુ:ખાવાથી પરેશાન થશો. મનમાં ખોટા વહેમ આવતા રહેશે. શનિની પીડાને ઓછી કરવા માટે મોટી ‘હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 13, 15, 18, 19 છે.

Saturn’s ongoing rule makes you feel lethargic in carrying out your activities. Your health could suddenly go down. Trying to help others could end up ruining your relations with them. You could suffer from joint pains. Negative thoughts could cloud your mind. To placate Saturn, pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 13, 15, 18, 19.


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

છેલ્લું અઠવાડીયું જ તમારી રાશિના માલિક બુધની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. તેથી બધા કામ બાજુમાં મુકીને લેતીદેતીના કામો પહેલાં પૂરા કરી લેજો. બને તો થોડું ઘણું ઇન્વેસ્ટ કરવાનું ભુલતા નહીં. બચ્ચાંની ડિમાન્ડ પૂરી કરવામાં કોઈ મુશ્કેલી નહીં આવે. મીઠી જબાન વાપરી મિત્રોની મદદથી અઘરા કામ પૂરા કરશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 14, 15, 16, 17 છે.

This is the last week under the rule of Mercury. Prioritize those transactions related to lending or borrowing money. Try to invest some amount of money. There will be no difficulty in catering to the wants of children. With the help of friends and the use of sweet language you will be able to complete even the challenging tasks at hand. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 14, 15, 16, 17.


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

લાંબો સમય બુધની દિનદશા ચાલશે તેથી તમે તમારા કામો વિજળી વેગે પૂરા કરી શકશો. ગામ-પરગામથી કોઈક સારા સમાચાર મલવાના ચાન્સ છે. જૂના રોકાણમાં ફાયદો થતો હોય મુદલ રાખી તે ફાયદો લઈ લેજો. કામમાં તેમજ મિત્ર મંડળમાં તમારું માન-ઈજ્જત ખૂબ જ વધી જશે. બુધની વધુ કૃપા મેળવવા માટે ‘મહેર નીઆયેશ’ ભણજો.

શુકનવંતી તા. 13, 17, 18, 19 છે.

Mercury’s rule is here for a long time, helping you to complete your works at lightning speed. You could receive good news from abroad. If old investments yield profits, you are advised to use those profits. With friends or at work, you will be highly respected and appreciated. To get greater blessings of Mercury, pray the Meher Nyaish daily.

Lucky Dates: 13, 17, 18, 19.


LEO | સિંહ: મ.ટ.

05Leo

મંગળની દિનદશા ચાલુ હોવાથી તમારા દુશ્મન તમોને નાની-નાની બાબતમાં ઈરીટેડ કરી નાખશે. હાલમાં ઘરમાં કોઈબી નવી ચીજવસ્તુ લેવાની ભૂલ કરતા નહીં. જો તમે હાઈ પ્રેશરની માંદગીમાંથી પસાર થતા હો તો દવા લેવામાં આળસાઈ નહીં કરતા. જમીન-જાયદાતનાં અટકેલા કામો થોડા સમયમાં થઈ જશે. મંગળને શાંત કરવા માટે રોજ ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 14, 15, 18, 19 છે.

Mars’ ongoing rule will have your detractors harassing you over petty matters. You are advised not to make any purchases for the house. Those suffering from high Blood Pressure are advised to take their medicine on time. Stalled projects related to property and assets will get restarted in some time. To pacify Mars, pray the Tir Yasht daily.

Lucky Dates: 14, 15, 18, 19.


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

છેલ્લા બે અઠવાડિયા જ ચંદ્રની શીતળ છાયામાં પસાર કરવાના બાકી છે. ચંદ્ર તમારા મનને શાંત રખાવીને અગત્યના કામો પૂરા કરાવી આપશે. ઘરવાળાને આનંદમાં રાખવા માટે ધન વધુ મળશે. કોઈક સારા સમાચાર મળવાથી મનને ખુશી મળશે. તબિયતમાં સારો સુધારો આવશે. 101 નામ ભણી લીધા પછી 34મું નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 16, 17, 18, 20 છે.

You have two more weeks under the Moon’s rule, which will help keep your mind cool and ensure you finish all your important works. You will be able to earn more income to keep your family happy. Some good news will bring you much joy. Health will improve well. After praying 101 names, pray the 34th Name, ‘Ya Beshtarna’, 101, times daily.

Lucky Dates: 16, 17, 18, 20.


LIBRA | તુલા: ર.ત.

07Libra

હાલમાં ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી તમે તમારા મનને સ્થિર બનાવીને અઘરા કામો સમય ઉપર પૂરા કરી શકશો. તમે લીધેલા ડીસીઝન ચેન્જ કરવાની ભૂલ કરતા નહીં. નાની મુસાફરીનો ચાન્સ મળી રહેશે. ઘરવાળા, મિત્ર, સગાઓને ખુશી આપી શકશો. જોઈતી ચીજવસ્તુ લેવામાં મુશ્કેલી નહીં આવે. હાલમાં 34મું નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 13 થી 16 છે.

The Moon’s ongoing rule helps keep your mind stable and finish your work in time. Do not make the mistake of changing any decisions you have taken. You could be in for a short travel opportunity. You will please your family members, relatives and friends. You will not find any difficulty in purchasing what you want. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101, times daily.

Lucky Dates: 13 to 16.


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

પહેલાં ત્રણ દિવસ જ સુખ-શાંતિમાં પસાર કરી શકશો. તેથી ઓપોજીટ સેક્સ ધણી-ધણીયાણીના કામો પહેલાં પૂરા કરી લેજો નહીં તો 16મી સૂર્યની દિનદશા આવનારા દિવસમાં તમને ખોટી રીતે તપાવીને કામને બગાડી દેશે. તાવ-શરદી-ખાંસી-માથાના દુ:ખાવાથી પરેશાન થસો. વડીલવર્ગની ચિંતા વધી જશે. ભૂલ્યા વગર ‘બહેરામ યઝદ’ ભણજો.
શુકનવંતી તા. 14, 17, 18, 19 છે.

You have 3 days remaining to spend in peace and happiness. Ensure to first complete works related to the opposite gender or your spouse. The Sun’s rule starting 16th November will take away from your happiness and make things difficult. You could suffer from fever, cough and cold or headaches. Worries about the elderly will increase. Ensure to pray to Behram Yazad daily.

Lucky Dates: 14, 17, 18, 19.


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

શુક્ર જેવા મોજીલા ગ્રહની દિનદશા ચાલુ હોવાથી તમે કરકસર કરવામાં સફળ નહીં થાવ. નાણાકીય બાબતની સારાસારી થતી રહેશે. રીસાયેલા મિત્રો પાછા આવશે. નાણાકીય સ્થિતિ સુધરતી જશે. તમો જો જીવનસાથીને ગોતતા હોય તો તમારી પસંદગીના જીવનસાથી મળવાના પૂરેપૂરા ચાન્સ છે. હાલમાં દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલું રાખજો.
શુકનવંતી તા. 13, 14, 16, 18 છે.

Venus’ ongoing rule will not let you put in too much hard work. Financially, things will continue to improve. Friends who are upset with you will return to you. Those looking for a life partner will be able to meet their better halves in this phase. Pray to Behram Yazad daily.

Lucky Dates: 13, 14, 16, 18.


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

વૈભવ, મોજશોખ આપનાર શુક્રની દિનદશા ચાલુ હોવાથી આવકની સાથે જાવકનું પ્રમાણ ચાલું રહેશે. શુક્રની કૃપાથી ઓપોજીટ સેક્સનું એટ્રેકશન વધી જશે. નવા મિત્રો મળવાના ચાન્સ છે. તબિયતના સારો સુધારો થતો રહેશે. હરવા-ફરવામાં સમય પસાર કરી લેશો. રોજબરોજના કામો પૂરા કરી શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 15, 16, 17, 19 છે.

Venus’ ongoing rule will keep your expenses and income flowing steadily. Attraction to the opposite sex will increase. You could make new friends. Your health will improve. You will be able to travel around. You will be able to complete your daily work in time. Pray to Behram Yazad daily.

Lucky Dates: 15, 16, 17, 19.


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

રાહુની દિનદશા ચાલુ હોવાથી તમો તમારા નાના કામબી સમય ઉપર પૂરા નહીં કરી શકો. અંગત માણસોબી તમારા બાજુ ઊભા નહીં રહે તેનું દુ:ખ થશે. રાહુ તમારા દિવસનીભૂખને ઉડાવી દેશે અને રાતના ઊંઘ બરાબર આવશે નહીં. હાલમાં કોઈબી જાતનું રોકાણ કરવાની ભૂલ કરતા નહીં. મનગમતી વ્યક્તિ નાની બાબતમાં નારાજ થઈ જશે. દરરોજ ‘મહાબોક્તાર નીઆએશ’ ભણજો. તેમાં મનને શાંતિ મળશે.
શુકનવંતી તા. 13, 14, 17, 18 છે.

Rahu’s ongoing rule makes it difficult to complete your work in time. You will be hurt as those close to you do not stand by you. Rahu will rob you of your sleep and your appetite. Avoid making any kind of investments. Your favourite person will get upset with you over a small matter. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 13, 14, 17, 18.


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

24મી નવેમ્બર સુધી ગુરુની દિનદશા ચાલશે. ઉપરની ગુરુની દિનદશા ચેરીટીઝના કામો કરાવી આપશે. કોઈક વ્યક્તિ સાચો રસ્તો બતાવીને તેની ભલી કૃપા મેળવી લેશો. સંગાઓ સાથેના સંબંધમાં ઘણો સુધારો આવી જશે. હાલમાં ધનની માટે ઈનવીઝીબલ હેલ્પ મળી રહેશે. ચાલુ કામમાં ફાયદો મળશે. હાલમાં રોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 13, 15, 16, 19 છે.

Jupiter’s rule till 24th November will make you indulge in works of charity. You will receive the good wishes of someone by showing them the right path. Relationships with your relatives will get better. You will receive anonymous financial help. You will make profit from your ongoing ventures. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 13, 15, 16, 19.

 

Leave a Reply

*