Your Moonsign Janam Rashi This Week –
20 November – 26 November 2021

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

હાલમાં તો ગુરુની દિનદશા ચાલુ હોવાથી આ સવા મહિનામાં તમે તમારા અધૂરા કામોને પૂરા કરવામાં સફળ થશો. નવા કામ લેવાની જગ્યાએ ચાલુ કામ ઉપર વધુ ધ્યાન આપશો. ગુરુની કૃપાથી નાણાકીય બાબતમાં ઈનવીઝીબલ હેલ્પ મળી રહેશે. ઘરવાળાની ડિમાન્ડ પૂરી કરવામાં જરાબી મુશ્કેલી નહીં આવે. થોડું ઘણું રોકાણ કરજો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 20 થી 23 છે.

Jupiter’s ongoing rule helps you to complete all your incomplete works within the next 40 days. Instead of taking on new projects, you would need to focus more on the ones in hand. You will receive anonymous financial help, with the blessings of Jupiter. You will face no difficulty in catering to the needs of your family members. Ensure to invest some amount of money. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 20 to 23.


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

છેલ્લું અઠવાડિયું જ શનિની દિનદશામાં પસાર કરવાનું બાકી છે તેથી મેન્ટલી ખૂબ જ પરેશાનીમાં આવી જશો. ઘરવાળાબી તમારાથી વિરુદ્ધ કાર્યો કરીને ઇરીટેડ કરી નાખશે. ધણી-ધણીયાણીમાં નાની-નાની બાબતમાં મતભેદ પડતા રહેશે. ઘરવાળા સાથે ઓછું બોલીને તમારા કામ પૂરા કરી લેજો. અંગત વ્યક્તિ ચીટીંગ કરી જશે. હાલમાં મોટી ‘હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 21, 24, 25, 26 છે.

Saturn rules you for one last week, during which you could feel great mental anguish. Your family members will do things against your wishes and cause you great irritation. Couples will have arguments over petty matters. Try to get your tasks done by speaking minimally with your family members. Someone close could cheat you. Pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 21, 24, 25, 26.


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

તમોને આજથી શનિની દિનદશા શરૂ થયેલી છે. તેથી આજ 36 દિવસમાં શારીરિક બાબતની અંદર વધુ પડતા પરેશાન થશો. બીજાનું સારું કરવા જતા તમારું ખરાબ થઈ જશે. ખોટા ખર્ચાઓ વધી જવાથી નાણાકીય મુશ્કેલીમાં આવી જશો. સાંધાના દુ:ખાવા પ્રેસરની બીમારીથી વધુ પરેશાન થશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 20, 23, 24, 26 છે.

Saturn’s rule starting today for the next 36 days, indicates that you may need to endure physical discomfort. Trying to help another will result in things going wrong for you. An increase in unnecessary expenditures could land you in financial trouble. You could suffer from Blood Press or joint pains. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 20, 23, 24, 26.


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

19મી ડિસેમ્બર સુધી તો બુધની દિનદશા ચાલશે તેથી હાલમાં તમે થોડી ઘણી મહેનત, થોડી બુદ્ધિ વાપરીને મુશ્કેલી ભર્યા કામો પૂરા કરી શકશો. કામકાજની અંદર ભાગદોડ ખૂબ જ કરવી પડશે. હિસાબી કામકાજ ઉપર ધ્યાન આપજો. તમારા લેણાના પૈસા મેળવી શકશો. નાનું પ્રમોશન મળવાના ચાન્સ છે. ‘મહેર નીઆયેશ’ ભણજો.
શુકનવંતી તા. 21, 22, 23, 25 છે.

Mercury’s rule till 19th December predicts that with the use of your intelligence you will be able to accomplish and complete those tasks which are seemingly challenging. Work could get very hectic. Focus on your accounting work. You will be able to retrieve your debts. A small promotion is indicated. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 21, 22, 23, 25.


LEO | સિંહ: મ.ટ.

05Leo

તમારે પહેલાં 4 દિવસ જ મંગળની દિનદશામાં પસાર કરવાના બાકી છે. તેથી મનને શાંત રાખીને 4 દિવસ પસાર કરી લેજો. ઉતરતી મંગળની દિનદશા નાનું એક્સીડન્ટ આપી જાય તેવાં ગ્રહયોગ છે. પાછલા ત્રણ દિવસમાં થોડી શાંતિ મળશે. બુધની દિનદશા તમારા લેણા નાણાં પાછા મેળવવા માટે થોડી ઘણી ભાગદોડ કરવી પડશે. હાલમાં ‘તીર યશ્ત’ અને ‘મહેર નીઆઅંશ’ ભણજો.
શુકનવંતી તા. 22, 24, 25, 26 છે.

Mars rules you for four last days. You are advised to keep calm through this phase. The descending rule of Mars could cause a minor accident, so take care. You will be at peace after three days. With a little effort, you will be able to retrieve the money you have lent to others. Pray the Meher Nyaish along with the Tir Yasht daily.

Lucky Dates: 22, 24, 25, 26.


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

છેલ્લુ વીક જ ચંદ્રની દિનદશામાં પસાર કરવાનું બાકી છે તેથી હાલમાં તમારા મનની વાત જેને કહેવી હોય તેને સમય બગાડ્યા વગર કહી દેજો. ફેમીલી મેટરમાં ધ્યાન આપીને ફેમીલી મેમ્બરની ડિમાન્ડ પૂરી કરી શકશો. મનગમતી વ્યક્તિને આ અઠવાડિયામાં મળી લેજો. નહીં તો એક મહિના માટે તે વ્યક્તિને મળવું મુશ્કેલ થઈ જશે. રોજ 34મું નામ ‘યા બેસ્તરના’ 101 વાર ભણજો.
શુકનવંતી તા. 20, 21, 22, 23 છે.

This week marks the final phase of the Moon’s rule. Ensure to speak what’s on your mind to the person you want to speak with. You are advised to focus on family matters. You will be able to cater to the wants of your family members. Try to meet up with your favorite person within this week itself because you might not be able to meet them for the next month. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 20, 21, 22, 23.


LIBRA | તુલા: ર.ત.

07Libra

ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી તમારા ધારેલા કામો સમય ઉપર પૂરા કરવામાં સફળ થશો. કોઈકને ભૂલથી પ્રોમીશ આપી દીધેલ હશે તો પાક પરવર દેગાર અને ચંદ્રની દિનદશા તમને નીચે પડવા નહીં દેશે. નાની મુસાફરીનો ચાન્સ મળે તો ચુકતા નહીં. કામકાજને ઝડપી બનાવા માગતા હો તો હાલમાં મિત્રની મદદ લેજો. હાલમાં 34મું નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 21, 24, 25, 26 છે.

The ongoing Moon’s rule ensures that you succeed in completing your work in time. If you have made promises, then with the help of the Moon and the Almighty, you will be able to fulfil the promise. Do not reject the opportunity for a short trip. You are advised to take help from friends to get your work done faster. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 21, 24, 25, 26.


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

5મી ડિસેમ્બર સુધી સૂર્યની દિનદશા ચાલશે. તેથી હાલમાં તમે ચીડીયા સ્વભાવના થઈ ગયા હશો. કારણ વગર ગુસ્સે થઈ જશો. શારીરિક બાબતમાં પ્રેશર વટઘટ ખૂબ જ રહેશે. નાની ભૂલ-બેદરકારી તમને મોટી મુસીબતમાં મુકી દેશે. સહી-સીક્કાના કામો કરવાની ભૂલ કરતા નહીં. પૈસા ઉધાર આપતા નહીં. 96મું નામ ‘યા રયોેમંદ’ 101 વખત ભણજો.
શુકનવંતી તા. 20 થી 23 છે.

The Sun’s rule till 5th December will make you very irritable, getting angry without any reason. Your Blood Pressure will rise and drop – not being stable. A small mistake could land you in great trouble. Avoid doing any works that call for your signature. You are advised against lending money to others. Pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.

Lucky Dates: 20 to 23.


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

તમોને બી શુક્રની દિનદશા ચાલુ છે તેથી મુશ્કેલી ભર્યા કામ કરીને સાથે કામ કરનારને અંચબામાં નાખી દેશો. મોજશોખ પાછળ ખર્ચ વધી જવા છતાં શુક્રની મહેરબાનીથી નાણાકીય મુશ્કેલીમાં નહીં આવેે. ઓપોઝીટ સેક્સનો ભરપૂર સાથ મલતો રહેશે. ફેમીલી મેમ્બર સાથેના મતભેદ દૂર થશે હાલમાં તમોબી ‘બહેરામ યઝદ’ ભણજો.
શુકનવંતી તા. 21 થી 24 છે.

Venus’ ongoing rule helps you accomplish even your challenging tasks, surprising your colleagues. Despite an increase in expenditure over fun and entertainment, there will be no financial struggle. You will find great support in the opposite gender. Squabbles within the family will reduce. Pray to Behram Yazad daily.

Lucky Dates: 21 to 24.


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

14મી જાન્યુઆરી સુધી શુક્રની દિનદશા ચાલશે. તમારા માન ઈજ્જતમાં વધારો થશે. થોડું ઘણું એકસ્ટ્રા કામ કરીને વધુ ધન મેળવી લેશો. જૂના ઈનવેસ્ટમેન્ટમાંથી જે ફાયદો થતો હોય તે લઈ લેજો અને મૂળ ઈનવેસ્ટમેન્ટને રહેવા દેજો. તમોબી ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 20, 23, 24, 25 છે.

Venus’ rule till 14th January brings in an increase in your popularity and respect from others. You will be able to earn a lot more money by putting in just a little extra work. You are advised to retrieve the profits made from old investments and leave them be as is. Pray to Behram Yazad daily.

Lucky Dates: 20, 23, 24, 25.


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

6ઠી ડિસેમ્બર સુધી રાહુની દિનદશા ચાલશે તેથી ઘરવાળા સાથે નાની-નાની બાબતમાં કટકટ થયા કરશે. તમે તમારી સચ્ચાઈ બતાવી નહીં શકો. અંગત વ્યક્તિ તમને દગો આપી જશે. કોઈના બી ઉપર વિશ્ર્વાસ મુકવાની ભૂલ કરતા નહીં. કોઈની મદદ નહીં મળે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 23 થી 26 છે.

Aquarius: Rahu’s rule till 6th December will have you squabbling with family members over the smallest issues. You will not be able to prove your truthfulness. A close person could deceive you. Avoid trusting others for a while. You will not receive help from others. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 23 to 26.


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

પહેલાં ત્રણ દિવસ ગુરુની દિનદશામાં પસાર કરવાના બાકી છે તેથી ચેરેટીજ કામો સારી રીતે કરી કરશો. બાકી 24થી ખોટી ભાગદોડ કરવાથી વધુ પરેશાન થશો. 23મી સુધી ધનલાભ થવાના ચાન્સ છે. પાછલા 4 દિવસમાં બેચેની વધુ લાગશે. ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 20, 21, 22, 25 છે.

Jupiter rules you for three more days. You will be able to effectively do works of charity. Starting from the 24th of November, you will feel harassed for putting in extra effort in vain. You could receive income and profits till the 23rd. After this date, you will feel increasingly restless as Rahu takes over. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 20, 21, 22, 25.

 

Leave a Reply

*