ઉદવાડામાં પાક ઈરાનશાહ સાહેબનું નવીનીકરણ કરાયું

આપણા સમુદાયના આધ્યાત્મિક રાજા ઈરાનશાહનું તા. 14મી ડિસેમ્બર, 2021ના રોજ સમારકામ અને નવીનીકરણનું કાર્ય પૂરું કરવામાં આવ્યું હતું. માહના રોજ હોર્મુઝદ (સુપ્રમ દિવ્યતાને સમર્પિત) પર પવિત્ર અગ્નિને ફરીથી પવિત્ર કરાયેલા ગર્ભગૃહમાં ફરીથી બિરાજમાન કરવામાં આવ્યા. અમરદાદ (શાશ્ર્વતતાના દિવ્યતાને સમર્પિત). અહુરા મઝદાના આશીર્વાદ પાક ઈરાનશાહ દ્વારા સમગ્ર સમુદાય અને આ વિશ્વ પર અનંતકાળ સુધી વરસતા રહે એવી પ્રાર્થના.
ઈરાનમાં સાસાનિયન સામ્રાજ્યના પતન પછી આપણા પૂર્વજો કોઈ રાજા વિનાના હોવાથી આતશ બહરામને ઈરાનશાહ અથવા પઈરાનનો રાજાથ નામ આપવામાં આવ્યું હતું. ઈરાનમાં તેમની મૂળ માતૃભૂમિથી દૂર, તેઓ વિજયની આ આગને તેમના આધ્યાત્મિક સાર્વભૌમ તરીકે ઓળખવા લાગ્યા.
ઈરાનશાહ આટલો ખાસ કેમ છે? આતશ બહેરામને પવિત્ર કરવા માટે વિવિધ વ્યવસાયો (દા.ત., ઈંટના ભઠ્ઠા, ટંકશાળ, દારૂની ભઠ્ઠી વગેરે)માં વપરાતી સોળ પ્રકારની આગની આવશ્યકતા હોય છે, જેમાં અગ્નિ (બે ઝોરાસ્ટ્રીયનની સાક્ષીમાં વૃક્ષને કુદરતી રીતે ઘર્ષણદ્વારા અગ્નિ પેદા કરવી). ઈરાનશાહના કિસ્સામાં, મૌખિક પરંપરા આપણને કહે છે કે પ્રકાશની અગ્નિ પ્રાર્થનાની શક્તિથી પ્રેરિત કરવામાં આવી હતી. તમામ સોળ અગ્નિ પર વિવિધ વિધિઓ કરવામાં આવે છે, જે પછી તે બધા ધાર્મિક રીતે વિલીન થાય છે અને વિધિપૂર્વક સિંહાસન ગ્રહણ કરે છે.
ઈરાનશાહે ઉદવાડા કરતાં નવસારીના સમુદાયને ઘણાં વર્ષોથી આશીર્વાદ આપ્યા છે. એક પ્રભાવશાળી બેહદીન ચાંગા આસાની વિનંતી 1469માં ઈરાનશાહને વાંસદાથી નવસારી લાવવામાં આવેલા હતા. ઈરાનશાહ ત્રણસો ચૌદ વર્ષ સુધી નવસારીમાં રહ્યા હતા. પરંતુ, પિંડારસ (નિર્દય ડાકુઓ) તરફથી વધતી ધમકીઓને કારણે, ઈરાનશાહને બે વર્ષ માટે સુરત અને પછી બીજા ત્રણ વર્ષ માટે નવસારી લાવવામાં આવ્યા. પાછળથી નવસારીના સંજના પુજારીઓ અને ભગરિયા પુજારીઓ વચ્ચે પંથક અથવા ધાર્મિક અધિકારોને લઈને મોટો વિવાદ ઊભો થયો. વિવાદ વધતાં, સંજનાના પાદરીઓએ ઈરાનશાહને બલસારમાં લઈ જવાનું નક્કી કર્યું, જ્યાં ઈરાનશાહ બે વર્ષ સુધી પ્રજ્વલીત રહ્યા. પરંતુ બલસાર/વલસાડ હજુ પણ ભગરિયા પાદરીઓના અધિકારક્ષેત્રમાં હોવાથી તેઓએ ઈરાનશાહને ઉદવાડા આવ્યા. જે ઘણા લોકોનું માનવું હતું કે તે કામચલાઉ સ્થાન હતું.
ઈરાનશાહ એ ભારતમાં માત્ર પ્રથમ અને સૌથી જૂનો પવિત્ર આતશ બહેરામ નથી પણ ઈરાન સાથેની આધ્યાત્મિક કડી પણ છે – જે તમામ ઝોરાસ્ટ્રિયયનોની આધ્યાત્મિક માતૃભૂમિ છે. ઐતિહાસિક રીતે ઈરાનશાહને પર્વતીય ગુફાઓ, જંગલો અને ધર્મનિષ્ઠ પાદરીઓનાં નમ્ર નિવાસસ્થાનમાં રાખવામાં આવ્યા છે. તે અસંખ્ય પ્રસંગોએ સમગ્ર દક્ષિણ ગુજરાતના વિવિધ પ્રદેશોમાં ખસેડવામાં આવ્યું છે અને હજારો ભક્તોને શતાબ્દીથી આશીર્વાદ આપ્યા છે. આજે ઈરાનશાહ ઉદવાડામાં એક ભવ્ય ઈમારતમાં બિરાજમાન છે, જેનું નિર્માણ 1894માં ધર્મનિષ્ઠ અને પરોપકારી બાઈ મોટલીબાઈ માણેકજી વાડિયા દ્વારા કરવામાં આવ્યું હતું અને હવે શાપૂરજી પાલનજી જૂથ દ્વારા તેનું ભવ્ય સમારકામ અને નવીનીકરણ કરવામાં આવ્યું છે.

Leave a Reply

*