Your Moonsign Janam Rashi This Week –
25 Decemmber – 31 December 2021

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

તમોને આજથી રાહુની દિનદશા 42 દિવસ ચાલશે. તેથી રાહુ તમોને તમારા કામ પૂરા કરવા નહીં દે. તમારા પોતાના અંગત માણસોનો સાથ-સહકાર નહીં મળે તેનું દુ:ખ થશે. નાણાકીય બાબતમાં વધુ પરેશાન થશો. ધ્યાન નહીં આપો તો ઉધાર ધન લેવાનો સમય આવી જશે. રાહુના જોરને ઓછું કરવા માટે ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 26 થી 29 છે.

Rahu’s rule starts today for the next 42 days. You might not be able to complete your tasks. Those who are close to you would not be supportive of your and this could hurt you. Financial problems could arise, so be cautious else you could end up having to borrow money. To placate Rahu, pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 26 to 29..


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

ગુરુ જેવા શુભ ગ્રહની દિનદશા ચાલુ હોવાથી તમારા કામ પૂરા કરવા માટે સાથે કામ કરનાર પૂરેપૂરો સહકાર આપશે. અચાનક નાનો ધનલાભ મળવાથી ધનનો ઉપયોગ સારી જગ્યાએ કરી શકશો. જો તબીયત બગડેલી હશે તો તેમાં સુધાર જરૂર આવી જશે. સંગાઓ સાથે મુલાકાત થશે. રોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 25, 26, 30, 31 છે.

Jupiter’s ongoing rule helps you receive help from your colleagues to complete your assignments. You could receive a sudden small windfall and your will be able to employ this income in good places. Improvement in the health of those who have been ill, is predicted. You will meet with relatives. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 25, 26, 30, 31.


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

તમારે આજનો દિવસ જ શનિની દિનદશામાં પસાર કરવાનો બાકી છે. આજે બને તો ઘરમાં બેસીને કોઈની સાથે ખોટી ચર્ચામાં પડતા નહીં. કાલથી ગુરુની દિનદશા 58 દિવસ માટે શરૂ થશે. ગુરુ તમારા માથા ઉપરના બોજાને ઓછો કરી આપશે. ધર્મના કામો ખૂબ જ સારી રીતે કરી શકશો. ‘મોટી હપ્તન યશ્ત’ આજે ભણજો કાલથી ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 26, 28, 29, 31 છે.

Today is your last day under Saturn’s rule. So, try to stay at home and avoid getting into arguments with others. Jupiter’s rule starting tomorrow for the next 58 days will surely reduce your mental tensions. You will be able to do religious works effectively. Pray the Moti Haptan Yasht today and from tomorrow pray the Sarosh Yasht daily.

Lucky Dates: 26, 28, 29, 31.


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

24મી જાન્યુઆરી સુધી શનિની દિનદશા ચાલશે તેથી ખોટા વિચારોથી પરેશાન થઈ જશો. તબિયત સારી હોય તો બી બેદરકાર રહેતા નહીં. નાણાકીય લેતી-દેતી કરવાની ભૂલ કરતા નહીં. શેરબઝારના કામો કરતા પહેલાં દસ વાર વિચારજો. શનિ તમોને થોડા આળસું બનાવી દેશે. ધનની ખેંચ રહેશે. ‘મોટી હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 25 થી 28 છે.

Saturn’s rule till 24th January will fill your mind with negative thoughts. Even if your health is good, do not be careless. Avoid getting into any kind of financial borrowing or lending. You are advised to think things through ten times over before getting into the share market. You could feel lethargic. Financially things could get a bit tight. Continue to pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 25 to 28.


LEO | સિંહ: મ.ટ.

05Leo

બુધની દિનદશા ચાલુ હોવાથી તમારા વિચારવાની શક્તિ ખૂબ જ વધી જશે. જેબી કામ કરશો તે કામ શરૂ કરતા પહેલાં કામ જલ્દી પૂરું થાય તેનો પ્લાન બનાવીને આગળ વધશો. નાણાકીય બાબતમાં થોડીઘણી કરકસર કરીને સારી જગ્યાએ રોકાણ કરવામાં સફળ થશો. સરકારી કામો ખૂબ જ સારી રીતે કરશો. હાલમાં ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 28, 29, 30, 31 છે.

Mercury’s ongoing rule enhances your thinking abilities manifold. You will be able to get ahead of your work schedule as you would make a good plan for it and succeed. Financially, with a little effort, you will be able to invest your money in a beneficial place. You will be able to do any government related works with ease. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 28, 29, 30, 31.


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

તમોનેબી આજથી તમારી રાશિના માલિક બુધની દિનદશા 56 દિવસ ચાલશે તેથી હવે તમે વાણિયા જેમ કામ કરતા શીખી જશો. જેમાં તમારો ફાયદો થતો હશે તે કામ પહેલાં કરશો. કોઈક વ્યક્તિને સાચી સલાહ આપીને તેનું દિલ જીતી લેશો. આજે તમેબી ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 26, 27, 28, 31 છે.

Mercury’s rule starts today for the next 56 days, making you learn how to work with a lot of savvy and smartness. You will prioritize those works which will yield you profits. You will win over the heart of another by giving them honest advice. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 26, 27, 28, 31.


LIBRA | તુલા: ર.ત.

07Libra

તમારે આજનો દિવસ જ શનિની દિનદશામાં પસાર કરવાનો બાકી છે. તેથી આજે ઘરવાળાને આનંદમાં રાખવામાં સફળ થશો. બાકી કાલથી 28 દિવસ માટે મંગળની દિનદશા તમારા મગજને ફેરવી નાખશે મંગળ તમને નાની બાબતમાં ઉશ્કેરાટમાં લાવી દેશે. તમારા ગુસ્સા ઉપર કંટ્રોલ નહીં રાખી શકો. જમીનને લગતા કામ કરતા નહીં. રોજ ‘તીર યશ્ત’ ભણવાનું ચાલું કરજો.
શુકનવંતી તા. 26, 27, 29, 30 છે.

Today marks the last day under Saturn’s rule. You will be able to keep your family members happy. Mars’ rule starting tomorrow for the next 28 days, has a strong impact on your mind, making you angry over petty matters. You will not be able to control your temper. Avoid getting into any work related to land and property. Pray the Tir Yasht daily.

Lucky Dates: 26, 27, 29, 30.


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી તમે તમારા મનને શાંત રાખીને કામ કરવામાં સફળ થશો. તમારા દુશ્મન તમારી પીઠ પાછળ ખરાબ કરવાની કોશીશમાં સફળ નહીં થાય. નાની મુસાફરીનો ચાન્સ મળે તો ચુકતા નહીં. તમારા કામકાજ વધુ મેળવી શકશો. મનને શાંત રાખીને કામ કરતા શીખી જશો. રોજ 34મું નામ ‘યા બેસ્તરના’ 101 વાર ભણજો.
શુકનવંતી તા. 25, 26, 29, 30 છે.

The ongoing Moon’s rule helps keep your mind peaceful and therefore makes you successful in getting all your work done effectively. Your detractors will not succeed in bringing you down behind your back. Do take up any travel opportunities that come your way – you will be able to generate more business with these. You will learn how to work with a calm mind. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 25, 26, 29, 30.


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

સૂર્યની દિનદશા ચાલું હોવાથી તમારા દરેક કામની અંદર રુકાવત આવી જશે. તમારો સેલ્ફ કોન્ફિડન્સ ખૂબ જ ઘટી જશે. વડીલ વર્ગની તબિયત અચાનક બગડી જશે. તમારા કામનો બોજો વધવાથી નાની બાબતમાં ઈરીટેડ થઇ જશો. તમોબી તાવ, માથાના દુ:ખાવાથી પરેશાન થશો. સરકારી કામો કરતા હો તો તેમાંબી ઉપરી વર્ગ પરેશાન કરશે. 96મું નામ ‘યા રયોમંદ’ 101 વાર ભણજો.
શુકનવંતી તા. 25 થી 28 છે.

The Sun’s ongoing rule causes stalling in virtually all your works. Your self confidence could decrease. The health of the elderly could suddenly deteriorate. You could get irritated over small issues as your work pressures start mounting. You could suffer from fever or headaches. Those working in the government sector could face harassment from seniors. Pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.

Lucky Dates: 25 to 28.


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

શુક્ર જેવા શુભ ગ્રહની દિનદશા ચાલુ હોવાથી મોજશોખની પાછળ ભરપૂર ખર્ચ કરતા હશો. પાક પરવર દિગારની મહેરબાનીથી જેટલો ખર્ચ કરશો એટલું ધન કમાઈ લેશો. ઓપોઝિટ સેક્સની સાથે તમારા સંબંધ ખૂબ જ સુધરી જશે. નવા મિત્રો મળવાના ચાન્સ છે. ગામ-પરગામથી સારા સમાચાર મળશે. હાલમાં ભૂલ્યા વગર રોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 27, 29, 30, 31 છે.

Venus’ rule makes you spend a lot on fun and entertainment. With God’s grace, you will be able to earn as much as you spend. Relations with the opposite gender will greatly improve. You could make new friends. You could receive good news from abroad. Ensure to pray to Behram Yazad daily.

Lucky Dates: 27, 29, 30, 31.


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

તમોને બી તમારી રાશિના માલિક શનિના પરમ મિત્ર શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમે જેટલું ધન બચાવવાની કોશીશ કરશો તેમાં સફળ નહીં થાવ. શુક્રની મહેરબાનીથી હાલમાં તમારો જેબી ખર્ચ થશે તે તમારા શોખને પૂરા કરવા માટે કરશો. ફેમીલી મેમ્બરની પાછળ ભરપૂર ખર્ચ કરી લેશો. જીવનસાથી મળી શકશે. તમોબી ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 25, 26, 28, 31 છે.

Venus’ ongoing rule will not let you succeed in saving any money. You will spend all your money in areas of your entertainment. You will spend heavily on family members. This is a good time for you to meet your life partner. Pray to Behram Yazad daily.

Lucky Dates: 25, 26, 28, 31.


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

રાહુની દિનદશા ચાલુ હોવાથી એક મુસીબતમાંથી બહાર આવશો ત્યાં બીજી મુસીબત ઊભી હશે. ખોટા ખર્ચ ખોટી જગ્યાએ થઈ જશે. તમારી પીઠ પાછળ તમારા દુશ્મન તમોને પરેશાન કરવામાં કોઈ કસર નહીં છોડે. જેબી કામ કરતા હશો તે કામ સમય ઉપર પૂરા નહીં કરવાથી ઉપર વર્ગ નારાજ થઈ જશે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 27 થી 30 છે.

Rahu’s ongoing rule will have you coming out of one difficulty only to face another one. You could end up spending wrongly at the wrong places. Your detractors will do their best to harass you behind your back. Your inability to complete your work on time will bring in wrath from your seniors. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 27 to 30.

 

Leave a Reply

*