Your Moonsign Janam Rashi This Week –
12 February – 18 February 2022

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

13મી એપ્રિલ સુધી મોજીલા શુક્રની દિનદશા ચાલશે તેથી તમારા મોજશોખને જેટલા ઓછા કરવા માગશો એના કરતા વધુ મોજીલા બની જશો. જેટલો ખર્ચ કરશો એટલા નાણાં કમાઈ લેવામાં મુશ્કેલી નહીં આવે. માથા ઉપરનો બોજો ઓછો કરવા વધુ કામ કરવામાં કોઈ અચડણ નહીં આવે. ‘બહેરામ યઝદ’ ભણજો.
શુકનવંતી તા. 12, 13, 14, 18 છે.

With Venus ruling you till 13th April, you will be greatly inclined towards fun and entertainment and all efforts to curb the same will only result in greater attraction towards it! There will be no difficulty in earning back the money that you have spent during this period. You will face no challenges in reducing your mental worries or working extra. Pray to Behram Yazad daily.

Lucky Dates: 12, 13, 14, 18.


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

4થી માર્ચ સુધી રાહુ જેવા પાપ ગ્રહની દિનદશા ચાલશે. હાલમાં તમારું મગજ ઉલટું ચાલશે. નેગેટીવ વિચારો ખૂબ જ આવશે. અગત્યના કામો છેલ્લી મુમેન્ટમાં અટકી જશે. તબિયતની સંભાળ રાખવા છતાં તબિયત બગડી જશે. બેચેની ખૂબ જ વધી જશે. સમજવા વગર કોઈ કામ કરતા નહીં. ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 12, 15, 16, 17 છે.

Rahu’s rule till 4th March will make your mind go topsy-turvy. Your mind will be filled with negative thoughts. Important works will end up encountering some disruption during the final stages. Your health could take a downward turn despite taking care of yourself. Restlessness will increase greatly. Do not do any work without gaining thorough understanding. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 12, 15, 16, 17.


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

21મી ફેબ્રુઆરી સુધી ગુરુની દિનદશા ચાલશે તેથી આ અઠવાડિયામાં તમારા હાથથી કોઈકની ભલાઈનું કામ થઈ જશે. થોડીક મહેનત કરશો તો તમારા લેણાના પૈસામાંથી થોડી ઘણી રકમ પાછી મેળવી લેશો. ફેમીલીવાળાનો સાથ-સહકાર સારો મળવાથી દરેક કામ સારી રીતે પૂરા કરશો. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણજો.
શુકનવંતી તા. 13, 14, 16, 18 છે.

Jupiter’s rule till 21st February will have you do a noble deed for another. With a little extra effort, you will be able to retrieve some of the finances that you have lent to others. You will be able to execute all your tasks very well, with the support of your family members. Pray to Behram Yazad daily.

Lucky Dates: 13, 14, 16, 18.


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

તમોનેબી ગુરુની દિનદશા ચાલુ છે તેથી તમારા કામકાજ ઉપર વધુ ધ્યાન આપશો. શારીરિક મુશ્કેલી જરાબી નહીં આવે. તમારા કરેલા કામના વખાણ બીજા પણ કરશે. મ્યુચ્યુઅલ ફંડમાં ઈન્વેસ્ટ કરજો. તમો બી ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 12, 14, 15, 16 છે.

Jupiter’s ongoing rule will make you focus increasingly on your work. You will not have to undergo any physical ailments. Your work-related endeavours will receive great praise from everyone. You are advised to invest in Mutual Funds. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 12, 14, 15, 16.


LEO | સિંહ: મ.ટ.

05Leo

23મી ફેબ્રુઆરી સુધી શનિની દિનદશા ચાલશે તેથી હાલમાં તમારા મિત્રોબી તમોને માન નહીં આપે. શનિને કારણે તમારા ધનનો ખર્ચ ખોટી જગ્યાએ થશે. મનગમતી વ્યક્તિબી તમારાથી દૂર ભાગતી ફરશે તેનું દુ:ખ થશે. કામકાજનો બોજો વધી જશે. હાલમાં રોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 13, 16, 17, 18 છે.

Saturn’s rule till 23rd February could lead to even your own friends not paying you their respects. You might end up spending your money in the wrong places. You will feel hurt that your favourite person could start avoiding you. Work pressure will increase. Pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 13, 16, 17. 18.


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

તમારે છેલ્લા 5 દિવસ જ બુધની દિનદશામાં પસાર કરવાના બાકી છે તેથી બુધવાર સુધીમાં હીસાબી કામો, લેતીદેતી પૂરા કરી લેજો નહીં તો 17મીથી શનિની દિનદશા તમોને તમારા નાના-મોટા કામમાં અડચણ ઊભી કરાવીને રહેશે. શનિ તમોને શારીરિક પરેશાની આપશે. આજથી ‘મહેર નીઆયેશ’ સાથે મોટી હપ્ત યશ્ત ભણજો.
શુકનવંતી તા. 12, 13, 14, 18 છે.

Last 5 days remain under the rule of Mercury. You are advised to complete all your accounts-related works and all financial transactions withing this time. Starting from the 17th, Saturn’s rule could pose difficulties in the way of all your works. You could suffer from physical issues. Starting today, pray the Moti Haptan Yasht alongside the Meher Nyaish.

Lucky Dates: 12, 13, 14, 18.


LIBRA | તુલા: ર.ત.

07Libra

બુધની દિનદશા ચાલુ હોવાથી તમારા ગુસ્સા ઉપર કાબૂ રાખીને ઘણા સારા કામ કરવામાં સફળ થશો. તમારા કામકાજને પૂરા કરવા માટે સમયની સામે નહીં જુવો. નાનુ પ્રમોશન મળવાના ચાન્સ છે. ઉછીના નાણાં પાછાં મેળવવા માટે બુદ્ધીબળ વાપરી લેજો. ધનની લેતીદેતી સારી રીતે કરી શકો તેની માટે તમેબી ‘મહેર નીઆયેશ’ ભણજો.
શુકનવંતી તા. 13, 15, 16, 17 છે.

Mercury’s ongoing rule helps you restrain your anger and taste success in your endeavours. Focus on completing all your tasks first, without bothering about the time it takes. You could expect a small promotion. You are advised to use your intelligence to retrieve money loaned to debtors. To ensure smooth financial transactions, pray the Meher Nyaish daily.

Lucky Dates: 13, 15, 16, 17.


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

છેલ્લા 10 દિવસ જ મંગળની દિનદશામાં પસાર કરવાના બાકી છે તેથી મગજને શાંત રાખવામાં જરાબી સફળ નહીં થાવ. ઘરમાં ભાઈ-બહેનની સાથે નાની-નાની બાબત ઉગ્ર સ્વરૂપ ન લઈ લે તેની સંભાળ રાખજો. તમારું સાચું બોલવાનું કોઈકને કડવું ઝેર બનાવી દેશે. હાલમાં તીર યશ્ત ભણજો.
શુકનવંતી તા. 12, 14, 15, 18 છે.

You have 10 days remaining under the rule of Mars – you might not be able to keep control over your temper. Try to consciously not allow petty squabbles with siblings at home turn into big issues. Your words of truth could come across like a bitter poison to others. Pray the Tir Yasht daily.

Lucky Dates: 12, 14, 15, 18.


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

છેલ્લા 11 દિવસ જ ચંદ્રની દિનદશામાં પસાર કરવાના બાકી છે તેથી તમારા રોજબરોજના કામ ખૂબ જ સારી રીતે સમય ઉપર પૂરા કરવામાં સફળ થશો. તબિયતમાં સારા સારી હોવા હોવાથી બીજાને મદદગાર થઈને રહેશો. ઘરમાં જોઈતી ચીજવસ્તુ વસાવવામાં જરાબી કરકસર કરતા નહીં. હાલમાં દરરોજ 34મું નામ ‘યા બેસ્તરના’ 101 વાર ભણજો.
શુકનવંતી તા. 13, 14, 16, 17 છે.

You have 11 days remaining under the Moon’s rule, hence you will be able to complete your daily chores on time, with success. Your good health will empower you to be helpful to others. Do not hesitate to make purchases for the house. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 13, 14, 16, 17.


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

23મી માર્ચ સુધી ચંદ્રની દિનદશા ચાલશે તેથી જો તમને નાની મુસાફરીનો ચાન્સ મળે તો ચૂકતા નહીં. તમારા કરેલા કામની બીજાઓ કદર કરશે. તમે જો થોડી ઘણી વધુ મહેનત કરશો તો ધન બી વધુ કમાઈ લેશો. બીજાને સમજાવી પટાવીને પોતાના કામ સફળ કરવા માગતા હો તો 34મું નામ ‘યા બેસ્તરના’ 101 વાર ભણજો.
શુકનવંતી તા. 12, 14, 15, 18 છે.

The Moon’s rule till 23rd March suggests that you do not miss out on any small travel opportunities. Your work will receive great appreciation from others. By putting in a little extra effort, you will be able to earn extra income. If you wish to have the support of others in helping you complete your works, pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 12, 14, 15, 18.


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

આજ અને કાલનો દિવસ જ શુક્રની દિનદશામાં પસાર કરવાનો છે. તેથી ઓપોઝીટ સેક્સની ડિમાંડ પૂરી કરી આપજો. બાકી 13મીથી 20 દિવસ માટે સૂર્યની દિનદશા તમારા શાંત મગજને ઉગ્ર યાને ગરમ બનાવી દેશે. તમે માથાના દુ:ખાવાથી પરેશાન થઈ જશો. સરકારી કામમાં મુશ્કેલી આવશે. આજથી 96મું નામ ‘યા રયોમંદ’ 101 વાર ભણજો.
શુકનવંતી તા. 12, 13, 16, 17 છે.

Venus’ last two days of rule over you – today and tomorrow – suggests that you cater to the wishes of the opposite gender first. The Sun’s rule, starting from February 13th, for the next 20 days, will heat up your calm mind. You could end up suffering from headaches. You could face challenges in your government-related works. Starting today, pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.

Lucky Dates: 12, 13, 16, 17.


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમારા મોજશોખ ઘટવાની જગ્યાએ વધી જશે. ખર્ચ વધવા છતાં તમોને જરાબી નાણાકીય મુશ્કેલી નહીં આવે. ધનની માટે ઈનવીઝીબલ હેલ્પ મળી રહેશે. નવા મિત્ર મલવાના ચાન્સ છે. તેમાંબી ઓપોઝીટ સેક્સનો સાથ જરૂર મળીને રહેશે. કામકાજમાં સારા સારી રહે તેની માટે ‘બહેરામ યઝદ’ ભણજો.
શુકનવંતી તા. 14 થી 18 છે.

Venus’ ongoing rule increases your inclination towards fun and entertainment, instead of decreasing it! Despite an increase in your expenditures, you will not face any financial issues. You will receive anonymous financial help. You could make new friends – those from the opposite gender will be greatly supportive. To ensure that prosperity continues at the workplace, pray to Behram Yazad.

Lucky Dates: 14 to 18.

 

Leave a Reply

*