આજની વાનગી

ખીમા સમોસા
સામગ્રી: 250 મટન/ચીકન ખીમો, 6-7 ઝીણા સમારેલા કાંદા, 5 થી 6 લીલાં મરચાં પીસેલા, 1 ચમચી આદુ લસણની પેસ્ટ, 1 ચમચી ગરમ મસાલો
1 ચમચી ચીકન મસાલો, મીઠું સ્વાદ પ્રમાણે, 1 ચમચી હળદર, ઝીણા સમારેલી કોથમીર અને ફુદીનો. સમોસાની પટ્ટીનું પેકેટ
રીત: ખીમા ને સાફ કરી બાફી લો. એક વાસણમાં થોડું તેલ મૂકી તેમાં 1 ચમચી જીરૂ નાખી તતડે પછી આદુ લસણની પેસ્ટ, લીલા મરચાની પેસ્ટ નાંખી 1 મિનિટ સાતળવુ. પછી તેમાં હળદર અને મીઠું નાંખી સાતળી લેવું. હવે તેમાં ખીમો નાખી બરાબર મીક્શ કરી તેમાં ગરમ મસાલો, ચીકન મસાલો નાખી ફરી સાતળી લેવું અને 5ાંચ મીનીટ ઢાંકી રાખવું. હવે મિશ્રણને ઠંડુ થવા દો. કાંદાને ઝીણા સમારી તેનું પાણી કાઢી લેવું અને કોરા કરી નાખવા. ખીમાના મીશ્રણમાં હવે કાંદો, બારીક કાપેલી કોથમીર અને ફુદીનો નાખી બરાબર મિકસ કરી લેવું. હવે સમોસાની પટ્ટીના સમોસા બનાવો અને અંદર ખીમાના મીશ્રણને ભરો. અને પાણી લગાવી સમોસાની પટ્ટીને સરખી રીતે ચોટાડી લો. અને ગરમ તેલમાં ફ્રાય કરી લો. ફુદીનાની ચટણી કે યોગર્ટ ડીપ સાથે સર્વ કરો.

ચીકન કટલેટ
250 બોનલેસ ચીકન, 3થી 4 બટાકા, કોથમીર-ફુદીનો, 2 ચમચી આદુ, લસણ અને મરચાની પેસ્ટ, મીઠું, 1 ચમચી સેજવાન ચટણી, 1ચમચી સોયા સોસ, ઈંડા, બ્રેડક્રમ
રીત: ચીકન ને મીઠું નાખી બાફી તેના રેસા કાઢી લો, બટાકા ને બાફી ને મેસ કરવા. તેમાં ચીકન, આદુ, લસણ અને મરચાની પેસ્ટ, કોથમીર, ફુદીનો, સેજવાન ચટણી, સોયાસોસ, મીઠું અને થોડો બ્રેડક્રમ નાંખી મીક્સ કરી કટલેસ બનાવી તેને ઈંડા અને બ્રેડક્રમમાં રગડોળી ને થોડી વાર ફ્રીઝમાં મુકી રાખો ને પછી તેને ડીપ ફ્રાય કરો. તમારા ચીકન કટલેટ તૈયાર છે.

Leave a Reply

*