Your Moonsign Janam Rashi This Week –
05 March – 11 March 2022

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

14મી એપ્રિલ સુધી શુક્રની દીનદશા ચાલશે. તમે તમારા મોજશોક ઓછા નહીં કરી શકો. ખર્ચ વધુ કરવા છતાં ધનની મુશ્કેલી નહીં આવે. ગામ પરગામ જવાનો ચાન્સ મળે તો મુકતા નહીં. નવા મિત્ર કે પાર્ટનર મળવાથી ખુશ થશો. મનગમતી વસ્તુ મેળવવા માટે એકસ્ટ્રા કામ કરી શકશો. પારકા ને પોતાના કરવા દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 05, 07, 08, 10 છે.

Venus’ rule till 14th April will not allow you to reduce your inclinations towards fun and entertainment. Despite an increase in expenses, there will be no dearth of money. Do not miss out on a travel opportunity abroad. Meeting new friends or a new partner will bring you much happiness. You will be able to work extra to procure your favourite purchase. To win over strangers, pray to Behram Yazad daily.

Lucky Dates: 05, 07, 08, 10


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

તમને આજથી તમારા રાશિના માલીક શુક્રની દિનદશા શરૂ થયેલી છે. આવતા 70 દિવસમાં તમારા માથાનો બોજો ઓછો કરવામાં સફળ થશો. ગયા 42 દિવસમાં નસીબે જે સાથ નથી આપ્યો તે હવે શુક્ર આપશે. અપોઝીટ સેકસની મદદથી જેની સાથે મતભેદ થયા હશે તે દૂર કરી શકશો. ધનની ચિંતા ઓછી કરવા દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 05, 06, 09, 11 છે.

Starting today, Venus’ rule, which will last for the next 70 days, will greatly reduce your mental tensions. Venus will make up for the unfortunate phase that you endured over the past 42 days. You will be able to resolve any conflicts which would have taken place, with the help of the opposite genders. To reduce financial worries, pray to Behram Yazad daily.

Lucky Dates: 05, 06, 09, 11


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

3જી એપ્રિલ સુધી રાહુની ચંગુલમાંથી બહાર નહીં આવી શકો. રાહુ તમારા વિચારોને સ્થિર નહીં રહેવા દે. અણધારેલા ખર્ચ કરી તમે થાકી જશો. જે પણ તમારાથી મીઠુ બોલે અથવા મસ્કો મારવા આવે તેવી વ્યક્તિથી દૂર રહેજો. કોઈને પણ નાણાકીય મદદ કરતા નહીં. જૂના ઈનવેસ્ટમેન્ટ પર ભરોસો રાખજો. કોઈપણ બાબતમાં ઉતાવળ કરતા નહીં. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 07, 08, 09, 10 છે.

Rahu’s rule till 3rd April, will not allow your mind to stay focused. Unexpected expenditures will exhaust you. Stay away from those with a sweet tongue as well as from flatterers. Avoid extending financial help to anyone. Have faith in your earlier investments. Do not make haste under any circumstance. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 07, 08, 09, 10


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

23મી માર્ચ સુધી ગુરૂની દિનદશા ચાલશે. ફેમીલીમાં વાતાવરણ ખુબ સારૂ રહેશે. નાનુ ગેટ ટુ ગેધર કરી શકશો. ગુરૂની કૃપાથી સગા અને મિત્રોમાં તન મન અને ધનની મદદ કરવામાં કોઈ કચાસ નહીં રાખો.રોજના કામો કરવામાં મુશ્કેલી નહીં આવે. ધર્મના કામો કરવાથી શાંતિ મળશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 05, 06, 09, 11 છે.

Jupiter’s rule till 23rd March will bring on a cordial family atmosphere. You will organize a small family gathering. You will go all out to help your friends and your relatives, in every way. You will be able to execute your daily chores smoothly. You will feel mental peace by doing religious works. Pray the Sarosh Yasht daily.

Lucky Dates:05, 06, 09, 11


LEO | સિંહ: મ.ટ.

05Leo

તમને ગુરૂની દિનદશા ચાલુ હોવાથી જે પણ કમાશો તેમાંથી ચેરીટી કરવામાં સફળ થશો. નવા કામ મળવાના ચાન્સ છે. ગામ પરગામથી કોઈ સારા સમચાર મળશે. સગા વહાલાઓ સાથે સંબંધ ખુબ સારા થઈ જશે. અચાનક ધનલાભ મળવાના ચાન્સ છે.જીવનમાં કોઈ સાચા સલાહકાર મળશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 06, 07, 08, 12 છે.

Jupiter’s ongoing rule has you donating a certain part of your income to charity. You could find new work projects. You will receive good news from overseas. Relations with relatives with improve greatly. You could expect a sudden windfall. You will be able to find a sincere advisor. Continue to pray the Sarosh Yasht daily.

Lucky Dates: 06, 07, 08, 12


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgoશનિની દિનદશા ચાલુ હોવાથી તબિયતની ખુબ કાળજી રાખજો. સાંધાના દુખાવાથી સંભાળજો. મન નાની બાબતમાં બેચેન થઈ જશે. ઘરવાળાનો સાથ સહકાર નહીં મળે. ધન બચાવી નહીં શકો. ત્રણની જગ્યાએ ત્રીસનો ખર્ચ કર્યા પછી પણ મનની શાંતિ નહીં મળે. શનિને શાંત કરવા રોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 06, 09, 10, 11 છે.

Saturn’s ongoing rule makes it crucial for you to take special care of your health. You could get joint pains. You could get restless over petty issues. Family members might not be supportive of you. You might not be able to save money. Despite spending ten times the amount, you will still not feel a sense of satisfaction. To placate Saturn, pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 06, 09, 10, 11


LIBRA | તુલા: ર.ત.

07Libraછેલ્લા બે અઠવાડિયા બુધની દિનદશામાં પસાર કરવાના બાકી છે. આજથી કરકસર કરવાનું ચાલુ કરી દેજો. નાણાને સારી જગ્યાએ ઈનવેસ્ટ કરી દેજો. કોઈને પૈસા આપવાના હોય તો 18મી માર્ચ પહેલા આપી દેજા. જ્યાં કામ કરતા હશો ત્યાં સાથે કામ કરનારની મદદથી અધુરા કામ પુરા કરી શકશો. મિત્રના મનમાં તમારા માટે જગા બનાવવા દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 05, 06, 08, 09 છે.

You have two weeks remaining under the rule of Mercury. Starting today, you are advised to be more aware of and control your expenses. Invest your money in a good place. If you need to repay others, do the same before the 18th of March. You will be able to finish your incomplete projects at your workplace with the help of your colleagues. To strengthen your friendships, pray the Meher Nyaish daily.

Lucky Dates: 05, 06, 08, 09


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

બુધની દિનદશા ચાલુ હોવાથી જે કામ કરતા હશો તેમાં પ્રમોશન મળશે અથવા વધુ ધન કમાઈ શકશો. તમારા કામથી ઉપરી વર્ગ તમારા પર ખુશ રહેશે. નાણાકીય મુશ્કેલી નહીં આવે. સમય પર તમારી પસંદગીની ચીજ વસ્તુ મળી જશે. અંગત વયક્તિનો સાથ મળતો રહેશે. તમે દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 06, 07, 10, 11 છે.

Mercury’s ongoing rule will bring you promotions as well as opportunities to earn more money. Your seniors at the workplace will be pleased with your performance. There will be no financial constraints. You will be able to get the things you wish for, in good time. You will get continuing support from someone close to you. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 06, 07, 10, 11


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

મંગળની દિનદશા ચલિુ હોવાથી વાહન ચલાવતી સમયે ખુબ સંભાળજો. કામકાજ સમય પર નહીં કરી શકો. ઘરવાળા તમને નાની બાબતમાં નારાજ કરશે. અગત્યના ડીસીઝન લેતા નહીં. બને એટલું મગજને શાંત રાખજો. દરરોજ ‘તીર યશ્ત’ ભણવાથી મનને શાંતિ મળશે.
શુકનવંતી તા. 05, 07, 08, 09 છે.

Mars’ ongoing rule advises you to practice utmost caution when riding/driving your vehicle. You might not be able to complete your work in time. Family members will make you upset over small matters. Do not make any important decisions at this time. Try your best to keep calm. You will get mental peace by praying the Tir Yasht daily.

Lucky Dates: 05, 07, 08, 09


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

23મી માર્ચ સુધી શીતળ ચંદ્રની દિનદશા મનને આનંદ આપી જશે. ચંદ્રની કૃપાથી તમારા દોસ્ત કોણ અને દુશ્મન કોણ તે જાણી લેશો. મુસાફરી કરી શકશો. મનગમતી વ્યકિત તરફથી સારા સમાચાર મળશે. ઘરવાળાને આનંદમાં રાખી શકશો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
Lucky Dates: 06, 08, 10, 11

The Moon’s rule till 23rd March will bring you much mental contentment. You will be able to figure who your friends and enemies are. Travel opportunities will present themselves. You will get good news from your favourite person. You will be able to keep your family members happy. Pray the 34th Name, Ya Beshtarna, 101 times, daily.

Lucky Dates: 06, 08, 10, 11


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

આજથી શરૂ થતી ચંદ્રની દિનદશા આવતા 50 દિવસમાં તમારા મનને શાંત કરી દેશે. અટકેલા કામ ફરી ચાલુ કરવામાં કોન્ફીડન્સ વધતો જશે. મનને આનંદ મળે તેવા કામ કરી શકશો. સગા સબંધી સાથેના સંબંધ પાછા પહેલા જેવા થઈ જશે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 05, 07, 08, 09 છે.

The Moon’s rule starting today, for the next 50 days, will bring much peace to your mind. You will gain in confidence to restart your stalled projects. You will be able to do jobs that bring you happiness. Relations with relatives will resume the earlier equations. Pray the 34th Name, Ya Beshtarna, 101 times, daily.

Lucky Dates: 05, 07, 08, 09


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

ઉતરતી શુક્રની દિનદશા ઘરમાં નવી ચીજ વસ્તુ લેવામાં સફળતા અપાવશે. ખર્ચની ચિંતા નહીં કરો. તમારા કામ પુરા કરવા માટે સમયને નહીં જુઓ. જે કામ લેશો તે પૂરૂં કરીને મુકશો. અપોજીટ સેકસ સાથે સારા સારી રહેશે. વડીલવર્ગની તબિયત પર ધ્યાન આપજો. દરરોજ ભુલ્યા વગર ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 06, 09, 10, 11 છે.

Venus’ descending rule will help you procure items for the home. You do not need to worry about finances. Time should not be a factor when it comes to ensuring that you complete your tasks. You will be able to complete all projects that you take in hand. You will have a good rapport with the member of the opposite gender. Pay attention to the health of the elderly. Ensure to pray to Behram Yazad daily.

Lucky Dates: 06, 09, 10, 11

 

Leave a Reply

*