Your Moonsign Janam Rashi This Week –
19 March – 25 March 2022

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

13મી એપ્રિલ સુધી શુક્રની દિનદશા ચાલશે.તમારા કામ કાજને વધારવા ગામ પરગામ જવાનો ચાન્સ મળશે. તમારા મોજશોખ વધી જશે. પાક પરવરદેગારની કૃપાથી જેેટલો ખર્ચ કરશો એટલું કમાવી લેશો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 19, 20, 21, 22 છે.

Venus’ rule till 13th April will offer you opportunities to travel abroad for your business expansion. Your inclinations towards fun and entertainment will greatly increase. With the grace of the Almighty, you will be able to earn back all that you spend. Pray to Behram Yazad daily.

Lucky Dates: 19, 20, 21, 22

 


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

 શુક્રની દિનદશા ચાલુ હોવાથી 14મી માર્ચ સુધી તમારા કામ પુરા કરવામાં કોઈ મુશ્કેલી નહીં આવે. કુટુંબીક વ્યક્તિ તમને માન પાન આપશે. ઘરમાં નવી ચીજ વસાવી શકશો. તમારા જીવનમાં કોઈ નવી વ્યક્તિ આવવાના ચાન્સ છે. ધનની કમી નહીં આવે. કોઈ પર આંધળો વિશ્ર્વાસ મુકતા નહીં. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 19, 22, 23, 25 છે.

Venus’ ongoing rule till 14th March makes it easy for you to complete all your tasks without any difficulty. A family member will show you great appreciation and respect. You will be able to install new items in your house. Someone new will come into your life. There will be no financial shortfall. Do not trust anyone blindly. Pray to Behram Yazad daily.

Lucky Dates: 19, 22, 23, 25

 


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

 મોઢા સુધી આવેલા કામ અટકી જશે. રાહુને કારણે રોજ બરોજના કામો સારી રીતે નહીં કરી શકો. અચાનક તબિયત બગડી જાય તેવા હાલના ગ્રહો છે. તમારી નાની ભુલ મોટી મુસીબતમાં મુકશે. બેદરકાર રહેતા તમે નુકસાનીમાં આવશો. તમારા મિત્રો તમને પરેશાન કરશે. હાલમાં દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 20, 21,23, 24 છે.

Works that were just within your reach will get taken away from you. Rahu’s ongoing rule does not allow you to perform your daily duties smoothly. Health problems could suddenly crop up. Even a small mistake could land you in big trouble. Your carelessness could cost you losses. Friends could upset you. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 20, 21,23, 24

 


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

છેલ્લા 4 દિવસ ગુરૂની દિનદશામાં પસાર કરવાના બાકી છે. આ ચાર દિવસમાં તમારા અગત્યના કામો પૂરા કરજો. ઉતરતી ગુરૂની દિનદશા તમારા હાથથી કોઈ ભલાઈનું કામ કરાવી જશે. બાકી તો 23મીથી 42 દિવસ માટે રાહુની દિનદશા તમારા દિવસની ભુખ અને રાતની ઉંઘ બન્ને ઉડાવી દેશે. રાહુને કારણે તમે જલ્દીથી નીરાશ થઈ જશો. આજથી ‘સરોશ યશ્ત’ સાથે ‘મહાબોખ્તારની આએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 19, 21, 22, 25 છે.

Jupiter rule will last for 4 more days. Ensure to complete your important works during this time. The descending rule of Jupiter will have you perform an act of goodness. Rahu’s rule, starting 23rd March, will last for 42 days and will rob you of your appetite and your sleep. You could feel demotivated. Starting today, pray Mah Bokhtar Nyaish, along with Sarosh Yasht.

Lucky Dates: 19, 21, 22, 25

 


LEO | સિંહ: મ.ટ.

05Leo

ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમે તમારી ફેમીલી માટે સારૂં કામ કરવામાં કોઈ કચાસ નહીં મુકો. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. ધનને બચાવીને સારી જગ્યાએ ઈન્વેસ્ટ કરી શકશો. ગુરૂની કૃપાથી દરેક બાબતમાં ઈનવીઝીબલ હેલ્પ મળી રહેશે. કોઈ નવી વ્યક્તિ સાથે ઓળખાણ થશે. ધન લેતી દેતી કરવામાં સફળ થશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 20, 21, 23, 24 છે.

Jupiter’s ongoing rule will have you going all out to do good deeds for your family. Financial prosperity is indicated. You will be able save and invest your money in a profitable place. Jupiter’s grace brings you anonymous help in all your endeavours. You will meet someone new. Financial transactions will be successful. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 20, 21, 23, 24

 


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgoપહેલા ચાર દિવસ શનિની દિનદશામાં પસાર કરવાના બાકી છે. કોઈ અગત્યના ડીસીઝન હાલમાં નહીં લેતા. ઘરમાં ઈલેકટ્રોનીક ચીજ વસાવતા નહીં. 23મી માર્ચથી ગુરૂની દિનદશા આવતા 58 દિવસમાં તમારા માથાનો બોજો ઓછો કરી આપશે. પીઠ પાછળ બોલનારનું મોઢું બંધ કરી દેશો. આજથી મોટી ‘હપ્તન યશ્ત’ સાથે ‘સરોશ યશ્ત’ પણ ભણજો.
શુકનવંતી તા. 22, 23, 24, 25 છે.

You have 4 days remaining under Saturn’s rule. Avoid making any important decisions during this time. Do not purchase any electronic items for the house. Jupiter’s rule starting 23rd March, for the next 58 days, will take away your mental worries. You will be able to get those speaking behind your back to shut up. Starting today, pray Sarosh Yasht along with Moti Haptan Yasht.

Lucky Dates: 22, 23, 24, 25

 


LIBRA | તુલા: ર.ત.

07Libraતમને આજથી 36 દિવસ માટે શનિની દિનદશા શરૂ થયેલી છે. 23મી એપ્રિલ સુધી તમારૂં કોઈ બાબતની અંદર બેલેન્સ નહીં રાખી શકો. તમારા વિચારો સ્થિર નહીં રહેવાથી વધુ બેચેન થશો. મનની શાંતિ નહીં મળે. ખોટા વિચારોથી ઘેરાયેલા રહેશો. અણધારેલા ખર્ચથી નારાજ થઈ જશો. શનિના દુખને ઓછું કરવા રોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 19, 20, 21, 22 છે.

Starting today, Saturn rules you for the next 36 days. You will not be able to balance out anything till 23rd of April. Your thoughts will not be stable and cause you restlessness, robbing your peace of mind. Negative thoughts will occupy your mind. Unexpected expenditures will upset you. To placate Saturn, pray Moti Haptan Yasht daily.

Lucky Dates: 19, 20, 21, 22

 


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

બુધની દિનદશા ચાલુ હોવાથી તમારા કરેલ કામમાં બીજાઓ કોઈ જાતની ભુલ નહીં શોધી શકે. જે પણ કામ કરશો તે વિચાર કરીને કરશો. નાણાકીય લેતી દેતી બાબતમાં તમને જે સાચું લાગશે તે કરશો. મુસીબતમાંથી બહાર નીકળવાનો રસ્તો મળી જશે. તમે દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 19, 20, 24, 25 છે.

Mercury’s ongoing rule helps you in delivering work that cannot be faulted by anyone. You will put adequate thought into things before acting on them. You will base your decisions about financial transactions on what feels right to you. You will find a way out of your dilemma. Pray Meher Nyaish daily.

Lucky Dates: 19, 20, 24, 25

 


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

પહેલા 4 દિવસ મંગળની દિનદશામાં પસાર કરવાના બાકી છે. મગજ પરનો કાબુ ગુમાવી દેતા વાર નહીં લાગે. ઉતરતી મંગળની દિનદશા નાનુ એકિસડન્ટ કરાવી શકે છે. 21મીથી શરૂ થતી બુધની દિનદશા તમારા જીવનમાં ઘણા ફેરફાર લાવશે. 21મી પછી મીઠી જબાન વાપરી દુશ્મનને દોસ્ત બનાવી લેશો. રોજ ‘તીર યશ્ત’ સાથે ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 22, 23, 24, 25 છે.

Mars rules you for 4 more days. It won’t take you long to lose control of your temper. The descending rule of Mars could cause a minor accident. Mercury’s rule, starting 21st March brings in a lot of changes. You will be able to use sweet words and turn enemies into friends. Pray Meher Nyaish along with Tir Yasht daily.

Lucky Dates: 22, 23, 24, 25

 


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

છેલ્લા 4 દિવસ ચંદ્રની દિનદશામાં પસાર કરવાના બાકી છે. ઘરમાં જોઈતી ચીજ વસ્તુ લેવામાં કરકસર કરતા નહીં. 23મીથી મંગળની દિનદશા 28 દિવસ માટે રોજના કામ ઉલટા કરી નાખશે. મંગળ તમને નાની બાબતમાં ગુસ્સામાં લાવી દેશે. ઘરમાં ખોટા ખર્ચા કરવા પડશે. હાલમાં 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો અને 23મીથી ‘તીર યશ્ત’ 101 વાર ભણજો.
શુકનવંતી તા. 19, 20, 21, 25 છે.

The Moon’s rule ends in 4 days. Do not hesitate in procuring items needed for the house. Mars’ rule, starting from March 23rd, for the next 28 days, will turn your daily life chores topsy-turvy. You will get angry over petty matters. You will have to make unnecessary house expenditures. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times daily, along with Tir Yasht, starting from 23rd March.

Lucky Dates: 19, 20, 21, 25

 


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી તમારૂં ધ્યાન હરવા ફરવામાં વધુ રહેશે. મુશ્કેલીભર્યા કામ સહેલાઈથી કરી શકશો. તંદુરસ્તીમાં સારો સુધારો આવશે. ચંદ્રની દિનદશા તમારા મનને શાંત રાખી કામને પુરા કરાવી આપશે. ઘરવાળા બહારવાળાનો જેટલો સાથ જોઈએ તેટલો મળશે. નવા કામ કરી શકશો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 21, 22, 23, 24 છે.

The Moon’s ongoing rule has you inclined towards travel and entertainment. You will be able to handle difficult tasks with ease. Health will improve greatly. The Moon helps in keeping your mind calm and getting your work done. You will receive all the support from family and outsiders. You will be able to take on new projects. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 21, 22, 23, 24

 


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

6ઠ્ઠી એપ્રિલ સુધી સુર્યની દિનદશા ચાલશે. તમારી ખોટી ભાગદોડ ખુબ વધી જશે. સુર્યને કારણે કામમાં મુશ્કેલીઓ આવશે. ઘરમાં વડીલવર્ગની તબિયત અચાનક બગડી જશે. સુર્યના કારણે બપોરના સમયે ખુબ કંટાળો આવશે. જવાબદારી ભરેલા કામ હાલમાં કરતા નહીં. આજથી 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 22, 23, 24, 25 છે.

The Sun rules you till 6th April, making you put in a lot of effort in vain. You could face challenges in your work. The health of the elderly at your home could suddenly take a downward turn. The Sun’s rule could make you feel very lethargic in the afternoons. Avoid doing any works which call for accountability. Starting today, pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.

Lucky Dates: 22, 23, 24, 25

 

Leave a Reply

*