રમલો: હું 63 વર્ષનો છું અને તમે…???
નવી પડોશણ : હું પણ 60 વર્ષની છું…!!
રમલો : તો પછી ચાલો !
પડોશણ : (શરમાઈને) આ ઉંમરે.. હવે.. ક્યાં…???
રમલો : ત્રીજો બુસ્ટર ડોઝ લગાવવા…!
***
વાઈફે તેના હસબન્ડને મેસેજ કર્યો: ઓફિસેથી પાછા આવતા શાક લેતા આવજો અને પાડોસણે તમને હેલો કહ્યું છે.
હસબન્ડ : કઈ પાડોસણ ?
વાઈફ : કોઈ નહીં મે એટલા માટે મેસેજના છેડે પાડોસણનું નામ લખ્યું જેથી હું કલીયર થઈ શકું કે તમે મારો પૂરો મેસેજ વાંચ્યો.
હવે કહાનીમાં વળાંક છે….
હસબન્ડ : પણ હું તો પાડોસણના સાથે જ છું. તું કઈ પાડોસણના બારામાં કહી રહી હતી ?
વાઈફ : ક્યાં છો તમે ….?
હસબન્ડ : શાક માર્કેટના પાસે
વાઈફ : ત્યાં રોકાવ, હું હમણાં આવું છું .
10 મિનિટમાં શાક માર્કેટ પહોંચીને વાઈફ હસબન્ડને મેસેજ કર્યો તમે કયાં છો?
હસબન્ડ : હું ઓફિસમાં જ છું હવે તારે જે શાક લેવું હોય તે લઈ લે……
વાતમાં હવે એક મોડ આવે છે.
વાઈફ : પણ હું તો ગુસ્સામાં રિક્ષા પકડીને આવી ગઈ અને મારું પર્સ પણ ઘરે રહી ગયું. શાક તો ઠીક પણ રિક્ષાનું ભાડું ક્યાંથી આપીશ? પ્લીઝ જરા જલ્દી આવો.
હસબન્ડ : અરે બેવકૂફ, પર્સ તો લઈને આવવું જોઇએ ને ! ઠીક છે હું આવી રહ્યો છું.
(શાક માર્કેટ પહોંચીને) ક્યાં છે તું ?
વાઈફ : ઘરે જ છું, હવે શાક લઈને સીધા ઘરે આવી જાવ.
***
આજનો સંદેશ: જો તમે જાતે……ફિટ નહીં રહો તો.. કપડાં જાતે જ……ફિટ થઈ જશે !
- સુરતમાં પારસી ટેલેન્ટ પરેડ - 14 September2024
- સુરતમાં ગૌરવપૂર્ણ આઈ-ડેની પારસી રેલી - 14 September2024
- સોડાવોટરવાલા અગિયારીએ 150મી સાલગ્રેહની ભવ્ય રીતે ઉજવણી કરી - 14 September2024