હિંદમાં આગમન થયું, તેની અગાઉનાં બનાવો

કુદરતમાં જે કાંઇ સાચુ હોય તેવુ જ્ઞાન મેળવવું તે કાંઇ ગુનાહ નથી. કારણ ઇનસાનનો એજ ખવાસ છે કે આદશ પછવાડે તે ખેંચાય પછી ભેલેને તે પૂર્ણ રીતે અમલમાં નહિ મુકાય.
ધાર્મિક જ્ઞાન બે કીસમનાં હોઈ શકે છે: (1) ફકત જાણવા માટે (2)અમલમાં મુકવા માટે.
ફકત જાણવા માટેનુ જ્ઞાન દીન યાને ધર્મ ઉપર આંધળો નહિ પણ મુસ્તકીમ, કોઇથી હીલાવી શકાય નહિ તેવા જ્ઞાનમય એતેકાદ ઉભો કરવા જરૂરનું છે. જ્યારે અમલમાં મુકવાનું જ્ઞાન દીન તરફની ફરજો, ગુજરેલાં તરફની ફરજો વિગેરેનું ભાન કરાવે છે. આથી કેતાબમાં બેઉ પ્રકારના જ્ઞાનનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ઇતિહાસનાં કોઇક બનાવો બન્યા પછી, લાંબો વખત પસાર થવા પછી, તેનું સ્વરૂપ બદલાઇ જાય છે અને તેમાં ભલતીસલતી ખોટી હકીકતો ઘુસી
જાય છે.
દાખલા તરીકે આજને અર્વાચીન અભ્યાસ એમ કહે છે કે આ દુન્યાં ઉપર સપ્પર પહેલો ઇનસાન જે પેદા થયો તે જંગલી હતો. જ્યારે ઇલ્મે-ક્ષ્નુમ પ્રમાણે તો તે અર્ધ યઝદી હતો. હા, તે વખતે જંગલી કુદરતની કાળી બાજુની પુજા કરનારા પણ હતા. પણ એમાં તો આજેબી આફ્રીકાના જંગલોમાં યાને માણસ ખાઉ ઈનસાનો વસે છે તો તેથી કોઈ એમ નહીં કહી શકે કે દુન્યાની વસ્તી માણસ ખાઉ હતી.
તેવી જ રીતે આજે એમ મનાય છે કે જેમ 1947માં આય બીચારા સિંધીઓ રેફયુજીસ તરીકે સિંધથી નાસી આવ્યા તેમજ આપણે પારસીઓ ઈરાનથી નિરાશ્રીતો થઈને નાસી આવ્યા હતા. વળી કેટલાકોએ તો પોતાના કહેવાતા અભ્યાસથી એવી પણ ગુસ્તાખી કીધી છે કે આરબોના હુમલા વખતની અંધાધુધીમાં ઓરતો અને બચ્ચાંઓને નહી લાવી શકાયા એટલે હિંદ આવ્યા તે તો ફકત મરદો જ હતા.
ખરી બાબત એ છે કે આપણે યોજના પૂર્વક કોઈક ભલી નેમથી આ ભલા દેશમાં આવ્યા છીએ.
બધી બાબતોનો અભ્યાસ કરતા એક સવાલ ઉભો થાય છે કે બુરા જમાનામાંબી બાતેનમાં આવા મોટા સાહેબો હોવા છતાં એમ કાંય નિર્માણ હતું કે ઈરાનમાં જાહેર દીન ટકી શકે નહીં, જ્યારે હિંદુસ્તાન ભૂમિ ઉપર એ શકય કાંય બન્યું?
એમાં વર્ણોના બાતેન લેણદેણની વાત છે. એક તો એ કે બરજીસીઓનો કેસાસ ઘણો જ ખરાબ હતો. ખુદ સાસાન જમાનામાં ઈરાનીઓએ મોટી ભૂલો કીધી હતી. કમનસીબે દુન્યામાં જેમ બધી જાતની નેકીઓ ઈરાનમાંથી નીકળી તેમજ બધી બદીઓનું મૂળિયુંબી ઈરાનમાંથી જ નીકળ્યું. પહેલવી ખાંઓએ બુધની જીરમને એક મોટો આરામ લેવાનો ઓટલો (શામિયાનો કહ્યો છે. જીરમોનો શામિયાનો જ્યાં આગળ બધી જીરમો પોતાના મુશ્કેલીભર્યા વખતમાં ઠરીઠામ રહી શકે. બીજું એ કે પામર ઉપર અઈર્યનએમ વએજોની નજદીકમાં નજદીકની જગા તે હિંદુસ્તાન છે. બરજીસોનો કેસાસ ખરાબ હતો અને તારદ (બુધની જીરમ) સાથનો તેનો કેસાસ બાકી હતો. આપણા વડવાઓ ઈરાનથી આવીને જાદવ રાણાના આસરા હેઠળ રહ્યા તે કાંઈ અકસ્માતીક નહીં હતું. નૈર્યાસંઘ ધવલ સાહેબ ચાલુ બાતેન કશમાના સાહેબો સાથે મશવરતમાં રહેતા હતા અને સરોશની પણ બસારતો એવણને મલ્યા કરતી હતી. ઈરાનમાં જ રમલ (પાસા) નાખીને નકકી કીધેલું હતું કે યાદવ ખાનદાનનો આ નબીરો એક જ એવો છે કે જેના રાજમાં પાવમહેલ ઉભો કરી શકાશે. (જે કાંઈ જાણવું હોય તે પાસા નાખીને યાને રમલથી જાણવાની વિદ્યા સંપૂર્ણ રીતે મોટા આત્મિક શક્તિવાલા સાહેબો જાણતા હોય છે. (ક્રમશ)
– શ્રીજી પાક ઈરાનશા પુસ્તકમાંથી

Leave a Reply

*