Your Moonsign Janam Rashi This Week –
27 May – 03 June 2022

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

હાલમાં ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી 25મી જૂન સુધી તમે તમારા મનને શાંત રાખીને તમારા કામ પુરા કરવામાં સફળ થશો. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. થોડું ઈનવેસ્ટમેન્ટ કરવાનું શરૂ કરજો. ચંદ્ર તમારા મનને ખુબ મજબૂત બનાવી દેશે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 29, 31, 02, 03 છે.

The ongoing rule of the Moon till 25th June, will help you keep calm and complete all your work successfully. Financial prosperity is indicated. You are advised to start making small investments. The Moon will greatly strengthen your mind. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 29, 31, 02, 03


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

4થી જૂન સુધી સુર્યની દિનદશા ચાલશે તમારા ઉપરીવર્ગ તમને હેરાન કરવામાં કોઈ કસર નહીં મૂકે. બીજા ભૂલ કરશે અને નામ તમારા પર આવશે. તમારૂં મન ખુબ અશાંત રહેશે. બપોરના સમયે કામ કરવાનો ખુબ કંટાળો આવશે. સુર્યના તાપને ઓછો કરવા 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 28, 30, 01, 02 છે.

The Sun’s rule till 4th June could have your seniors at work leaving no stone unturned to harass you. You will be blamed for the mistakes of others. You will feel very mentally chaotic. You will feel lethargic to work in the afternoons. To placate the heat of the Sun, pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.

Lucky Dates: 28, 30, 01, 02


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

16મી જૂન સુધી શુક્રની દિનદશા ચાલશે તમારા રોજના કામ સારી રીતે કરવામાં સફળ થશો. મિત્રોની મદદ લેવાથી મુશ્કેલી ભર્યા કામો સહેલાથી કરી શકશો. નાણાકીય મુશ્કેલી નહીં આવો. મગજને શાંત રાખીને બીજાને સમજાવી શકશો. નવા મિત્રો મલવાના ચાન્સ છે. ઘરનું વાતવરણ શાંત રહેશે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 29, 30, 31, 03 છે.

Venus’ rule till 16th June brings you success in completing your daily tasks effectively. You will be able to easily execute even challenging tasks with the help of friends. There will be no financial constraint. You will be able to keep peaceful and convince others of your viewpoint. You could make new friends. The atmosphere at home will be peaceful. Pray to Behram Yazad daily.

Lucky Dates: 29, 30, 31, 03


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

તમને મોજીલા શુક્રની દિનદશા ચાલુ હોવાથી મોજશોખ ઓછા થવાની જગ્યાએ વધી જશે. હરવા ફરવામાં ખર્ચ વધી જશે. મનગમતી વ્યક્તિને મળી શકશો. ધણી-ધણીયાણીમાં પ્રેમ ખુબ વધી જશે. ધનલાભ મળવાથી ખર્ચ કરવામાં કસર નહીં કરો. નવી ચીજ વસ્તુ લઈ શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 28, 31, 01, 02 છે.

Venus’ ongoing rule will increase your inclination towards fun and entertainment. You will end up making a lot of expenses in travel. You will be able to meet with a favourite person. Love between couples will blossom greatly. With incoming prosperity, you will not hesitate to spend more money. You will be able to make new purchases. Pray to Behram Yazad daily.

Lucky Dates: 28, 31, 01, 02


LEO | સિંહ: મ.ટ.

05Leo

4થી જૂન સુધી રાહુની દિનદશા ચાલશે. તમને જે વાત ખબર ન હોય તેવી વાત પર ધ્યાન આપતા નહીં. ઉતરતી રાહુની દિનદશા તબિયતને ખરાબ કરશે તેનું ધ્યાન રાખજો. ખાવા પીવા પર ધ્યાન આપજો. તમારી નાની ભુલ મોટી મુસીબતમાં મુકશે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 29, 30, 02, 03 છે.

Rahu’s rule till 4th June advises that you don’t ponder over matters that you are not in the know of. Be prepared for the descending rule of Rahu that could impact your health. Take care of your diet. A small mistake of yours could land you in big trouble. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 29, 30, 02, 03


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgoતમને રાહુની દિનદશા ચાલુ હોવાથી 5મી જુલાઈ સુધી તબિયતની ખાસ સંભાળ લેજો. એસીડીટીથી પરેશાન થશો. રાતની ઉંઘ ઓછી થઈ જશે. તમારા અંગત વ્યક્તિ તમને સાથ નહીં આપે. કોઈની સાથે ખોટી ચર્ચામાં ઉતરી સમય ખરાબ કરતા નહીં. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 28, 31, 01, 03 છે.

Rahu’s ongoing rule till 5th July cautions you to take special care of your health. You could suffer from acidity. You could lose your sleep. Those close to you wont be supportive. Do not waste your time in baseless conversations with others. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 28, 31, 01, 03


LIBRA | તુલા: ર.ત.

07Libra23મી જૂન સુધી ગુરૂની દિનદશા ચાલશે. ધર્મ ચેરીટીના કામ ખબુ સારી રીતે કરી શકશો. મુશ્કેલીભર્યા કામ સહેલાઈથી કરી શકશો. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. જીવનસાથી સાથે સંબંધો ખુબ સારા થઈ જશે. ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. ફેમીલી મેમ્બરનો સાથ મળશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 29, 30, 01, 02 છે.

Jupiter’s rule till 23rd June will have you inclined toward doing good work related to religion and charity. You will be able to even challenging tasks with ease. Financially, things look good. Relations with the spouse will greatly improve. Ensure to make investments. Family members will be supportive. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 29, 30, 01, 02


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

23મી જુલાઈ સુધી ગુરૂની દિનદશા ચાલશે તમે જ્યાં નોકરી કરતા હશો ત્યાં તમારા કામની કદર થશે. સાથે ધન લાભ પણ થશે. સાથે કામ કરનારની મદદ કરી શકશો. બગડેલી તબિયતમાં સુધારો થતો જશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 28, 30, 31, 03 છે.

Jupiter’s rule till 23rd July will have people at your workplace greatly admiring your work. Financial profits are also indicated. You will be helpful to your colleagues. There will be a marked improvement in the health of those who have been unwell. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 28, 30, 31, 03


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

શનિની દિનદશા ચાલુ હોવાથી તમે જે કામ કરતા હશો તે કામ પુરા કરવામાં કંટાળો આવશે. સમય પર કામ પુરા નહીં કરી શકો. તમારા વિચારો ખૂબ નેગેટીવ રહેશે. ખર્ચ પર કાબુ નહીં રાખી શકો. તબિયતમાં સારી નહીં રહે જોઈન્ટ પેઈનથી પરેશાન થશો. શનિને શાંત કરવા દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 29, 30, 31, 01 છે.

Saturn’s ongoing rule will make you feel lethargic in trying to complete the work you have started. You will not be able to complete your tasks on time. Your mind could be filled with very negative thoughts. You will not be in control of your expenses. You health could go down. You could suffer from joint pains. To placate Saturn, pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 29, 30, 31, 01


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

બુધની દિનદશા ચાલુ હોવાથી તમારા કામમાં જ્યાં ફાયદો થતો હશે તે કામ પહેલા પુરા કરજો. મીઠી જબાન વાપરી પારકાને પોતાના બનાવી લેશો. જે પણ કમાશો તેમાંથી થોડી રકમ સારી જગ્યાએ ઈનવેસ્ટ કરજો. કામકાજને વધારવા ભાગદોડ કરી શકશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 28, 29, 30, 03 છે.

Mercury’s ongoing rule suggests that you first focus on the completion of those tasks which yield profits for you. You will be able to win over strangers with your sweet words. You are advised to invest a part of your savings in a good place. You will be able to put in extra effort to expand your business. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 28, 29, 30, 03


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

તમને બુધની દિનદશા શરૂ થયેલી છે. બુધ તમારા મનની નેક મુરાદ પુરી કરશે. નવા કામ મળવાના ચાન્સ છે. જ્યાં કામ કરતા હશો ત્યાં સાથે કામ કરનાર તમારા કામની કદર કરશે. હીસાબી કામ સારી રીતે પુરા કરી શકશો. કોઈપણ જાતના સહી સિક્કાના કામ પહેલા કરી લેજો. તબિયતમાં સારો સુધારો રહે તે માટે ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 31, 01, 02, 03 છે.

The onset of Mercury’s rule will bring to fruition the sincere wishes in your heart. You could get new job prospects. Your colleagues at the workplace will praise and appreciate your work. You will be able to do a good job of accounts-related works. Ensure to complete any works which require your formal signature. To continue with good improvement in health, pray the Meher Nyaish daily.

Lucky Dates: 31, 01, 02, 03


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

23મી જૂન સુધી મંગળની દિનદશા ચાલશે. તમારા ગુસ્સા પર કાબુ રાખવામાં સફળ નહીં થાવ. શેરબજારના કામથી દૂર રહેજો. જૂના ઈનવેસ્ટમેન્ટ પર ધ્યાન આપતા નહીં. વાહન ચલાવતા હો તો સંભાળીને ચલાવજો. એકસીડન્ટ થવાના ચાન્સ છે. અપોઝીટ સેકસનો સાથ નહીં મળે. દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 28, 29, 30, 02 છે.

Mars’ rule till 23rd June will make it impossible for you to keep control over your temper. Stay away from any works related to the share market. Do not focus on old investments. Those riding/driving vehicles are cautioned to be careful as there is a chance that an accident could take place. You will not get support from members of the opposite gender. Pray the Tir Yasht daily.

Lucky Dates: 28, 29, 30, 02

Latest posts by PT Reporter (see all)

Leave a Reply

*