ઉચ્ચ ધર્મગુરૂઓ દ્વારા કોવિડમાં કરવામાં આવતી 4 દિવસની ક્રિયા રદ કરવામાં આવી

બનાજી દખ્મા સાથે હવે પારસી/ઈરાની લોકોના વિશિષ્ટ ઉપયોગ માટે કાર્યરત છે જેમનો કોવીડ -19એ ભોગ લીધો છે. ભારતના સર્વોચ્ચ અદાલત દ્વારા પસાર કરાયેલા આદેશ અનુસાર કોવિડ પીડિતોને દોખ્મેનશીનીની મંજૂરી આપવામાં આવે છે, આપણાં સમુદાયના ઉચ્ચ ધર્મગુરૂઓ દસ્તુર (ડો.) ફિરોઝ એમ. કોટવાલ (ઉચ્ચ ધર્મગુરૂ એચ.બી. વાડિયા આતશ બહેરામ, મુંબઈ); દસ્તુર (ડો.) જામાસ્પ કૈખુશરૂ દસ્તુર જામાસ્પ આસા (ઉચ્ચ ધર્મગુરૂ અંજુમન આતશ બહેરામ, મુંબઈ); દસ્તુર ખુરશેદ કૈકોબાદ દસ્તુર (ઉચ્ચ ધર્મગુરૂ ઈરાનશાહ, ઉદવાડા); દસ્તુર કેકી કાવસજી રવજી મહેરજીરાણા (ઉચ્ચ ધર્મગુરૂ, ભાગરસાથ અંજુમન, નવસારી); અને દસ્તુર સાયરસ નોશિરવાન દસ્તુર (ડી.એન. મોદી આતશ બહરામ, સુરતના ઉચ્ચ ધર્મગુરૂ) – દ્વારા કોવિડથી ગુજર પામેલા લોકો જેઓના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા તેમની ચાર દિવસીય કરવામાં આવતી ક્રિયાને રદ કરી દીધી છે.
ઉચ્ચ ધર્મગુરૂઓ દ્વારા બીપીપીને મોકલવામાં આવેલા સંદેશાવ્યવહારમાં, કોવિડ પીડિતોને દોખ્મેનશીનીને મંજૂરી આપવા માટે સત્તાવાળાઓને સમજાવવા બદલ ટ્રસ્ટી મંડળના વખાણ કરતા, તેઓએ લખ્યું છે, તે માત્ર અભૂતપૂર્વ કોવિડ રોગચાળાને કારણે અથવા માનવતાના આધારે છે. ભારતના ઉચ્ચ ધર્મગુરૂઓએ લાંબા સમયથી ચાલતી ધાર્મિક માન્યતાઓ વિરુદ્ધ અગ્નિસંસ્કાર કરવામાં આવેલા કોવિડ પીડિતો માટે ચાર દિવસની ક્રિયા કરવાની મંજૂરી આપી હતી. કમનસીબે, રોગચાળા દરમિયાન અગ્નિસંસ્કાર સિવાય, કોવિડ પીડિતોના તમામ પ્રકારના નિકાલ પર પ્રતિબંધ મૂકતા ભારત સરકારના આદેશોને કારણે સમુદાય પર આ લાગુ કરવામાં આવ્યું હતું. આપણા કોવિડ પીડિતોના વિશિષ્ટ ઉપયોગ માટે બનાજી દખ્માઓ તૈયાર કરવામાં આવ્યા છે આપણને સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે, હવે સરકારી આદેશ મુજબ સ્મશાન ગૃહમાં પારસી શબને મોકલવાની જરૂર નથી. ઉપરોક્ત બાબતોને ધ્યાનમાં રાખીને, જેઓ ક્રિમેટોરિયમમાં મોકલવાનું પસંદ કરવાનું ચાલુ રાખે છે આપણે કોવિડ પીડિતો માટે ચાર દિવસની પ્રાર્થના કરવા માટેની અગાઉની પરવાનગી પાછી ખેંચી લેવામાં આવી છે. ઉચ્ચ ધર્મગુરૂ તરીકે, જ્યારે પારસી ઈરાની જરથોસ્તી સ્વેચ્છાએ અંતિમ સંસ્કારનો માર્ગ પસંદ કરે છે, ત્યારે આપણા ધાર્મિક પૂજાસ્થાનોમાં આપણા સમર્પિત ધર્મગુરૂઓ દ્વારા ચાર દિવસની વિધિઓ કરવામાં આવતી નથી. આપણાં લાંબા સમયથી ચાલતા ધાર્મિક વિચારોને મજબૂત અને પુન:સ્થાપિત કરવાની આપણી ફરજ છે. અગ્નિસંસ્કારનો માર્ગ, જ્યાં ખુર્શેદનિગેરિશન દ્વારા દોખ્મેનશીનીની રીત ઉપલબ્ધ છે અને આપણા ધર્મના સિદ્ધાંતો અનુસાર તે આગળ ચાલવી જોઈએ.

Leave a Reply

*