Your Moonsign Janam Rashi This Week –
16 July – 22 July 2022

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

24મી જુલાઈ સુધી મંગળની દિનદશા ચાલશે. તમારા ગુસ્સા પર કાબુ નહીં રાખી શકો. નાની બાબતમાં ગરમ થઈ જશો. તમારી તબિયતની ખાસ સંભાળ લેજો. હાઈપ્રેશરથી પરેશાન થતા હો તો દવા લેવામાં બેદરકાર રહેતા નહીં. ઘરવાળા સાથે મતભેદ થતાં વાર નહીં લાગે. બીજાઓ તમારો વાંક શોધી પરેશાન કરશે. મંગળને શાંત કરવા રોજ ‘તીર યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 16, 18, 21, 22 છે.

Mars’ rule till 24th July will make it difficult for you to have a hold on your anger. You could lose your temper over petty matters. You will need to take special care of your health. Those suffering from high BP are advised to not be careless about taking their medication on time. Squabbles within the family could take place. People could fault you and harass you. To pacify Mars, pray the Tir Yasht daily.

Lucky Dates: 16, 18, 21, 22


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

છેલ્લા 10 દિવસ શીતળ ચંદ્રની દિનદશામાં પસાર કરવાના બાકી છે. ફેમીલી કે અંગત પ્રોબ્લેમ હોય તો આ અઠવાડિયામાં દૂર કરી લેજો. મગજને શાંત રાખી જે પણ ડીસીઝન લેશો તેનું સારૂં રીઝલ્ટ ખરાબ સમયમાં કામમાં આવશે. ચાલુ કામ પુરા કરવામાં કોઈ પણ જાતની મુશ્કેલી નહીં આવે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 17, 18, 19, 20 છે.

You have the last 10 days remaining under the calming influence of the Moon. This is the time to resolve any kind of family or personal issues. The decisions you take with a calm mind today, will bear results that will be helpful to you during bad times. There will be no obstacle in completing your ongoing works. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 17, 18, 19, 20


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

23મી ઓગસ્ટ સુધી ચંદ્રની દિનદશા ચાલશે.. કામકાજ માટે ગામ પરગામ જવું પડે તો આનાકાની કરતા નહીં. ઘરવાળાને આનંદમાં રાખી શકશો. ફેમીલી સાથે વેકેશન માણી શકશો. ઈનવેસ્ટમેન્ટ કરવામાં સફળ થશો. ધન માટે જરા પણ ચિંતા નહીં આવે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 16, 20, 21, 22 છે.

The Moon’s rule till 23rd August suggests that you not hesitate to take the opportunity to travel abroad for work. You will be able to keep your family members happy. You could take them for a vacation. You will be able to invest money. There will be no financial issues. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 16, 20, 21, 22


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

આજથી સુર્યની દિનદશા શરૂ થયેલી છે. 6ઠ્ઠી ઓગસ્ટ સુધી માથાના દુખાવા, તાવ અને હાઈપ્રેશરથી પરેશાન થશો. રાતના જાગવાથી વધુ મુશ્કેલીમાં આવશો. સરકારી કામમાં સફળતા નહીં મળે. જે પણ કામ કરશો ત્યાં દુશ્મન વધી જશે. વડીલવર્ગની ચિંતા સતાવશે. દરરોજ 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 17, 18, 21, 22 છે.

The Sun’s rule starting today till 6th August, could cause you to suffer from headache, fever or high BP. Staying awake at night will cause more issues. You will not be successful in government-related works. Any endeavour you undertake will lead to an increase in your detractors. You will be worried about the elderly. Pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.

Lucky Dates: 17, 18, 21, 22


LEO | સિંહ: મ.ટ.

05Leo

શુક્ર જેવા ચમકીલા, વૈભવશાળી ગ્રહની દિનદશા ચાલુ હોવાથી તમારા મોજશોખ ખુબ વધી જશે. બીજાની ભલાઈમાં નાણા ખર્ચ કરવામાં કોઈ કસર નહીં મૂકો. ધણી-ધણીયાણીમાં મતભેદ ઓછા અને પ્રેમ વધી જશે. કામ ધંધામાં કોઈપણ જાતની મુશ્કેલી નહીં આવે. ધનલાભ થતા રહેશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.

શુકનવંતી તા. 16, 18, 19, 20 છે.

Under Venus’ ongoing rule, you will be increasingly inclined towards fun and entertainment. You will go all out in spending money to help another. Squabbles between couples will reduce and get replaced by increasing affection. There will be no obstacles at work. Prosperity will be ongoing! Pray to Behram Yazad daily.

Lucky Dates: 16, 18, 19, 20


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgoહવે તો તમે શુક્રની છત્રછાયામાં આવી ગયેલા છો. તમારા કામો તમે વીજળીવેગે પૂરા કરી શકશો. જીવનમાં કોઈ નવી વ્યક્તિ મળવાના ચાન્સ છે. રોકાયેલા નાણા પાછા મેળવી શકશો. અપોઝીટ સેકસ પાછળ ખર્ચ વધુ કરવો પડશે. તમે ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.

શુકનવંતી તા. 16, 18, 19, 22 છે.

Venus’ rule will help you complete your works at lightning speed. You could meet a new person. You will be able to retrieve your stuck funds. You would be spending excessively over the opposite gender. Continue to pray to Behram Yazad daily.

Lucky Dates: 16, 18, 19, 22


LIBRA | તુલા: ર.ત.

07Libra6ઠ્ઠી ઓગસ્ટ સુધી રાહુની દિનદશા ચાલશે. તમે નાના કામો પણ સમય પર પુરા નહીં કરી શકો. દુશ્મનનું જોર ખુબ વધી જશે. તમારા મિત્રો પણ તમારાથી દૂર ભાગશે. તબિયતના બારામાં બેદરકાર રહેતા નહીં. તમારી નાની બેદરકારી તમને મોટી મુસીબતમાં નાખી દેશે. દાંત, આંખ અને માથાના દુખાવાથી પરેશાન થશો. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 17, 19, 21, 22 છે.

Rahu’s rule till 6th August will not allow you to complete even your small tasks on time. Enemies will gain power. Friends may seem to alienate you. Do not be careless about your health as the smallest negligence could land you in big trouble. You could suffer from headaches as well as pain in the teeth and eyes. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 17, 19, 21, 22


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

છેલ્લુ અઠવાડિયું ધર્મના દાતા ગુરૂની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. આ અઠવાડિયામાં કુટુંબની જવાબદારીઓ પહેલા પૂરી કરી લેજો. ફેમીલી મેમ્બર અને અંગત વ્યતિના મદદગાર થજો. તે લોકો તમારા ખરાબ સમયમાં તમને મદદ કરશે. જાણતા અજાણતા ધર્મ કે ભલાઈના કામો થઈ જશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 16, 17, 18, 20 છે.

This is the last week under the rule of Jupiter. You are advised to first fulfil any family obligations in this period. Try to help your family members or those very close to you, as they are the ones who will help you in your tough times. You could inadvertently or purposely end up doing religious or helpful work. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 16, 17, 18, 20


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

24મી ઓગસ્ટ સુધી તમારી રાશિના માલીક ગુરૂની દિનદશા ચાલશે. હાલમાં નાણાકીય છૂટ છાટ સારી રહેશે. બીજાની મદદ કરવા આગળ પડતો ભાગ લેશો. ફેમીલીમાં ગેટ ટુ ગેધર કરી શકશો. જૂના રોકાણમાંથી ફાયદો મળે તે લઈ લેજો. ઘરમાં મહેમાનની અવર જવર વધી જશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 19, 20, 21, 22 છે.

Jupiter’s rule till 24th August indicates financial prosperity for you. You will take the proactive initiative of helping others. You will be able to hold family get-togethers. You are advised to withdraw the profits accrued from old investments. Guests could frequent your home. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 19, 20, 21, 22


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

26મી જુલાઈ સુધી શનિની દિનદશા ચાલશે. તમે થોડા આળસુ બની જશો. અચાનક તબિયત બગડી જશે. તમે જોઈન્ટ તથા બેક પેઈન અને માથાના દુખાવાથી પરેશાન થશો. શનિને કારણે ખર્ચમાં ખુબ વધારો થશે. તેની સામે જોઈતી આવક નહીં આવે. લેતી દેતી પર ધ્યાન આપજો. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 16, 17, 18, 22 છે.

Saturn’s rule till 26th July makes you lethargic. Your health could suddenly go down. You could suffer from backache, joint pains and headaches. Saturn could cause a huge increase in your expenditures, without a corresponding increase in your income. Pay extra attention to any transactions related to lending or borrowing money. Pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 16, 17, 18, 22


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

પહેલા ચાર દિવસ બુધની દિનદશામાં પસાર કરવાના બાકી છે. ચાર દિવસમાં બધાજ કામ બાજુએ મૂકી લેતી દેતીના કામ પહેલા કરી લેજો. તમો કોઈને ધન આપવાનું બાકી હોય તો મીઠી જબાન વાપરી થોડી મુદત માંગી લેજો. બાકી 20મી જુલાઈથી 36 દિવસ શનિની દિનદશા દિવસે તારા બતાવી દેશે. દરરોજ ‘મહેર નીઆએશ’ સાથે મોટી ‘હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 17, 18, 19, 22 છે.

You have 4 days remaining under the rule of Mercury. You are advised to put aside all else and first work on all transactions related to the lending and borrowing of money. If you need to return money to another, you are advised to use sweet language and request them to give you more time. Saturn’s rule starting 20th July, for the next 36 days, will give you a very hard time. Pray the Moti Haptan Yasht along with the Meher Nyaish, daily.

Lucky Dates: 17, 18, 19, 22


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

બુધની દિનદશા ચાલુ હોવાથી દલાલી, શેર ઈનવેસ્ટમેન્ટમાં વધુ ધ્યાન આપશો. અટકેલા કામ પૂરા કરવા મિત્રની મદદ મળી જશે. જે પણ કામ કરો તે બુધ્ધિ વાપરી કરજો. નોકરી ધંધામાં સફળતા મલવાના ચાન્સ છે. આવેલા ધનનો ઉપયોગ સારી રીતે કરી શકશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 16, 17, 20, 21 છે.

Mercury’s ongoing rule suggests that you pay more attention to brokerage and share investments. You will receive help from a friend in completing a stalled work-project. Use your intelligence in all that you do. Success is indicated for your business and at your workplace. You will be able to gainfully use your income. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 16, 17, 20, 21

Leave a Reply

*