Your Moonsign Janam Rashi This Week –
30 July – 05 August 2022

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

20મી સપ્ટેમ્બર સુધી બુધની દિનદશા ચાલશે. હાલમાં તમે નાના કામો સમય પર પુરા કરીને ધન કમાઈ લેશો. બુધ તમને ખોટા ખર્ચા કરાવશે નહીં. નાણાને બચાવી ઈનવેસ્ટમેન્ટ કરવામાં સફળ થશો. ધનની કમી નહીં આવે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજોે.

શુકનવંતી તા. 01, 02, 03, 04 છે.

Mercury’s rule till 20th September will see to it that you earn income by completing your smaller tasks. Under Mercury’s influence, you will not spend money unnecessarily. You will be able to save and invest money. There will be no financial shortfall. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 01, 02, 03, 04


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

25મી ઓગસ્ટ સુધી મંગળની દિનદશા તમને ક્રોધી બનાવી દેશે. નાની બાબતમાં વધુ પડતા ગરમ થઈ જશો. બીજાનું ભલુ કરવામાં તમારા ઘરવાળા તમારાથી નારાજ થઈ જશે. ખોટી ભાગદોડ કરીને તમારી તબિયતને બગાડી દેશો. તમે તાવ, માથાના દુ:ખાવાથી અને હાઈ પ્રેશરથી પરેશાન થશો. દરરોજ ‘તીર યશ્ત’ ભણવાથી મનને થોડી શાંતિ મળશે.
શુકનવંતી તા. 30, 31, 03, 05 છે.

Mars’ rule till 25th August makes your temperament full of anger. You will get disproportionately hot-headed over petty matters. Helping others could have your family members getting upset with you. Your health could take a beating with unnecessary running around. You could suffer from fever, headaches or high BP. For a little mental peace, pray the Tir Yasht daily.

Lucky Dates: 30, 31, 03, 05


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

શીતળ ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી નાની મુસાફરી કરવી પડશે. પાક પરવરદેગારની કૃપાથી તમારા મનની નેક મુરાદ પુરી થવામાં કોઈ રૂકાવટ નહીં આવે. રીસાયેલી વ્યક્તિને મનાવી લેશો. મનને શાંત રાખી જે ડીસીઝન લેશો તેમાં સફળતા મળીને રહેશે. રોજ બરોજના કામ સહેલાઈથી પુરા કરશો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101 વાર ભણજો.

શુકનવંતી તા. 30, 01, 02, 05 છે.

The ongoing Moon’s rule indicates short travels for you. With divine blessings, your sincere wishes will not face any encounters from being fulfilled. You will be able to win over someone who is upset with you. You will be successful if you make decisions with a calm mind. You will be able to complete your daily chores smoothly. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 30, 01, 02, 05


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

છેલ્લુ અઠવાડિયું સુરજની ગરમીમાં પસાર કરવાનું બાકી છે. તબિયતની ખાસ સંભાળ લેજો. ઉતરતી સુર્યની દિનદશા તમને આંખમાં બળતરા તથા તાવની બીમારી આપશે. સરકારી કામમાં સફળતા નહીં મળે. કોઈ પણ જાતના અગત્યના ડીસીઝન આવતા અઠવાડિયામાં લેજો. દરરોજ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 31, 03, 04, 05 છે.

This is your last week under the rule of the Sun. Take special care of your health. The descending rule of the Sun could cause you burning eye sensations or fever. Your government related works will not be successful. You are advised to make any crucial decisions only next week. Pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.

Lucky Dates: 31, 03, 04, 05


LEO | સિંહ: મ.ટ.

05Leo

શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમારા મોજશોખ ઘટાડવામાં સફળ નહીં થાવ. ઘરમાં કોઈ નવી ચીજ વસ્તુ વસાવી શકશો. શુક્રની કૃપાથી નાની મુસાફરીનો ચાન્સ મળશે. નાણાકીય બાબતમાં મુશ્કેલી નહીં આવે. જેટલો ખર્ચ કરશો એટલું ધન મેળવી લેશો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 30, 01, 02, 04 છે.

Venus’ ongoing rule makes it impossible for you to reduce your inclinations towards fun and entertainment. You will be able to make purchases for the house. Venus will offer you the opportunity of a short travel. Financially, there will be no difficulties. You will be able to earn back all that you spend. Pray to Behram Yazad daily.

Lucky Dates: 30, 01, 02, 04


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo16મી સપ્ટેમ્બર સુધી શુક્રની દિનદશા ચાલશે. તમે તમારા કામમાં સફળતા મેળવી લેશો. અપોઝીટ સેકસની તરફથી કોઈ સારી વાત જાણવા મળશે. ગામ પરગામ જવાનો ચાન્સ મળી રહેશે. શુક્રની કૃપાથી માન પાન ઈજ્જત દરેક જગ્યાએથી મળશે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 31, 02, 03, 05 છે.

Venus’ rule till 16th September, brings you much success in your professional ventures. You will get some good news from a member of the opposite gender. You could get an opportunity to travel abroad. Venus’ rule blesses you with fame, respect and prosperity from all quarters. Pray to Behram Yazad daily.

Lucky Dates: 31, 02, 03, 05


LIBRA | તુલા: ર.ત.

07Libraછેલ્લુ અઠવાડિયું રાહુની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. તમારી નાની ભુલ મોટી મુસીબતમાં નાખશે. ઉતરતી રાહુની દિનદશા તબિયતને બગાડી નાખશે. પૈસાની વધુ પડતી તંગી ભોગવશો. કોઈ પાસે ઓછીના નાણા લેવાનો સમય આવશે. આગળ શુક્રની દિનદશા ઘણુ સુખ આપશે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.

શુકનવંતી તા. 30, 31, 01, 02 છે.

This is your last week under Rahu’s rule. A small mistake of yours could land you in big trouble. Rahu’s descending rule could weigh heavy on your health. You could face a cash crunch. You might have to borrow money from others. The oncoming rule of Venus will bring you lots of relief and contentment. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 30, 31, 01, 02


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

રાહુની દિનદશા ચાલુ હોવાથી તમને શાંતિથી બેસવા નહીં મળે. અગત્યના કામ કરવામાં સફળતા નહીં મળે. ખોટા કામો કરી નાણાનો ખર્ચ વધારી દેશો. તમારા અંગત માણસો તમને સાથ નહીં આપે. લેતી-દેતીના કામ કરતા નહીં. પ્રેમી પ્રેમીકા વચ્ચે નાની બાબતમાં મતભેદ પડતા રહેશે. રોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 31, 03, 04, 05 છે.

Rahu’s ongoing rule does not leave you in peace. You will not be successful in doing your important works. You could end up increasing your expenses by choosing to take on the wrong endeavours. Those close to you will not be supportive. Do not partake of any transactions which include the lending or borrowing of money. Lovers will end up squabbling frequently. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 31, 03, 04, 05


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

24મી સુધી તમારા અગત્યના કામ પુરા કરી લેજો. ઈનવેસ્ટમેન્ટ કરવાનું ભુલતા નહીં. જે પણ કામ કરશો ત્યાં તમને માન ઈજ્જત મળશે. ફેમીલીમાં સુખની સાથે સંપ રહેશે એકબીજાની મદદ કરવામાં આગળ રહેશો. તબિયતમાં સારો સુધારો રહેશે. ધનની ચિંતા નહીં આવે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.

શુકનવંતી તા. 30, 01, 02, 05 છે.

Ensure to complete all your important works by the 24th of August. Ensure to invest money. You will receive respect and admiration for all your endeavours. The family will be content and united – you will help each other. Improvement in health is predicted. There
will be no financial worries. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 30, 01, 02, 05


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

26મી જુલાઈથી ગુરૂની દિનદશા શરૂ થયેલી છે. ગુરૂ તમારા અટકેલા કામને ફરી ચાલુ કરાવવામાં મદદગાર થશે. માથાનો બોજો ઓછો કરી શકશો. ધન મેળવવા માટે ભાગદોડ કરશો તો વધુ ધન મેળવશો. બીજાના મદદગાર બની શકશો. ધર્મના કામો કરી શકશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ કરજો.

શુકનવંતી તા. 31, 01, 03, 04 છે.

Jupiter’s rule which started from 26th July will help you restart your stalled works. Your mental tensions will lessen. If you put in extra effort in earning money, you will be able to earn a lot. You will be able to help others. You will be able to conduct religious duties. Start praying the Sarosh Yasht daily.

Lucky Dates: 31, 01, 03, 04


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

26મી ઓગસ્ટ સુધી શનિની દિનદશા ચાલશે. શનિની મોટી પનોતી હોવાથી શનિ તમને બેચેન બનાવી દેશે. તમે નાના કામ સમય પર પૂરા નહીં કરી શકો. ખાવાપીવા પર ધ્યાન નહીં આપો તો તબિયત બગડી જશે. એસીડીટી તથા માથાના દુખાવાથી પરેશાન થશો. શનિને શાંત કરવા દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 30, 31, 02, 05 છે.

Saturn’s rule till 26th August will make you extremely restless. You will not be able to complete even your small tasks on time. Your health will take a beating if you do not pay attention to your diet. You could suffer from acidity and headaches. To placate Saturn, pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 30, 31, 02, 05


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

20મી ઓગસ્ટ સુધી બુધની દિનદશા ચાલશે તમારા નાના કામો પણ પ્લાન બનાવીને કરશો. હીસાબી કામો પહેલા કરી શકશો. કામ કાજને વધારવા માટે ગામ-પરગામ જઈ શકશો. મિત્રોના સાચા સલાહકાર બની તેઓની ભલી દુઓ મેળવી શકશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 01, 02, 03, 04 છે.

Mercury’s rule till 20th August helps you plan out and execute even your smaller tasks. You will be able to prioritize your accounts-related tasks. You will be able to travel abroad for business expansion. You will receive your friends’ blessings by giving them sincere advice. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 01, 02, 03, 04

Leave a Reply

*