Your Moonsign Janam Rashi This Week –
06 August – 12 August 2022

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

બુધ્ધિના દાતા બુધની દિનદશા ચાલુ હોવાથી તમે વાણીયા જેવા બની જશો. તમને જે પણ ફાયદો થતો હશે તે બાબતમાં તમારી નજર પહેલા જશે. તમારા જૂના પ્રોબ્લેમ દૂર કરવામાં કોઈ સાચો સલાહકાર મળી જશે. થોડુંગણું ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજોે.

શુકનવંતી તા. 06, 07, 11, 12 છે.

Mercury’s ongoing rule makes you sharp and calculative – you will gravitate towards places / projects that are profitable for you. You will meet a sincere advisor who will guide you out of your old problems. Ensure to make investments. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 06, 07, 11, 12


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

મંગળ જેવા ગરમ ગ્રહની દિનદશા ચાલુ હોવાથી તમને નાની વાતમાં ગુસ્સો આવી જશે. તમારી સાથે કામ કરનાર વ્યક્તિ સાથે નાની બાબતમાં ઝગડો કરી દેશો. નાણાકીય મુશ્કેલી ખુબ વધી જશે. વાહન ખુબ સંભાળીને ચલાવજો. ભાઈ બહેન તમને સાથ નહીં આપે તેનું દુ:ખ થશે. ઘરમાં વધુ ખર્ચ કરવો પડશે. રોજ ‘તીર યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.

શુકનવંતી તા. 07, 08, 09, 10 છે.

Mars’ ongoing rule makes you angry over small matters. You could end up arguing with a colleague over a petty issue. Financial difficulties could increase. Be very careful when driving/riding your vehicle. You will feel hurt over the lack of support from your siblings. House expenses could increase. Pray the Tir Yasht daily.

Lucky Dates: 07, 08, 09, 10


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

26મી ઓગસ્ટ સુધી ચંદ્રની દિનદશા ચાલશે તમારા રોજ બરોજના કામ સમય પર કરી શકશો. આવકમાં વધારો થશે. ચંદ્રની કૃપાથી મનને શાંત રાખી જે પણ કામ કરશો તેમાં ફત્તેહના ડંકા વગાડશો. નાની મુસાફરીનો ચાન્સ મળે તો મુકતા નહીં. બાળકો તરફથી માન મળશે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101 વાર ભણજો.

શુકનવંતી તા. 06, 08, 11, 12 છે.

The Moon’s rule till 26th August helps you complete your daily chores on time. An increase in income is predicted. With the blessings of the Moon, any endeavour which you approach with a calm mind will be tremendously successful. Do not pass on an opportunity for short travels. Your children will show you respect. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 06, 08, 11, 12


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

તમને આજથી ચંદ્ર જેવા શીતળ ગ્રહની દિનદશા શરૂ થયેલી છે. આજથી આવતા 50 દિવસમાં તમારા રોકાયેલા કામને પુરા કરવામાં સફળ થશો. આજુબાજુનો સાથ સહકાર મળીને રહેશે. નવા કામથી ફાયદો થશે. રોજના કામમાં તમને વધુ સફલતા મળે તે માટે આજથી દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 07, 09, 10, 12 છે.

The Moon’s rule, starting today, for the next 50 days will help you complete your stalled works. You will receive support from everyone around you. New work projects will yield profits. To gain success in your daily works, pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 07, 09, 10, 12


LEO | સિંહ: મ.ટ.

05Leo

6ઠ્ઠી સપ્ટેમ્બર સુધી સુર્યની દિનદશા ચાલુ હોવાથી કોઈપણ અગત્યના કામ પુરા નહીં કરી શકો. સરકારી કામમાં સફળતા નહીં મળે. અપોઝીટ સેકસ સાતે મતભેદ પડતા રહેશે. વડીલવર્ગની તબિયત બગડી જવાના ચાન્સ છે. તમોને પણ હાઈ પ્રેશર હોય તો ડોકટરની સલાહ અવશ્ય લેજો. 96મુ નામ ‘યા રયોમંદ’ 101 વાર ભણજો.

શુકનવંતી તા. 06, 07, 08, 11 છે.

The Sun’s rule till 6th September makes it impossible for you to get any of your important works done. You will not be successful in any government-related works. You could end up squabbling with members of the opposite gender. The health of the elderly could go bad. Those of you with high BP are advised to ensure getting the doctor’s opinion. Pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.

Lucky Dates: 06, 07, 08, 11


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgoતમને તમારી રાશિના માલિક બુધના પરમ મિત્ર શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમારૂં હરવાનું ફરવાનું ખુબ વધી જશે. હરવા ફરવાની સાથે ધન પણ કમાઈ લેશો. જે પણ કમાશો તેમાંથી ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો.બીજાના મદદગાર બની શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 09, 10, 11, 12 છે.

Venus’ ongoing rule greatly increases your chances of travel and entertainment. You will also earn good money alongside! You are advised to ensure that you invest some of your earnings. You will be able to help others. Pray to Behram Yazad daily.

Lucky Dates: 09, 10, 11, 12


LIBRA | તુલા: ર.ત.

07Libraતમને આજથી તમારી રાશિના માલિક શુક્રની દિનદશા શરૂ થયેલી છે. આજથી આવતા 70 દિવસમાં તમે મોજશોખ પાછળ ખર્ચ વધુ કરશો. ફેમીલી મેમ્બર સાથે હરવા ફરવાનો પ્રોગ્રામ બનાવી શકશો. ધીરે ધીરે નાણાકીય મુશ્કેલીમાંથી બહાર આવી જશો. ફસાયેલા નાણા પાછા મેળવી શકશો. આજથી ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 06,07, 08, 11 છે.

The start of Venus’ rule from today, for the next 70 days, will have you spending excessively over fun and entertainment. You will make fun plans with family members. You will eventually rise from your financial difficulties. You will be able to get back your stuck funds. Starting today, pray to Behram Yazad daily.

Lucky Dates: 06,07, 08, 11


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

રાહુની દિનદશા ચાલુ હોવાથી તમને નાના કામ પુરા કરવામાં ખુબ મુશ્કેલી આવશે. માથાનો બોજો વધી જશે. આવકના ઠેકાણા નહીં હોય અને જાવક એટલે કે ખર્ચનું પ્રમાણ વધી જશે. કોઈ અંગત વ્યક્તિ તમને મુશ્કેલીમાં મુકી દેશે. લેતી-દેતી કરતા પહેલા દસ વાર વિચારજો. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 06, 09, 10, 12 છે.

Rahu’s ongoing rule makes it difficult for you to complete even your smaller tasks. Mental pressures will increase. Your income will be uncertain, but your expenses could increase greatly. Someone close to you could land you in trouble. Before getting into any financial transactions of lending/borrowing money, think things ten times through. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 06, 09, 10, 12


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

24મી ઓગસ્ટ સુધી રાશિના માલીક ગુરૂની દિનદશા ચાલશે તમે જે પણ કામ કરતા હશો તેમાં સફલતા મેળવવા માટે મુશ્કેલીમાં નહીં આવો. નાણાકીય બાબતમાં ફસાયેલા નાણે પાછા મેલવી લેશો. જ્યાંથી ફાયદો મળતો હોય તે ફાયદો લઈ લેજો. ધર્મ ચેરીટીના કામો સારી રીતે કરી શકશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 07, 08, 10, 11 છે.

Jupiter’s rule till 26 August will bring you success in all of your endeavours. You will be able to recover your stuck finances. You are advised to capitalize on your benefits and profits. You will be able to do good works related to religion and charity. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 07, 08, 10, 11


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

તમને ધર્મના દાતા ગુરૂની દિનદશા ચાલુ હોવાથી ફેમીલી મેમ્બરને ખુબ આનંદમાં રાખી શકશો. સગા સંબંધી પાસે તમને માન ઈજ્જત સારા મળશે. મિત્રોના મદદગાર થઈને રહેશો. મનગમતી વ્યક્તિ સાથે સમય સારી રીતે પસાર કરશો. કામકાજમાં વધુ સફળ થવા માંગતા હો તો ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 06, 07, 09, 12 છે.

Jupiter’s ongoing rule will have you keep your family members happy. You will receive much admiration and respect from your relatives and friends. You will help your friends. You will be able to spend good time with your sweetheart. For greater success in your work, pray the Sarosh Yasht daily.

Lucky Dates: 06, 07, 09, 12


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

શનિની દિનદશા ચાલુ હોવાથી તમે તમારા રોજ બરોજના કામ સારી રીતે નહીં કરી શકશે. તમારા કરેલ કામોનો બદલો નહીં મળે. ખર્ચ પર કાબુ નહીં રહે. તબિયત અચાનક બગડી જશે. ખાસ કરીને સાંધાના દુ:ખાવો અને આળસ ખુબ આવશે. ડોકટરની સલાહ લેવાથી ફાયદો થશે. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 08, 09, 10, 11 છે.

Saturn’s ongoing rule does not allow you to do your daily chores effectively. You will not be able to reap the fruits of your lahour. You might not be able to control your expenses. Your health could take a sudden dip. You could experience a lot of lethargy and jointpains. Consulting a doctor will prove helpful. Pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 08, 09, 10, 11


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

20મી ઓગસ્ટ સુદી બુધની દિનદશા ચાલશે તોડી ગણી બચત કરીને સારી જગ્યાએ ઈનવેસ્ટમેન્ટ કરવામાં સફળ થશો. કોઈ વ્યક્તિ ને સાચી સલાહ આપીને તેનું દિલ જીતી લેશો. લેતી-દેતીના કામો કરવામાં કોઈ મુશ્કેલી નહીં આવે. ગામ પરગામથી કોઈ સારા સમાચાર મળશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 06, 07, 08, 12 છે.

Mercury’s rule till 20th August will help you succeed in saving and investing a small sum of your money. You will win over a person by giving them your honest advice. Financial transactions will pan out smoothly. You will receive good news from abroad. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 06, 07, 08, 12

Leave a Reply

*