આમળા

આમળા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક ફળ છે. તેમાં આપણા સ્વાસ્થ્ય માટે જરૂરી તમામ ગુણકારી મિનરલ અને વિટામિન રહેલા છે. તેના પોષક તત્ત્વ કેટલાય પ્રકારની બીમારીઓથી આપણો બચાવ કરે છે. આમળાનો જ્યુસ, મુરબ્બો, અથાણું અથવા કાચું ખાવાથી પણ શરીરને કેટલાય ફાયદા થાય છે. આયુર્વેદમાં પણ આમળાનું લાભદાયી ફળ તરીકે વર્ણન કરવામાં આવ્યું છે.
આમળામાં વિટામિન-સી મળી આવે છે જે ઇમ્યૂનિટી અને મેટાબોલિઝ્મ વધારવાનું કામ કરે છે. આમળા કોલ્ડ, કફ ઉપરાંત શરીરમાં વાયરલ અને બેક્ટીરિયલ ઇન્ફેક્શન થવા દેતું નથી. આમળામાં એવા તત્ત્વ પણ મળી આવે છે જે કેન્સર સેલ્સ સામે લડવાનું કામ કરે છે. આમળાનો જ્યુસ શરીરની તમામ પ્રક્રિયાઓને સંતુલનમાં રાખે છે અને ત્રિદોષ એટલે કે વાયુ, કફ અને પિત્તને ખત્મ કરે છે.
અસ્થમામાં ફાયદાકારક: આમળા શ્વાસની બીમારીઓ જેવી કે અસ્થમામાં રાહત અપાવવાની સાથે-સાથે ડાયાબિટીસને પણ કંટ્રોલ કરે છે. આમળાથી પાચનતંત્ર પણ સ્વસ્થ રહે છે.
કોલેસ્ટ્રોલ પર કંટ્રોલ: નિયમિત રીતે આમળાનો જ્યૂસ પીવાથી કોલેસ્ટ્રોલનું સ્તર ઘટી જાય છે અને શરીર સ્વસ્થ રહે છે. તેમાં મળી આવતો એમિનો એસિડ અને એન્ટીઑક્સીડેન્ટના કારણે હૃદય સારી રીતે કામ કરે છે.
લિવર માટે ફાયદાકારક: આમળામાં લિવરને સુરક્ષિત રાખવાના તમામ તત્ત્વ મળી આવે છે. આ શરીરમાંથી તમામ વિષારી પદાર્થોને બહાર કાઢે છે.
મોંઢામાં ચાંદા પડવા: હેલ્થ એક્સપર્ટનું કહેવું છે કે આમળાનો રસ ખાંસી અને ફ્લૂની સાથે-સાથે મોંઢાના ચાંદા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. આમળાનો એક અસરકારક ઘરેલૂ ઉપચાર તરીકે ઉપયોગમાં લઇ શકાય છે. બે ચમચી આમળાના જ્યુસમાં બે ચમચી મધ મિક્સ કરીને દરરોજ પીવાથી શરદી અને ખાંસીમાં ઘણી મદદ મળે છે. મોંઢામાં પડતાં ચાંદાથી છૂટકારો મેળવવા માટે બે ચમચી આમળાના જ્યુસને પાણીમાં મિક્સ કરીને તેનાથી કોગળા કરો.
વાળને મજબૂત બનાવવા: વાળ માટે આમળા એક દવાની જેમ કામ કરે છે. આપણા વાળની રચનામાં 99 ટકા પ્રોટીનનું યોગદાન હોય છે. આમળામાં મળી આવતો એમીનો એસિડ અને પ્રોટીન વાળને વધારે છે, ખરતાં રોકે છે અને જડથી મજબૂત બનાવે છે.
દાગ-ધબ્બાથી છૂટકારો: આમળા જ્યુસ સ્કિન ટ્રીટમેન્ટના કામમાં પણ આવે છે. આમળાના રસને રૂમાં પલાળીને લગાવવાથી ચહેરા દાગ-ધબ્બા દૂર થાય છે અને ચહેરા પર ચમક આવે છે.
ન્યૂટ્રિશન ડ્રિન્ક: વિટામીન-સી ઉપરાંત આમળામાં આયરન, કેલ્શિયમ અને ફોસ્ફરસ પણ વધુ પ્રમાણમાં મળી આવે છે અને તેને એક ન્યૂટ્રિશન ડ્રિન્કની જેમ પણ પી શકાય છે.

Leave a Reply

*