Your Moonsign Janam Rashi This Week –
03 September – 09 September 2022

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

બુધ જેવા બુદ્ધિશાળી ગ્રહની દિનદશા ચાલુ હોવાથી તમારા કરેલા કામમાં તમારી કદર થશે. નાણાકીય બાબતમાં બચત કરવાનું શીખી જશો. કામકાજમાં પ્રમોશન મળવાના ચાન્સ છે. મનગમતી વ્યક્તિ સામેથી મળવા આવશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજોે.

કનવંતી તા. 6, 7, 8, 9 છે.

Under Mercury’s rule, you will receive much appreciation for all your efforts and projects. You will learn to save money. You could receive a promotion at the workplace. A favourite person will take the initiative to come and meet with you. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 6, 7, 8, 9


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

21મી ઓકટોબર સુધી બુધની દિનદશા ચાલશે. તમારા રોજના કામ સમય પર પુરા કરવામાં સફળ થશો. નાણાકીય બાબતમાં જે પણ કમાશો તેમાંથી ઈનવેસ્ટમેન્ટ કરી શકશો. મિત્રો તરફથી સારી સલાહ મળી રહેશે. હીસાબી કામો તથા સરકારી કામોમાં સફળતા મળશે. સ્ટુડન્ટસ લોકો જેટલી મહેનત કરશે તેટલું ફળ મળશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.

શુકનવંતી તા. 3, 4, 5, 8 છે.

Mercury’s rule till 21st October will help you complete your daily chores on time. Financially, you will be able to make investments of your earnings. Friends will give you good advice. You will be successful in your legal or government-related works. Students will get the fruits of their labour proportionately. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 3, 4, 5, 8


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

મંગળની દિનદશા ચાલુ હોવાથી નાની બાબતમાં ઈરીટેટ થશો. કોઈ ઈનોસન્ટ વ્યક્તિ પર કારણ વગર ગુસ્સો કરશો. માથાના દુખાવાથી પરેશાન થશો. ઉતાવળ કરી ખોટી જગ્યાએ ફસાઈ જશો. વાહન ચલાવતા હો તો સંભાળીને ચલાવજો. દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 3, 6, 7, 9 છે.

Mars’ ongoing rule makes you irritable over petty issues. You will spew your anger over an innocent person for no fault of theirs. You could suffer from headaches. If you make haste, it will land you in trouble. Drive/ride your vehicles with a caution. Pray the Tir Yasht daily.

Lucky Dates: 3, 6, 7, 9


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

26મી સપ્ટેમ્બર સુધી ચંદ્રની દિનદશા ચાલશે. તમારા કામ વીજળીવેગે પુરા કરી શકશો જે પણ કામ હાથમાં લેશો તેને પુરા કરીને મુકશો. તમારા કામમાં કોઈ ભુલ નહીં કાઢી શકે. ગામ પરગામથી સારા સમાચાર મલવાના ચાન્સ છે. નાની મુસાફરીનો ચાન્સ મળે તો મુકતા નહીં. ચંદ્રની વધુ કૃપા મેળવવા દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 4, 5, 7, 8 છે.

The Moon’s rule till 26th September helps you complete your chores at lightning speed. You will ensure to complete any project that you undertake. Your work will be perfectly done. You could receive good news from abroad. Do not pass off an opportunity for a short travel plan. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 4, 5, 7, 8


LEO | સિંહ: મ.ટ.

05Leo

પહેલા ત્રણ દિવસ જ સુર્યની દિનદશામાં પસાર કરવાના બાકી છે. તમે માથાના દુખાવાથી પરેશાન થશો. 6ઠ્ઠીથી ચંદ્રની દિનદશા તમારા ગરમ મગજને શાંત કરી નાખશે. સરકારી કામમાં સફળતા મેળવશો. આ અઠવાડિયામાં પ્રેશર વધી ન જાય તે માટે દવા સમય પર લેવાનું ભુલતા નહીં. હાલમાં 96મુ નામ ‘યા રયોમંદ’ અને 34મુ નામ ‘યા બેસ્તરના’101 વાર ભણજો.

શુકનવંતી તા. 6, 7, 8, 9 છે.

You have three days remaining under the rule of the Sun. You could experience headaches. The Moon’s rule, starting from 6th September, will help cool down the hot-headedness. You will be successful in your government-related endeavours. Ensure to take your medicines on time to avoid high BP. Pray the 96th Name, ‘Ya Rayomane’, alongside the 34th Name, ‘Ya Beshtarna’, 101 times each, daily.

Lucky Dates: 6, 7, 8, 9


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo16મી સપ્ટેમ્બર સુધી શુક્રની દિનદશા ભરપુર સુખ આપશે. અપોઝીટ સેકસનું એટ્રેકશન ખુબ વધી જશે. નાણાકીય મુશ્કેલી નહીં આપે. અચાનક ધનલાભ મલવાના ચાન્સ છે. મુશ્કેલીભર્યા કામ પહેલા પુરા કરવામાં સફળ થશો. મનને ગમતી વ્યક્તિ મળી જશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.

શુકનવંતી તા. 3, 4, 5, 7 છે.

Venus’ rule till 16th September fills your life with contentment. The attractions towards the opposite gender will greatly increase. There will be no financial issues. You can expect a sudden windfall. You will succeed in completing your challenge-ridden works first. You will find someone that appeals to your senses. Pray to Behram Yazad daily.

Lucky Dates: 3, 4, 5, 7


LIBRA | તુલા: ર.ત.

07Libraશુક્રની દિનદશા ચાલુ હોવાથી તમને તમારા કામમાં કોઈ મુશ્કેલી નહીં આવે. ચેલેન્જીંગવાળા કામ કરવામાં મજા આવશે. લેતીદેતીના કામ સારી રીતે કરી શકશો. ચાલુ કામમાં પ્રમોશન મળવાના ચાન્સ છે. નાની મુસાફરી કરવાથી મનને આનંદ અને શાંતિ મળશે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 3, 6, 8, 9 છે.

Venus’ ongoing rule ensures that you will not face any difficulties in your work. You will enjoy taking on challenging tasks. You will be able to efficiently execute any transactions related to lending or borrowing money. You could receive a promotion at your workplace. Short travels will bring your mind joy and peace. Pray to Behram Yazad daily.

Lucky Dates: 3, 6, 8, 9


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

પહેલા ત્રણ દિવસ રાહુની દિનદશામાં પસાર કરવાના બાકી છે. ત્રણ દિવસ અગત્યના કામ કરવાનું મુલતવી રાખજો. કોઈ વ્યકિત મલવા બોલાવે તો 6ઠ્ઠી પછી જજો. ઉતરતી રાહુની દિનદશા અંગત વ્યક્તિ સાથે મતભેદ કરાવી નાખશે. મગજને શાંત રાખવા માગતા હો તો આ અઠવાડિયામાં દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 4, 5, 6, 7 છે.

With only three days remaining under Rahu’s rule, you are advised to postpone doing any important works in this period. Accept invitations from others only post the 6th of September. Rahu’s descending rule could have you quarrelling with someone close to you. To keep your mind calm, pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 4, 5, 6, 7


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

તમને રાહુની દિનદશા ચાલુ હોવાથી 6ઠ્ઠી ઓકટોબર સુધી તમે તમારા કામ પુરા કરવામાં સફળ નહીં થાવ. બીજાને મદદ કરવા જતા તમે પોતે પરેશાન થઈ જશો. કોઈને કોઈ જાતનું પ્રોમીશ આપતા નહીં. ખર્ચનો હીસાબ નહીં રાખી શકો. ભુલ્યા વગર દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 3, 5, 8, 9 છે.

Rahu’s ongoing rule till 6th October, makes it difficult for you to be successful in your work projects. Trying to help another could make you end up feeling troubled. Avoid making any promises to others. You will not be able to be accountable of your expenditures. Ensure to pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 3, 5, 8, 9


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

24મી સપ્ટેમ્બર સુધી ગુરૂની દિનદશા ચાલશે. હાલમાં તમારા હાથથી કોઈની ભલાઈના કામ થઈ જશે. નાણાકીય ચિંતા ઓછી થતી જશે. જે પણ કમાશો તે સારી જગ્યાએ વાપરવામાં સફળ થશો. સગા સંબંધીઓને મળવાનો ચાન્સ મળશે. રોજના કામ પુરા કરવામાં મુશ્કેલી નહીં આવે. સ્ટુડન્ટસો માટે સમય સારો છે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 4, 6, 7, 8 છે.

Jupiter’s rule till 24th September, will have you doing helpful deeds for others. Financial tensions will decrease. You will be able to productively use your earned money. You will be able to meet up with your relatives. You will be able to complete your daily chores without facing any difficulty. This is a good time for students. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 4, 6, 7, 8


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

લાંબા સમય સુધી ધર્મના દાતા ગુરૂની દિનદશા ચાલશે. 26મી ઓકટોબર સુધી ફેમીલી મેમ્બરની ડિમાન્ડ પુરી કરી તેઓનું દિલ જીતી લેશો. જૂની કરજદારીમાંથી થોડા મુકત થઈ જશો. અચાનક ફાયદા મળતા રહેશે. લગ્ન કરવા માગતા હશો તો યોગ્ય જીવન સાથી મળવાના ચાન્સ છે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ભુલતા નહીં.

શુકનવંતી તા. 3, 4, 5, 8 છે.

Jupiter’s rule will last for a while till 26th October. You will win over your family members by catering to their wants. You will be able to relieve yourself of some old debts. Unexpected gains are predicted. Those looking to get married could find their ideal life-partners in this time. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 3, 4, 5, 8


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

શનિની દિનદશા ચાલુ હોવાથી તમારા નાના કામ સમય પર પુરા નહીં કરી શકો. શનિ તમને થોડા આળસુ બનાવી દેશે. જ્યાં કામ કરતા હશો ત્યાં સાથે કામ કરનાર તમને સાથ નહીં આપે. નાણાકીય સ્થિતિ સારી થવાની જગ્યાએ ખરાબ થશે. ખોટા ખર્ચાઓેથી બચવા માંગતા હો તો દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 6, 7, 8, 9 છે.

Saturn’s ongoing rule doesn’t allow you to complete your work on time. You will feel lethargic. Your colleagues at the workplace will not be supportive. Your financial condition will worsen instead of improving. To escape from incurring unnecessary expenditures, pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 6, 7, 8, 9

Leave a Reply

*