Your Moonsign Janam Rashi This Week –
10 September – 16 September 2022

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

20મી સપ્ટેમ્બર સુધી બુધ્ધિબળ વાપરીને હીસાબી લેતી દેતીના કામો પહેલા પુરા કરી લેજો. તમે તમારા કામોનું લીસ્ટ બનાવી અગત્યના કામો પૂરા કરવામાં સફળ થશો. બીજાને સમજાવવાની શક્તિ ખુબ વધી જશે. તમારાથી બને તો થોડી ઘણી રકમ ઈનવેસ્ટ અવશ્ય કરજો. કરકસર કરી શકશો. મિત્રો તરફથી ફાયદો મળશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજોે.

શુકનવંતી તા. 10, 11, 15, 16 છે.

You are advised to use your intelligence and complete all your accounts-related works by 20th September. By making a list of things you need to do, you will be able to complete all your important tasks first. Your ability to convince others will greatly increase. Try to investment at least a small amount of income. You will be able to work hard. Friends will prove beneficial. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 10, 11, 15, 16


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

તમને બુધ જેવા પરમમિત્રની દિનદશા ચાલુ હોવાથી ખર્ચનું પ્રમાણ વધી જાય તો ચિંતા કરતા નહીં. ગામ પરગામ જવાના ચાન્સ મળશે. કામને વધારવા માટે ભાગદોડ કરવામાં પાછીપાની નહીં કરો. જ્યાં જશો ત્યાં તમારી ઈમપ્રેશન સારી જમાવી શકશો. મીઠી જબાન વાપરી બીજાનું દિલ જીતી લેશો. કામ કાજને વધુ સારૂં બનાવવા દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 12, 13, 14, 15 છે.

Mercury’ ongoing rule suggests that you do not worry if your expenses increase. You could get an opportunity to travel overseas. You will be able to increase your business by putting in hard work. You will leave behind very positive self-impressions wherever you go. You will be able to win over hearts with your sweet language. To further your business, pray the Meher Nyaish daily.

Lucky Dates: 12, 13, 14, 15


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

24મી સપ્ટેમ્બર સુધી તમારા પોતાના અંગત માણસો પણ તમને સાથ નહીં આપે. આવકના ઠેકાણા નહીં હોય અને જાવક ખુબ વધી જશે. તબિયતના બારામાં જરાબી બેદરકાર રહેશો તો ડોકટરના ઘર ભરવાનો સમય આવશે. તમારા મિત્રો તમને છેતરી જશે. માથાના દુખાવાથી પરેશાન થશો. દરરોજ ‘તીર યશ્ત’ ભણવાથી મન સ્થિર રહેશે.
શુકનવંતી તા. 10, 11, 13, 15 છે.

Even those close to you will not seem supportive till 24th September. There will be no certainty of income and expenses could rise greatly. The slightest carelessness about your health will cause you to call in doctors. Friends might deceive you. You could suffer from headaches. For mental stability, pray the Tir Yasht daily.

Lucky Dates: 10, 11, 13, 15


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

26મી સપ્ટેમ્બર સુધી તમારા મનની વાત જેને કહેવી હોય તેને કહી દેજો. ચંદ્રની કૃપાથી મનને શાંત રાખી જે પણ કામ કરશો તેમાં સફળ થશો. નવા મિત્ર મળવાના ચાન્સ છે. જલદીથી કામ પુરા થાય તેવા કામ પહેલા કરશો. નાની મુસાફરી કરી શકશો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 10, 14, 15, 16 છે.

Openly speak about what’s on your mind to the person you wish to share with, by 26th September. Under the Moon’s rule you will be successful in all endeavours where you work with a calm mind. You could make new friends. You are advised to prioritize those tasks which take less time. Short travels will be possible. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 10, 14, 15, 16


LEO | સિંહ: મ.ટ.

05Leo

હવે તમને શીતળ ચંદ્રની દિનદશા ચાલુ છે. તમે નાનું મોટુ ચેરીટીનું કામ કરવામાં સફળ થશો. જ્યાં નાણા ઈનવેસ્ટ કર્યા હોય ત્યાંથી પાછા મેળવી લેજો. બીજાને મદદ કરી મનને શાંતિ મળશે. ઘરનું વાતાવરણ ખુબ શાંત રહેશે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’101 વાર ભણજો.

શુકનવંતી તા. 11, 12, 13, 15 છે.

The ongoing Moon’s rule will help to indulge in works of charity. You are advised to withdraw your investments. You will receive mental peace by helping others. The atmosphere at home will be peaceful. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 11, 12, 13, 15


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgoછેલ્લુ અઠવાડિયું શુક્રની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. ઉતરતી શુક્રની દિનદશા તમને અપોજીટ સેકસનો સાથ ભરપુર મળશે. ખર્ચ કરવા ઉપર કાબુ મેળવવામાં સફળ થશો. ચાલુ કામપર વધુ ધ્યાન આપીને પુરા કરી લેજો. 16મી પછી તમારા બધાજ કામમાં બ્રેક લાગી જશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 10, 11, 14, 16 છે.

This is the last week under Venus’ rule. The descending rule of Venus will bring you ample support from the opposite gender. You will be able to control your expenditures. Focus on your current works to ensure their completion. Post 16th September, there will be difficulties in getting your work done. Pray to Behram Yazad daily.

Lucky Dates: 10, 11, 14, 16


LIBRA | તુલા: ર.ત.

07Libraશુક્રની દિનદશા ચાલુ હોવાથી તમારા મનની નેક મુરાદ પુરી થઈને રહેશે. શુક્રની મહેરબાનીથી ગામ પરગામ જવાના ચાન્સ છે. તમારા કામ સાથે બીજાના કામ કરીને વધુ આનંદમાં આવશો. તમારી કરેલી મહેનતનું ફળ મળી રહેશે. જે ધન મળશે તેને ઈનવેસ્ટમેન્ટ કરવામાં મુશ્કેલી નહીં આવે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 12, 13, 14, 15 છે.

Venus’ ongoing rule helps realize your sincere wishes. You will get opportunity to travel abroad. Helping others in their work, alongside doing your own work, will bring you contentment. You will receive the fruits of your labour. You will be able to invest your income without any difficulty. Pray to Behram Yazad daily.

Lucky Dates: 12, 13, 14, 15


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

તમને શુક્રની દિનદશા ચાલુ હોવાથી 16મી નવેમ્બર સુધી તમારા મિત્રોની મદદથી મુાકેલીભર્યા કામ સહેલા બનાવી દેશો. નાણાકીય મુશ્કેલી દૂર કરવા માટે કામ પર વધુ ધ્યાન આપશો. નવા કામ મળતા રહેશે. ઘરનું વાતાવરણ સારૂં રહેશે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 10, 14, 15, 16 છે.

Under Venus’ rule till 16th November, you will be able to resolve all challenging works, along with the help of your friends. To solve any financial issues, increase your focus on work. You will find new work projects. The home atmosphere will be cordial. Pray to Behram Yazad daily.

Lucky Dates: 10, 14, 15, 16


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

6ઠ્ઠી ઓકટોબર સુધી રાહુની દિનદશા ચાલશે. તમારે તમારી તબિયતની ખાસ કાળજી લેવી પડશે. તમારી નાની ભૂલ તમને મોટી મુસીબતમાં નાખશે. રાહુને કારણે તમે હાઈપ્રેશર, માથાના દુખાવાથી પરેશાન થશો. તમારા લેણીયાત તમને પરેશાન કરવામાં કોઈ કસર બાકી નહીં રાખે. રાહુને શાંત કરવા દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 10, 11, 13, 16 છે.

Rahu’s rule till 6th October suggests that you take special care of your health. Even a small mistake could land you in big trouble. You could suffer from high BP and headaches. Your creditors will harass you to repay them. To placate Rahu, pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 10, 11, 13, 16


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

છેલ્લા 14 દિવસ ગુરૂ જેવા શુભ ગ્રહની દિનદશામાં પસાર કરવાના બાકી છે. હાલમાં ધર્મ, ચેરીટી અથવા કોઈને મદદના કામ ખુબ સારી રીતે કરી શકશો. થોડી રકમ સારી જગ્યાએ ઈનવેસ્ટ અવશ્ય કરજો. ફેમીલી મેમ્બર તમારા કામને જોઈ વધુ આનંદમાં આવશે. તબિયતમાં સારા સારી રહેશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 12, 13, 14, 15 છે.

You have 14 days remaining under the rule of Jupiter. You will be able to effectively do works of charity and service to others. You are advised to ensure that you profitably invest a small part of your income. Your family members will be pleased with your work. Health will be fine. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 12, 13, 14, 15


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

ગુરૂ જેવા શાંત ગ્રહની દિનદશા ચાલુ હોવાથી તમારા દરેક કામમાં સફળતા મળશે. નાણાકીય મુશ્કેલી નહીં આવે. ધન મેળવવા કોઈ પાસે હાથ લાંબો કરવો નહીં પડે. અટકેલા કામો ફરી ચાલુ કરવા માંગતા હો તો દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 10, 11, 13, 16 છે.

Jupiter’s ongoing rule brings you success in all your ventures. There will be no financial concerns. You will not need to borrow money. To restart your stalled works, you are advised to pray the Sarosh Yasht daily.

Lucky Dates: 10, 11, 13, 16


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

26મી સુધી શનિની દિનદશા ચાલશે તમારી જાત ઉપર વિશ્ર્વાસ જેટલો રાખશો તેટલા તમારા કામ સારી રીતે પુરા કરી શકશો. તમારા કરેલ કામની કદર નહીં થાય. શનિના લીધે તબિયતમાં સારા સારી નહીં રહે. જોઈન્ટ પેઈનથી પરેશાન થશો. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.

શુકનવંતી તા. 10, 12, 14, 15 છે.

Saturn’s rule till 26th September suggests that the more you trust only yourself and not others, the more successful will you be. Your work will not get appreciated. Health could go down. You could suffer from joint pains. Pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 10, 12, 14, 15

Leave a Reply

*